Geography

નાગેરકોઈલ

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે.…

વધુ વાંચો >

નાગોયા

નાગોયા : ટોકિયો અને ઓસાકા પછીનું જાપાનનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10´ ઉ. અ. અને 136° 55´ પૂ. રે.. એઈચી જિલ્લાનું પાટનગર. જાપાનના મુખ્ય ટાપુ મધ્ય હોન્શુના દક્ષિણ કિનારે આઈસે (Ise) ઉપસાગરના મુખ પર તે આવેલું છે. પ્રાચીન જાપાનમાં તે ઈમાગાવા–ઓડા કૌટુંબિક કિલ્લાની આજુબાજુ…

વધુ વાંચો >

નાગૌર

નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં…

વધુ વાંચો >

નાતાલ

નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે.…

વધુ વાંચો >

નાથદ્વારા

નાથદ્વારા : આ શહેર રાજસ્થાનના (મેવાડ વિભાગ) રાજસમંદ જિલ્લાનું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન – વસ્તી – પરિવહન : તે 24 93´ ઉ. અ. અને 73 82´ પૂ. રે. પર આવેલું છે. અરવલ્લીની ડુંગરાળ હારમાળામાં બનાસ નદીને કિનારે વસેલું છે. સમુદ્રસપાટીથી આશરે 585 મીટર ઊંચાઈએ આવેલું છે. તે ખેતીવાડીનું બજાર છે. પ્રાથમિક…

વધુ વાંચો >

નાન્કિંગ

નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ…

વધુ વાંચો >

નામિબ રણ

નામિબ રણ : નૈર્ઋત્ય આફ્રિકાના નામિબિયા દેશમાં દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદરના ભૂમિભાગમાં વિસ્તરેલું દુનિયાનું જૂનામાં જૂનું રણ. ભૌગોલિક સ્થાન : 23° દ. અ. અને 15° પૂ. રે.. તેની લંબાઈ આશરે 1,700 કિમી. તથા પહોળાઈ સ્થાનભેદે આશરે 100 થી 200 કિમી. જેટલી છે; દક્ષિણે ઑરેન્જ નદીથી ઉત્તરે અગોલા સુધી વિસ્તરેલા…

વધુ વાંચો >

નામિબિયા

નામિબિયા : આફ્રિકાખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક દૃષ્ટિએ આ દેશ આશરે 17° થી 29´ દ. અ. અને 12° થી 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 8,26,700 ચોકિમી. છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ઍંગોલા અને ઝામ્બિયા ભૂમિભાગો, પૂર્વમાં બોત્સ્વાના, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે…

વધુ વાંચો >

નાયગરા ધોધ

નાયગરા ધોધ : યુ.એસ. અને કૅનેડાની સરહદ પરની નાયગરા નદી પર આવેલો ધોધ. તેમજ અદભુત પ્રાકૃતિક પર્યટન સ્થળ. યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા નાયગરા ફૉલ્સ નગર તથા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા તે જ નામના નગર વચ્ચે, ઉત્તર અમેરિકાના ઈરી સરોવર તથા ઑન્ટારિયો સરોવરની બરોબર વચ્ચોવચ તે આવેલો છે. ભૌગોલિક સ્થાન :…

વધુ વાંચો >

નારનોલ

નારનોલ :  વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના…

વધુ વાંચો >