Gardening

ક્રિસૅન્થમમ પ્રજાતિ

ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી

વધુ વાંચો >

ક્રિસ્ટ્મસ ટ્રી

ક્રિસ્ટ્મસ ટ્રી : ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે 40થી 50 મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી…

વધુ વાંચો >

ક્રોટન

ક્રોટન : વર્ગ દ્વિદળીના ઉપવર્ગ અદલાના કુળ યુફોરબિયેસીની એક પ્રજાતિ. તેની એક જાતિ C. variegatum Fib. સુશોભિત રંગનાં અને વિવિધ રચના તથા આકારવાળાં પાનથી આકર્ષક લાગે છે. લાલ, પીળા, લીલા, સફેદ, ગુલાબી એમ અનેક રંગ તથા લાંબાં-પહોળાં અને સ્ક્રૂની જેમ વળેલાં, પપૈયાનાં પાન જેવા અનેક આકાર ધરાવે છે. તેની ડાળીનું…

વધુ વાંચો >

ગેલાર્ડિયા

ગેલાર્ડિયા : કુળ- Compositae (Asteraceae)નો મોસમી 40­–50 સેમી. ઊંચો ફૂલછોડ. ગુ. તપ્તવર્ણા, અં. Blanket flower. ફૂલને બેસતાં 3­–4 માસ લાગે છે, પણ પછી 5–­6 માસ સુધી ફૂલોના ઢગલાથી છોડ લચી પડે છે. તે પુષ્પગુચ્છ, હાર, કટફ્લાવર કે ફૂલદાનીમાં શોભે છે. તેમાંની ઘણી જાતો હાલમાં બગીચામાં વવાય છે. જેમ કે એકલ…

વધુ વાંચો >

ચમેલી (જૅસ્મિન)

ચમેલી (જૅસ્મિન) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum grandiflorum Linn. (સં. ચંબેલી, ચેતકી, જાતિ, માલતી; હિં. ચંબેલી; મ. જાઈ; ક. જાજિમલ્લિગે; તે. જાજી, માલતી; મલા. પિચ્યાકં, માલતી; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન) છે. તે મોટી આરોહણ કરવા મથતી કે વળવેલ સ્વરૂપ ક્ષુપ વનસ્પતિ છે…

વધુ વાંચો >

ચંપો

ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…

વધુ વાંચો >

જલ-ઉદ્યાન (water garden)

જલ-ઉદ્યાન (water garden) : પાણીમાં બનાવાતો ઉદ્યાન. સામાન્ય રીતે જલ-ઉદ્યાન બે અર્થમાં વપરાય છે : એક એવો ઉદ્યાન કે જ્યાં મુખ્યત્વે પાણીના ફુવારા, ધોધ વગેરેની અધિકતા હોય અને બીજો એવો ઉદ્યાન કે જ્યાં પાણીમાં થતાં ફૂલ, છોડ વગેરેનું મહત્વ હોય. વાસ્તવિક તો જે બગીચામાં આ બેઉ પ્રકારની વિશિષ્ટતાઓનો યોગ્ય સમન્વય…

વધુ વાંચો >

જાઈ (ચંબેલી)

જાઈ (ચંબેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની વળવેલ સ્વરૂપે જોવા મળતી ક્ષુપીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum officinale Linn છે. તેને ઘણી વાર રૂપભેદ (forma) grandiflorum (Linn) Kobuski, (સં. જાતિ, માલતી; હિં. ચંબેલી, જાતિ; મ. જાઈ : ક. જાજિ મલ્લિગે; તે. જાઈપુષ્પાલુ; મલા. પિચાકમ્; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન)…

વધુ વાંચો >

જાસૂદ (જાસવંતી)

જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus  વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી…

વધુ વાંચો >

જાંબુ

જાંબુ : સં. जम्बू; હિં. जामून; મ. जांभूम; અં. બ્લૅક પ્લમ; લૅ. Syzygium cuminii Eugenia Jambolanay. મીઠું મોસમી ફળ. ઉત્પત્તિસ્થાન ભારત. મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના પ્રવાસ સાથે દુનિયાના અન્ય ભાગોમાં ફેલાયેલ છે. ફળના કદ પ્રમાણે મોટા રાવણા, મધ્યમ અને ક્ષુદ્ર એમ 3 પ્રકારનાં જાંબુ થાય છે. જાંબુનાં ઝાડ ભારતમાં લગભગ મોટા…

વધુ વાંચો >