Film
ઘટક, ઋત્વિક
ઘટક, ઋત્વિક (જ. 4 નવેમ્બર 1925, ઢાકા; અ. 6 ફેબ્રુઆરી 1976, કૉલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રસર્જક. સામાજિક ક્રાંતિ માટે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરનાર ડાબેરી વિચારસરણી ધરાવતા આ ફિલ્મસર્જકનાં જીવન અને કાર્ય પર તત્કાલીન રાજકીય ઘટનાઓની ઘેરી અસર થઈ હતી. ઘટક યુવાન હતા ત્યારે તેમનું કુટુંબ ઢાકાથી કૉલકાતા આવ્યું. 1943થી 1945ના…
વધુ વાંચો >ઘટશ્રાદ્ધ
ઘટશ્રાદ્ધ : વિશિષ્ટ પ્રકારની કન્નડ ફિલ્મ. નિર્માણવર્ષ 1977, પટકથા-દિગ્દર્શન : ગિરીશ કાસરવલ્લિ; સંગીત : બી. વી. કારંથ; પ્રમુખ કલાકારો : પીના કુતપ્પા, અજિતકુમાર, નારાયણ ભાટ, રામકૃષ્ણ અને શાંતા. આ ચલચિત્ર જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા યુ. આર. અનંતમૂર્તિની એક ટૂંકી વાર્તા પર આધારિત છે. બ્રાહ્મણ સમાજમાં જીવિત વ્યક્તિ માટે મૃત્યુ-સંસ્કાર કરવામાં આવે…
વધુ વાંચો >ઘોષ, ગૌતમ
ઘોષ, ગૌતમ (જ. 24 જુલાઈ 1950, કોલકાતા) : વિખ્યાત ભારતીય ફિલ્મસર્જક. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી થોડો સમય થિયેટરમાં અને થોડો સમય ફોટો-જર્નાલિસ્ટ તરીકે તે સક્રિય રહ્યા. 1973થી તેમણે દસ્તાવેજી ફિલ્મો બનાવવાની શરૂ કરી. 1973ની ‘ન્યૂ અર્થ’ અને 1974ની ‘હંગ્રી ઑટમ’ને ઑબરહોસેન અને લાઇપ્ઝિગના ફિલ્મ મહોત્સવમાં પારિતોષિકો પ્રાપ્ત…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્રવર્તી, ઉત્પલેન્દુ
ચક્રવર્તી, ઉત્પલેન્દુ (જ. 12 માર્ચ 1948, કૉલકાતા; અ. 20 ઑગસ્ટ 2024, કોલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રનિર્માતા. 1967થી 1971 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચળવળના આગેવાન હતા. આધુનિક ઇતિહાસના વિષયમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસાના આદિવાસીઓમાં શિક્ષક તરીકે સેવા આપી. આ સમયનો તેમનો અનુભવ તેમના પ્રથમ દસ્તાવેજી…
વધુ વાંચો >ચક્રવર્તી, મિથુન
ચક્રવર્તી, મિથુન (જ. 16 જૂન 1950, કોલકાતા) : હિંદી તથા બંગાળી ચલચિત્રનો મશહૂર અભિનેતા. ‘દો અંજાને’(1976)માં હિંદી ચલચિત્રથી તેણે પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને અત્યાર સુધીની (1976–93) કારકિર્દી દરમિયાન તેણે કુલ 168 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તેણે વાસ્તવવાદી રાજકીય ચલચિત્રોમાં ભૂમિકા ભજવી હતી. દા.ત., મૃણાલ…
વધુ વાંચો >ચલચિત્ર
ચલચિત્ર વિદેશી ચલચિત્રો : લોકરંજન અને લોકશિક્ષણને લગતું કચકડામાં મઢાતું દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ. જગતની પહેલી ફિલ્મ બનાવનાર અને બતાવનાર લૂઈ લૂમિયેની વાત, ફક્ત કેડી કંડારનાર તરીકે જ નહિ, પણ ફિલ્મના માધ્યમનાં ઘણાં મહત્ત્વનાં પાસાં પ્રયોજનાર તરીકે પણ વિગતે કરવી પડે. 28 ડિસેમ્બર 1895ને દિવસે ફ્રાન્સમાં એણે પહેલી જ વાર ફિલ્મ બતાવી…
વધુ વાંચો >ચલતી કા નામ ગાડી
ચલતી કા નામ ગાડી : ગાયક અભિનેતા કિશોરકુમાર નિર્મિત અને અભિનીત ફિલ્મ. સ્વચ્છ પ્રણયપ્રસંગોને પ્રદર્શિત કરતી સર્વાંગસંપૂર્ણ હાસ્યપ્રધાન-સંગીતપ્રધાન ફિલ્મ 1958માં સૌપ્રથમ વાર રજૂઆત પામેલી. તેનું નિર્દેશન ફિલ્મકાર સત્યેન બોઝે સંભાળ્યું હતું. ફિલ્મમાં ત્રણેય કલાકાર ભાઈઓ અશોકકુમાર, અનુપકુમાર અને કિશોરકુમારે તથા નાયિકા તરીકે મધુબાલાએ તેમજ ચરિત્ર અભિનેતા તરીકે સજ્જને અભિનય આપ્યો…
વધુ વાંચો >ચંડીદાસ
ચંડીદાસ : બંગાળી ફિલ્મ. તે બંગાળી ભાષામાં પ્રથમવાર બંગાળની પ્રસિદ્ધ નિર્માણસંસ્થા ન્યૂ થિયેટર્સ દ્વારા નિર્માણ પામી. તેની પટકથા દેવકી બોઝની હતી અને નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. ફિલ્મના તસવીરકાર તરીકે બંગાળના પ્રસિદ્ધ કૅમેરામૅન નીતિન બોઝ હતા પાછળથી તે નિર્દેશક તરીકે પણ ખૂબ જાણીતા થયા. 24 સપ્ટેમ્બર 1932ના રોજ રજૂઆત…
વધુ વાંચો >ચંદ્રલેખા
ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો…
વધુ વાંચો >