Film
લુબિત્શ, અર્ન્સ્ટ
લુબિત્શ, અર્ન્સ્ટ (જ. 18 જાન્યુઆરી 1892, બર્લિન, જર્મની; અ. 30 નવેમ્બર 1947, અમેરિકા) : ચલચિત્રનિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક. હાસ્ય અને પ્રણયથી માંડીને લગભગ તમામ પ્રકારનાં ચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર અર્ન્સ્ટ લુબિત્શે કારકિર્દીના પ્રારંભે કેટલાંક ચિત્રોમાં અભિનય પણ કર્યો હતો. મૂક અને સવાક બંને પ્રકારનાં ચિત્રો બનાવી ચૂકેલા લુબિત્શનું આ…
વધુ વાંચો >લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ
લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ (જ. 1901; અ. 1948) : છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી…
વધુ વાંચો >લેમલે, કાર્લ
લેમલે, કાર્લ (જ. 17 જાન્યુઆરી 1867, લોફેઇમ, જર્મની; અ. 1939) : ચલચિત્ર-નિર્માતા અને યુનિવર્સલ સ્ટુડિયોના પ્રણેતા. હૉલિવુડમાં ‘અંકલ કાર્લ’ તરીકે પ્રતિષ્ઠા મેળવનાર કાર્લ લેમલે મધ્યમવર્ગીય યહૂદી પરિવારમાં તેર ભાંડુઓમાં 10મા ક્રમે હતા. 13 વર્ષની ઉંમરથી તેમણે નોકરી કરવા માંડી હતી અને 17મે વર્ષે કંઈક નવું કરવાની તેમને ઇચ્છા થઈ. ત્યાં…
વધુ વાંચો >લૅંગ, ફ્રિત્ઝ
લૅંગ, ફ્રિત્ઝ (જ. 5 ડિસેમ્બર 1890, વિયેના; અ. 2 ઑગસ્ટ 1976) : ચલચિત્ર-દિગ્દર્શક. અમેરિકન અને જર્મન ચિત્રોમાં મહત્વનું પ્રદાન કરનારા ફ્રિત્ઝ લૅંગ એક સ્થપતિના પુત્ર હતા. ફ્રિત્ઝ પણ પિતાની જેમ એ જ વ્યવસાય કરે એવો પરિવારનો આગ્રહ હતો પણ ફ્રિત્ઝને કળાના અભ્યાસમાં વધુ રુચિ હતી. 20 વર્ષની ઉંમરે તેઓ ઘર…
વધુ વાંચો >લૉઇડ, હેરોલ્ડ
લૉઇડ, હેરોલ્ડ (જ. 20 એપ્રિલ 1893, બુર્ચાર્ડ, નેબ્રાસ્કા, અમેરિકા; અ. 8 માર્ચ 1971) : અભિનેતા. હૉલિવુડના મહાન હાસ્ય-અભિનેતાઓની પંગતમાં સ્થાન મેળવનાર હેરોલ્ડ લૉઇડે તેમની કારકિર્દીનો પ્રારંભ 1912માં કૅલિફૉર્નિયાના સાન ડિયેગોમાં એક રિલનાં લઘુ હાસ્યચિત્રોમાં કામ કરીને કર્યો હતો. 1914માં નિર્માતા-દિગ્દર્શક હૉલ રોચ સાથે મળીને તેમણે એક પાત્રનું સર્જન કર્યું હતું.…
વધુ વાંચો >લૉટન, ચાર્લ્સ (1899-1962)
લૉટન, ચાર્લ્સ (1899-1962) : જન્મે અંગ્રેજ નટ, જેઓ સન 1950માં પોતાની અભિનેત્રી પત્ની એલ્સા લાન્ચેસ્ટર સાથે અમેરિકાના નાગરિક બન્યા. 1926માં ‘ધી ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી વ્યાવસાયિક રંગભૂમિ પર પદાર્પણ કર્યું. તે પછી ‘એલિબી’ નાટકમાં હરક્યૂલ પૉયરોની ભૂમિકા ભજવી તથા 1931માં ‘પેમેન્ટ ડિફર્ડ’ નાટકમાં વિલિયમ મારબલનું પાત્ર ભજવી ન્યૂયૉર્કના…
વધુ વાંચો >લૉરેન, સોફિયા
લૉરેન, સોફિયા (જ. 20 સપ્ટેમ્બર 1934, રોમ, ઇટાલી) : અભિનેત્રી. મૂળ નામ : સોફિયા સિકોલોન. અવૈધ બાળક તરીકે જન્મેલાં સોફિયા લૉરેનનું બાળપણ નેપલ્સની ગંદી વસાહતમાં ખૂબ કફોડી સ્થિતિમાં વીત્યું હતું. તેમનાં માતા અભિનેત્રી હતાં, પણ વ્યાવસાયિક સફળતા ન મળવાને કારણે ખૂબ હતાશ હતાં. સોફિયા મોટી થાય એટલે તેને અભિનેત્રી બનાવવાની…
વધુ વાંચો >લૉરેન્ટ્સ, આર્થર
લૉરેન્ટ્સ, આર્થર (જ. 14 જુલાઈ 1917, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : અમેરિકન નાટ્યકાર, દિગ્દર્શક, પટકથાલેખક. શિક્ષણ : કૉનેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક; બી.એ., 1937. અમેરિકાના લશ્કરી દળમાં કામગીરી બજાવી, 1940-45. રેડિયો-નાટ્યલેખક તરીકે કાર્ય કર્યું, 1943-45. એમાં સેક્રેટરી ઑવ્ વૉર તરફથી સાઇટેશન તથા ‘વેરાઇટી’ ઍવૉર્ડ, 1945. તેઓ ડ્રામૅટિસ્ટ પ્લે સર્વિસમાં રંગભૂમિના નિર્દેશક બન્યા, 1961-66.…
વધુ વાંચો >લૉરેન્સ ઑવ્ અરેબિયા
લૉરેન્સ ઑવ્ અરેબિયા : ઑસ્કાર વિજેતા ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1962. નિર્માણ-સંસ્થા : હોરાઇઝન પિક્ચર્સ પ્રોડક્શન્સ. નિર્માતા : સામ સ્પીગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. પટકથા : રૉબર્ટ બોલ્ટ. કથા : ટી. ઇ. લૉરેન્સના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑવ્ વિઝડમ’ પર આધારિત. છબિકલા : ફે્રડી એ. યંગ. સંગીત…
વધુ વાંચો >લૉરેલ, સ્ટૅન
લૉરેલ, સ્ટૅન (જ. 16 જૂન 1890, અલ્વર્સ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1965) : અભિનેતા, નિર્માતા, પટકથાલેખક. મૂળ નામ : આર્થર સ્ટૅનલી જેફરસન. હૉલિવુડનાં ચિત્રોમાં દંતકથારૂપ બની ગયેલા હાસ્ય-અભિનેતા સ્ટૅન લૉરેલની જોડી ઑલિવર હાર્ડી સાથે હતી. આ બંને અભિનેતાઓ વર્ષો સુધી અનેક ચિત્રોમાં કામ કરી પ્રેક્ષકોને હસાવતા રહ્યા હતા. સ્ટૅન લૉરેલનાં…
વધુ વાંચો >