Geography
દ્વીપકલ્પ
દ્વીપકલ્પ : ત્રણ બાજુએ જળવિસ્તારથી ઘેરાયેલો ભૂમિભાગ. જે ભૂમિસ્વરૂપ બધી બાજુએ જળથી વીંટળાયેલું હોય તેને બેટ, ટાપુ કે દ્વીપ કહેવાય છે. વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે આવેલો ભારતનો ત્રિકોણાકાર પ્રદેશ એ ભારતીય દ્વીપકલ્પ છે. તેની પૂર્વ બાજુએ બંગાળનો ઉપસાગર, પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને દક્ષિણે હિન્દી મહાસાગર આવેલો છે. એ જ રીતે…
વધુ વાંચો >ધક્કાઓ
ધક્કાઓ (docks) : વહાણો, જહાજો કે બાર્જિસ જેવાં જલયાનોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન. તેને ગોદી પણ કહે છે. એ બંદરનો એક ભાગ છે. બંદર એ જલયાન માટે માલસામાનની હેરાફેરીનું (જલ)ક્ષેત્ર છે. વિશાળ ર્દષ્ટિએ બંદરોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય તેમ છે : (1) કુદરતી રીતે સુરક્ષિત, (2) તરંગો(waves)થી કૃત્રિમ રીતે રક્ષિત, (3)…
વધુ વાંચો >ધજાળા ઉલ્કાશ્મો
ધજાળા ઉલ્કાશ્મો : જુઓ, ‘ઉલ્કા, ધજાળા’.
વધુ વાંચો >ધનબાદ
ધનબાદ : ઝારખંડ રાજ્યમાં 23° 48´ ઉ. અ. અને 86° 27´ પૂ. રે. પર આવેલું શહેર, જિલ્લાનું વહીવટી મથક (1956), જિલ્લો અને કોલસાના ખાણ ઉદ્યોગનું જાણીતું કેન્દ્ર. જિલ્લાનો કુલ વિસ્તાર 2075 ચોકિમી. તથા વસ્તી 26.82 લાખ (2011) છે. દામોદર નદીની ખીણમાં તથા ઝરિયા કોલસા ક્ષેત્રની પૂર્વ તરફ વસેલું આ શહેર…
વધુ વાંચો >ધરમપુર
ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ…
વધુ વાંચો >ધરમશાલા
ધરમશાલા : હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં આવેલું શહેર તેમજ જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ શહેર 32° 21´ ઉ. અ. અને 76° 32´ પૂ. રે.ની આજુબાજુનો 29.51 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. અગાઉના સમયમાં ધરમશાલા શહેર ‘ભાગશુ’ (Bhagsu) તરીકે ઓળખાતું હતું. આ શહેર કાંગરાથી ઉત્તર તરફ 18 કિમી.ને અંતરે આવેલું છે.…
વધુ વાંચો >ધર્મપુરી
ધર્મપુરી : તમિળનાડુ રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 11 47´ ઉ. અ. થી 12 33´ ઉ. અ. અને 77 02´ પૂ. રે.થી 78 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 4,497.77 ચો.કિમી. જેટલો છે. જે તમિળનાડુ રાજ્યના કુલ વિસ્તારના 3.46% જેટલો થવા…
વધુ વાંચો >ધવલગિરિ
ધવલગિરિ : (1) ઓરિસામાં ભુવનેશ્વરથી 3.2 કિમી. દૂર આવેલો પર્વત. તે 20° 14´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. આસપાસ છે. તેનું બીજું નામ અશ્વત્થામાનો પર્વત પણ છે. અહીં અશ્વત્થામાનું એક સ્થાન પણ છે. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ત્યારે કલિંગરાજ સાથે આ પર્વત નજીક યુદ્ધ કર્યું…
વધુ વાંચો >ધંધૂકા
ધંધૂકા : અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકી સૌથી મોટો તાલુકો અને તાલુકાનું મુખ્ય મથક. આ તાલુકો આશરે 23° ઉ. અ. અને 73° પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો અમદાવાદ જિલ્લાની છેક દક્ષિણે આવેલો છે. તેની પૂર્વ તરફ ખંભાતનો અખાત, પશ્ચિમ તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો, દક્ષિણ તરફ ભાવનગર જિલ્લાનો…
વધુ વાંચો >ધાર
ધાર : મધ્યપ્રદેશનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 8,153 ચોકિમી. તથા કુલ વસ્તી 21,84,672 (2011) છે. વસ્તીમાં આશરે 94 % હિંદુ, આશરે 5 % મુસલમાન, 0.98 % જૈન, 0.06 % શીખ, 0.06 % ખ્રિસ્તી તથા 0.01 % અન્યનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાંથી…
વધુ વાંચો >