Geography

નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા)

નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડની ઉત્તરે મધ્યમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ ખંડના છઠ્ઠા ભાગને આવરી લે છે. તેનું ભૌગોલિક સ્થાન દક્ષિણ ગોળાર્ધમાં આશરે 11°થી 26° દ. અ. અને 129°થી 138° પૂ. રે. વચ્ચે આવેલું છે. ઉત્તર-દક્ષિણ મહત્તમ 1600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 966 કિમી. અંતર ધરાવતા આ પ્રદેશનું ક્ષેત્રફળ 13,52,212…

વધુ વાંચો >

નૉર્વે

નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´  પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…

વધુ વાંચો >

નૉર્વેજિયન સમુદ્ર

નૉર્વેજિયન સમુદ્ર : ઉત્તર આટલાન્ટિક મહાસાગરનો એક ભાગ. તેના વાયવ્યમાં ગ્રીનલૅન્ડ, ઈશાનમાં બેરન્ટ સમુદ્ર, પૂર્વમાં નૉર્વે, દક્ષિણમાં ઉત્તર સમુદ્ર, શેટલૅન્ડ અને ફેરો ટાપુઓ તથા આટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે આઇસલૅન્ડ તથા જાન માયેન ટાપુઓ આવેલા છે. ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ફેરો ટાપુઓ તથા ઉત્તર સ્કૉટલૅન્ડને જોડતી અધોદરિયાઈ ડુંગરધાર નૉર્વેજિયન સમુદ્રને આટલાન્ટિક મહાસાગરથી અલગ…

વધુ વાંચો >

નોવા ઇગ્વાઝુ

નોવા ઇગ્વાઝુ : બ્રાઝિલનું પરગણું અને તે જ નામ ધરાવતું ઔદ્યોગિક નગર. તે રિયો-દ-જાનેરો શહેરની ઉત્તર પશ્ચિમે 22° 45´ દ. અ. અને 43° 27´ પ. રે. પર આવેલું છે. તેનું જૂનું નામ મૅક્ષામબામ્બા હતું. તે સારાપુઈ નદીની ખીણમાં સમુદ્રની સપાટીથી 26 મી.ની ઊંચાઈ પર આવેલું છે. તેની પૂર્વે બેલફૉર્ડ રોક્સો…

વધુ વાંચો >

નોવા સ્કૉશિયા

નોવા સ્કૉશિયા : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલા ચાર આટલાન્ટિક પ્રાંતો પૈકીનો એક દરિયાઈ પ્રાંત. નોવા સ્કૉશિયા એ તેનું લૅટિન નામ છે, જ્યારે સ્કૉટિશ હાઈલૅન્ડરોએ આપેલું તેનું અંગ્રેજી નામ ન્યૂ સ્કૉટલૅન્ડ છે. તેમાં કૅપ બ્રેટન ટાપુનો પણ સમાવેશ થઈ જાય છે. તે 43° 20´ થી 46° 50´ ઉ. અ. અને 60°…

વધુ વાંચો >

નોવોસી બિર્સ્ક (પ્રદેશ)

નોવોસી બિર્સ્ક (પ્રદેશ) : એશિયાઈ રશિયાનો દક્ષિણ-મધ્ય વિભાગીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે.. પશ્ચિમ સાઇબીરિયાનો પ્રાદેશિક વહીવટી એકમ. તેનો વિસ્તાર 1,78,000 ચોકિમી. છે. તેની ઉત્તરે ટોમ્સ્ક વિસ્તાર, પૂર્વમાં કેમેરોવો વિસ્તાર, દક્ષિણે કઝાખસ્તાનનો અલ્તાઈ તથા પાવલોદાર વિસ્તાર અને પશ્ચિમે ઓમ્સ્કનો વિસ્તાર આવેલો છે.…

વધુ વાંચો >

નૌકચોટ (Nouakchott)

નૌકચોટ (Nouakchott) : પશ્ચિમ આફ્રિકાના મૉરિટાનિયા પ્રજાસત્તાક દેશનું પાટનગર અને મોટામાં મોટું શહેર. દેશના પશ્ચિમ છેડે આટલાન્ટિક મહાસાગરના કિનારા નજીક 18° 06´ ઉ. અ. અને 15° 57´ પ. રે. પર તે આવેલું છે. દક્ષિણે આવેલા સેનેગલના પાટનગર ડાકરથી તે ઈશાનમાં 435 કિમી. અંતરે છે. તેની ઉત્તરે નૌમઘર બંદર, અગ્નિ તરફ…

વધુ વાંચો >

નૌમી (Noumea, Numea)

નૌમી (Noumea, Numea) : પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ટેરીટરી ઑવ્ ન્યૂ કેલિડોનિયાનું પાટનગર, બંદર તથા મોટામાં મોટું શહેર. આ પ્રદેશ ફ્રેન્ચોની વિદેશી વસાહત છે. ભૌગોલિક સ્થાન : 22° 16´ દ. અ. અને 166° 27´ પૂ. રે. ઊંડું પાણી ધરાવતું આ બંદર ત્રણ બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે, દક્ષિણ તરફ પૅસિફિક…

વધુ વાંચો >

ન્યૂ ઑર્લીઅન્સ

ન્યૂ ઑર્લીઅન્સ : યુનાઇટેડ સ્ટેટ્સના લૂઇઝિયાના રાજ્યનું સૌથી મોટું શહેર અને ન્યૂયૉર્ક પછીનું બીજા ક્રમનું બંદર. તે મિસિસિપીના મુખથી 160 કિમી. અંતરે અંદરના ભાગમાં નદીના પૂર્વકાંઠે આવેલું છે. ભૌગોલિક સ્થાન: 29° 57´ ઉ. અ. અને 90° 04´ પ. રે.. શહેરનો મોટો ભાગ નદીના પૂર્વ કાંઠા અને પૉન્ચરટ્રેન સરોવર વચ્ચે ચંદ્રાકારે…

વધુ વાંચો >

ન્યૂ કૅલિડોનિયા

ન્યૂ કૅલિડોનિયા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં મેલાનેશિયા (Melanesia) તરીકે ઓળખાતા વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ફ્રાન્સનાં દરિયાપારનાં સંસ્થાનો પૈકીનો ટાપુપ્રદેશ. નાના નાના ટાપુઓ ધરાવતો ન્યૂ કૅલિડોનિયા પ્રદેશ ઑસ્ટ્રેલિયાના સિડનીથી 2,000 કિમી. અંતરે ઈશાનમાં આવેલો છે. આખો પ્રદેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ 19°થી 23° દ. અ. અને 163°થી 169° પૂ. રે. વચ્ચે આવેલો…

વધુ વાંચો >