English literature

એલિયટ, ટી. એસ.

એલિયટ, ટી. એસ. (જ. 26 સપ્ટેમ્બર 1888, સેંટ લૂઇ, મિઝૂરી, યુ.એસ.; અ. 4 જાન્યુઆરી 1965, લંડન) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના પ્રતિભાવંત કવિવિવેચક. વેપારી અને કલાપ્રેમી પિતા હેન્રી વેર એલિયટ તથા શિક્ષિકા અને કવયિત્રી શાર્લોટ ચૅમ્પ સ્ટાર્ન્સના સાતમા સંતાન તરીકે ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનો જન્મ. પિતાની વિચક્ષણતા અને માતાની સંવેદનશીલતા તેમનામાં…

વધુ વાંચો >

એલિસન રાલ્ફ, (વાલ્ડો)

એલિસન, રાલ્ફ (વાલ્ડો) (જ. 11 માર્ચ 1914, ઑક્લોહોમા, યુ. એસ.; અ. 16 એપ્રિલ 1994, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્ર્વેત સાહિત્યકાર. તેમણે 1933-1936 સુધી ટસ્કેજી સંસ્થામાં શિક્ષણ લીધું અને સંગીતકારની કારકિર્દી માટે તૈયારી કરી, પરંતુ સાહિત્યના વાચને તેમને સાહિત્યસર્જન કરવા પ્રેર્યા. 1936માં તે ન્યૂયૉર્ક નગરના બીજા અમેરિકન અશ્વેત લેખક…

વધુ વાંચો >

ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865)

ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865) : બાળકો માટેની સાહસકથા. ‘લૂઇ કેરોલ’ તખલ્લુસધારી અને ઑક્સફર્ડના ગણિતશાસ્ત્રી ચાર્લ્સ લુટવિજ ડૉજસને (1832-1898) ઍલિસ લિકેલ નામની બાલિકાને કહેલી અને પછીથી લખેલી નવલકથા. બાળકો તેમજ પ્રૌઢોને તે અત્યંત આનંદદાયી વાચન પૂરું પાડે છે. આ નવલકથાના અનુસંધાનમાં ‘થ્રૂ ધ લુકિંગ ગ્લાસ ઍન્ડ વૉટ એલિસ ફાઉન્ડ ધેર’…

વધુ વાંચો >

એલુઆર, પાલ

એલુઆર, પાલ (જ. 14 ડિસેમ્બર 1895, સેં દેની; અ. 18 નવેમ્બર 1952, પૅરિસ) : ફ્રેંચ કવિ. અસલ નામ યુઝેન ગ્રેંદેલ. પૅરિસની સીમા પર મજૂર વિસ્તારમાં નીચલા મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. આરંભમાં ગરીબાઈ અને ગરીબોનાં દુ:ખો વિશેની કવિતા રચી. ઔપચારિક શિક્ષણ પૅરિસમાં એકોલ કાલ્બેરમાં. 1912-14માં ક્ષયરોગને કારણે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરવોમાં આરોગ્યગૃહમાં. અહીં ભાવિ…

વધુ વાંચો >

ઍલેગરી

ઍલેગરી : જુઓ રૂપકગ્રંથિ.

વધુ વાંચો >

એવરીમૅન

એવરીમૅન : ઇંગ્લિશ ‘મૉરાલિટી’ પ્રકારનાં નાટકોમાં સહુથી જાણીતી કૃતિ. આ પ્રકારમાં સામાન્યતયા માણસની મુક્તિ અથવા મોક્ષ માટેની વાંછના અને તે સાથે પાપનું પ્રલોભન – એ બે વચ્ચેનો સંઘર્ષ નિરૂપાય છે. તે સાથે આમાં સંડોવાયેલા સારા અને નરસા સ્વભાવ-વિશેષને સજીવારોપણ દ્વારા સ્થૂળ પાત્રો તરીકે નિરૂપ્યા છે. ‘એવરીમૅન’ નાટકનો વિષય મધ્યકાલીન લોકભોગ્ય…

વધુ વાંચો >

એવલિન, જૉન

એવલિન, જૉન (જ. 31 ઑક્ટોબર 1620, વૉટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 27 ફેબ્રુઆરી 1706, વૉટન) : અંગ્રેજ રોજનીશીકાર અને લેખક. તેમણે લલિત કળાઓ, વનવિદ્યા અને ધાર્મિક વિષયો પર આશરે 30 જેટલાં પુસ્તકો લખ્યાં છે. લગભગ આખી જિંદગી દરમિયાન લખેલી તેમની ડાયરી સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય જીવનને લગતી…

વધુ વાંચો >

એસેઝ (બેકન)

એસેઝ (બેકન) : વિખ્યાત અંગ્રેજ લેખક બેકનના નિબંધો. કિંગ જેમ્સના શાસન દરમિયાન ઍટર્ની જનરલ ને લૉર્ડ હાઈ ચાન્સેલરના પદ સુધી પહોંચનાર સર ફ્રાન્સિસ બેક(1561-1626)ના નિબંધોથી અંગ્રેજી ભાષામાં નવું સાહિત્યસ્વરૂપ શરૂ થયેલ. તેના લેખકને 1621માં લાંચ લેવાના આરોપસર 40,000 પાઉન્ડ દંડ ને કેદની સજા થાય છે. તે વિપરીત સંજોગો તેમને લેખન…

વધુ વાંચો >

એસેઝ (મૉન્તેન)

એસેઝ (મૉન્તેન) : નિબંધનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ફ્રેન્ચ લેખક માઇકેલ-દ-મૉન્તેન(જ. 28 ફેબ્રુઆરી 1533, બારેદા, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર 1592)ના નિબંધો. તેમના ઘડતરમાં જ્યૉર્જ બૂચનાન, માર્ક આન્તવેન મૂર જેવા શિક્ષકોનું માર્ગદર્શન અને બોએટીની મૈત્રી નોંધપાત્ર પરિબળો હતાં. દેશની લગભગ આંતરવિગ્રહ જેવી અરાજકતાથી તથા કૌટુંબિક જીવનમાં ઉપરાઉપરી મૃત્યુની કરુણ ઘટનાઓથી અત્યંત ખિન્ન…

વધુ વાંચો >

એસેઝ ઑવ્ ઇલિયા

એસેઝ ઑવ્ ઇલિયા : લલિત નિબંધના પ્રવર્તક વિખ્યાત નિબંધકાર ચાર્લ્સ લૅમ્બ(જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન)ના નિબંધો. 17 વર્ષની નાની વયે ઈસ્ટ ઇન્ડિયા હાઉસમાં નોકરી સ્વીકારી અને 1825માં ત્યાંથી નિવૃત્ત થયા. યુવાન વયનો નિષ્ફળ પ્રેમપ્રસંગ તેમના ચિત્તતંત્ર માટે ભૂકંપરૂપ ઘટના બની રહ્યો. માનસિક તણાવના એ દિવસોમાં…

વધુ વાંચો >