Geography
તુર્કી
તુર્કી પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 36° 00´ થી 40° 20´ ઉ. અ. અને 26° 00´ પૂ. રે. થી 44° 30´ પૂ.રે. તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો 5% (23,764 ચોકિમી.) જેટલો પ્રદેશ (પૂર્વ થ્રેસ) દક્ષિણ યુરોપના છેક પૂર્વે છેડે આવેલો છે. તુર્કીનું સૌથી મોટું શહેર ઇસ્તંબુલ…
વધુ વાંચો >તુર્કીયે (Turkiye)
તુર્કીયે (Turkiye) જુઓ : તુર્કી
વધુ વાંચો >તુલસીશ્યામ
તુલસીશ્યામ : જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે…
વધુ વાંચો >તુવાલુ
તુવાલુ : પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે. પહેલાં તે એલિસ…
વધુ વાંચો >તુંગભદ્રા
તુંગભદ્રા : દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈર્ઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની…
વધુ વાંચો >તેગુસિગાલ્પા
તેગુસિગાલ્પા (Tegucigalpa) : મધ્ય અમેરિકાના હોન્ડુરાસ દેશનું પાટનગર તથા મોટામાં મોટું નગર. દેશના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં તે વસેલું છે. તે આશરે 14° 05´ ઉ. અક્ષાંશ તથા 87° 14´ પ. રેખાંશ પર અને સમુદ્રસપાટીથી લગભગ 1007 મીટરની ઊંચાઈએ આવેલું છે. ‘તેગુસિગાલ્પા’નો અર્થ ‘ચાંદીની ટેકરી’ એવો થાય છે. હકીકતમાં આ શહેરના…
વધુ વાંચો >તેજપુર
તેજપુર : અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47° પૂ.રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,02,505 (2011). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ…
વધુ વાંચો >તેલ-અવીવ
તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા Tel Aviv Jaffa) : ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈર્ઋત્ય તરફ આશરે 80 કિમી. તથા…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેહરાન
તેહરાન : ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40’ ઉ. અ. અને 51° 26’ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું…
વધુ વાંચો >