Film

મેયર, લુઇ બર્ટ

મેયર, લુઇ બર્ટ (જ. 22 જુલાઈ 1884, મિન્સ્ક, બેલરસ; અ. ઑક્ટોબર 1957, કૅલિફૉર્નિયા) : અમેરિકન ફિલ્મ-સામ્રાજ્યના સર્વેસર્વા. મૂળ નામ ઍલિઝર મેયર. 1907માં તેમણે એક જૂનું ઘર ખરીદ્યું અને તેને સાંગોપાંગ નવો ઓપ આપી ત્યાં અદ્યતન સુવિધાપૂર્ણ અને ગ્રાહકલક્ષી સિનેમાગૃહ તૈયાર કર્યું. ત્યારબાદ તેમણે ન્યૂ ઇંગ્લૅન્ડમાં શ્રેણીબંધ થિયેટર ખરીદી લીધાં. 1915માં…

વધુ વાંચો >

મેલીઝ, જ્યૉર્જ

મેલીઝ, જ્યૉર્જ (જ. 8 ડિસેમ્બર 1861, પૅરિસ; અ. 21 જાન્યુઆરી 1938, પૅરિસ) : ફ્રાન્સના વિશ્વ સિનેમાના મહત્ત્વના વિકાસ-પ્રવર્તક. વિશ્વ સિનેમાસૃષ્ટિનાં પ્રારંભિક વર્ષોમાં કચકડાની કલા વિશે તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. કારકિર્દીના પ્રારંભમાં તેઓ તખ્તા પર હાથચાલાકીના અજાયબીભર્યા પ્રયોગો કરી બતાવતા હતા. 1895માં તેમણે લ્યૂમ્પેર બંધુઓની પ્રોજેક્ટર દ્વારા રજૂ થતી ર્દશ્યચિત્રણા…

વધુ વાંચો >

મૅસત્રોયાની, મૅચેલો

મૅસત્રોયાની, મૅચેલો (જ. 28 સપ્ટેમ્બર 1924, ફૉન્તાના લિરી, ઇટાલી; અ. 1996) : ઇટાલીના લોકલાડીલા અભિનેતા. સંવેદનશીલ અને પ્રેમાળ મુખમુદ્રા તેમજ એકાકી અને ત્રસ્ત માનવીના હૃદયસ્પર્શી અભિનય માટે તેઓ ઇટાલીના સિનેજગતમાં બેહદ ચાહના પામ્યા હતા. તેમણે હાસ્યરસિક ચિત્રોથી માંડીને ગંભીર નાટ્યાત્મક કૃતિઓના અભિનય દ્વારા ચિત્રજગતમાં પ્રારંભ કર્યો. યુદ્ધસમયના નાઝીવાદી વેઠશિબિરોમાંથી તેઓ…

વધુ વાંચો >

મેહબૂબ ખાન

મેહબૂબ ખાન (જ. 7 સપ્ટેમ્બર 1906, બીલીમોરા, જિ. વલસાડ; અ. 28 મે 1964) : ‘મધર ઇન્ડિયા’ અને ‘રોટી’ જેવાં ચલચિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હિંદી ચલચિત્રોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ રમઝાનખાન. ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા મેહબૂબે ગામના મદરેસામાં થોડું ઘણું ઔપચારિક શિક્ષણ લીધું હતું. પણ તેમની પ્રગતિશીલ વિચારસરણી અને કિશોર…

વધુ વાંચો >

મેહરા, પ્રકાશ

મેહરા, પ્રકાશ (જ. 1939, બિજનૌર, ઉત્તર પ્રદેશ) : હિંદી ચિત્રોના ગીતકાર, નિર્માતા, નિર્દેશક. અમિતાભ બચ્ચન માટે મહાનાયક બનવાનો માર્ગ કંડારનાર ચિત્ર ‘ઝંજીર’ના નિર્માતા તરીકે તેમનું એ પ્રથમ ચિત્ર હતું. 1958–59માં વિષ્ણુ સિનેટોન ચિત્રનિર્માણ સંસ્થામાં દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રકાશ મેહરા 1960ના દસકામાં ગીતકાર અને દિગ્દર્શક તરીકે…

વધુ વાંચો >

મેંદી રંગ લાગ્યો

મેંદી રંગ લાગ્યો : ગુજરાતી ભાષાનું લોકપ્રિય ચલચિત્ર. ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં નિર્માણ-નિયામક ચાંપશીભાઈ નાગડા અને નિર્માતા-છબીકાર બિપિન ગજ્જરનું ‘મેંદી રંગ લાગ્યો’ (1960) ચલચિત્ર એક સીમાચિહનરૂપ છે. માળવાના યુવાન અનિલ અને ગુજરાતી યુવતી અલકાના પ્રણય-પરિણય અને તેમાંથી જન્મતા સંઘર્ષની કથા તેમાં આલેખાયેલી છે. અનિલ-અલકાના દાંપત્યજીવનમાં નાનકડું સ્વર્ગ ઊતરે છે, પરંતુ દુર્ભાગ્યે,…

વધુ વાંચો >

મોતીલાલ

મોતીલાલ (જ. 4 ડિસેમ્બર 1910, સિમલા; અ. 17 જૂન 1965, મુંબઈ) : ભારતીય ચલચિત્રના જાણીતા અભિનેતા. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. મોતીલાલ રાજવંશનો જન્મ એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. તેમનો પરિવાર મૂળ દિલ્હીનો. દિલ્હીમાં બી. એ. સુધી…

વધુ વાંચો >

મોદી, સોહરાબ

મોદી, સોહરાબ (જ. 2 નવેમ્બર 1897, મુંબઈ; અ. 28 જાન્યુઆરી 1984, મુંબઈ) : ઐતિહાસિક કથાનકો ધરાવતાં ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને સંવાદ-અદાયગી માટે વિશેષ જાણીતા બનેલા પારસી અભિનેતા. તેમના પિતા ઉત્તર પ્રદેશના રામપુરના નવાબના રાજમાં અમલદાર હતા. સોહરાબે માત્ર મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેમના મોટા ભાઈ રૂસ્તમ નાટકોના અભિનેતા…

વધુ વાંચો >

મૉન્સૂન વેડિંગ

મૉન્સૂન વેડિંગ (ચલચિત્ર) (2001) : આધુનિક ભારતમાં પંજાબી પરિવારની પરંપરાગત લગ્નવિધિ પર આધારિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત રંગીન સામાજિક હાસ્ય-ચલચિત્ર. ભાષા : પંજાબી, હિંદી, અંગ્રેજી. નિર્માત્રી : કેરોલિન બરેન, મીરા નાયર. દિગ્દર્શન : મીરા નાયર. પટકથા : સાબરિના ધવન. મુખ્ય કલાકારો : નસીરુદ્દીન શાહ, લિલેટ દુબે, શેફાલી શેટ્ટી, કુલભૂષણ ખરબંદા,…

વધુ વાંચો >

મોહમદ આમીર હુસેનખાન

મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના…

વધુ વાંચો >