Geography
દાણાદાર વિભંજન
દાણાદાર વિભંજન : જુઓ, ખવાણ.
વધુ વાંચો >દાદરા અને નગરહવેલી
દાદરા અને નગરહવેલી : ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05’ ઉ. અ. અને 73° 00’ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ…
વધુ વાંચો >દામોદર
દામોદર : બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી ગંગાની ઉપનદી. તેની કુલ લંબાઈ 625 કિમી. તથા જલવહનક્ષેત્ર 20,700 ચોકિમી. છે. તેનું એક ઉદગમસ્થાન બિહારમાં છોટાનાગપુરના મેદાની વિસ્તારમાં આવેલા રાંચીના ઉચ્ચપ્રદેશ પર પાલામાઉ જિલ્લાના તોરી પરગણાના કુરૂ ગામની ઈશાને 16 કિમી. અંતરે છે. સમુદ્રસપાટીથી તેનું આ ઉદગમસ્થાન આશરે 610 મી. ઊંચાઈ પર…
વધુ વાંચો >દારાંગ
દારાંગ : આસામ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° 30’ ઉ. અ. અને 89° 30’ પૂ. રે.. તેનું વહીવટી મથક મંગલડોઈ છે. તેનો કુલ વિસ્તાર 3,481 ચોકિમી. છે. વસ્તી : 9,08,090 (2011). દારાંગની ઉત્તર સરહદે અરુણાચલ પ્રદેશ અને ભુતાન, પશ્ચિમે કામરૂપ પ્રદેશ તથા પૂર્વ બાજુએ તેજપુર આવેલું છે. ગુઆહાટીથી…
વધુ વાંચો >દારેસલામ
દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે. આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર :…
વધુ વાંચો >દાર્જિલિંગ
દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …
વધુ વાંચો >દાલમેશિયન ટાપુઓ
દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય…
વધુ વાંચો >દાલ સરોવર
દાલ સરોવર : જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર…
વધુ વાંચો >દાહોદ
દાહોદ : ગુજરાતની પૂર્વ સીમા પર આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 22° 50’ ઉ. અ. અને 74° 15’ પૂ. રે.. આજુબાજુનો 3,642 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2022 મુજબ જિલ્લાની વસ્તી 22,42,498 જેટલી છે, વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 583 છે. આ જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ…
વધુ વાંચો >દિગ્બોઈ
દિગ્બોઈ : આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23’ ઉ. અ. અને 95° 38’ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ…
વધુ વાંચો >