English literature
સ્મિથ ઝેદી
સ્મિથ, ઝેદી (જ. 1975, લંડન) : બ્રિટિશ મહિલા નવલકથાકાર. મૂળ નામ સેદી સ્મિથ. માતા જમૈકાનાં વતની અને પિતા અંગ્રેજ. 14 વર્ષની ઉંમરે પોતાના નામ Sadieનો સ્પેલિંગ તેમણે Zadie રાખ્યો. નાનપણમાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ લખતા. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. 1998માં બી.એ.ની ઉપાધિ મેળવી. આ ગાળામાં ‘વ્હાઇટ ટીથ’નાં પ્રથમ…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >હર્નાન્દેઝ યોઝ
હર્નાન્દેઝ, યોઝ (જ. 10 નવેમ્બર 1834, ચેક્રા દ પ્યુરેડન, બિયોનેસ એરિસ; અ. 21 ઑક્ટોબર 1886, બેલ્ગ્રેનો, બિયોનેસ એરિસ) : આર્જેન્ટિન કવિ, આર્જેન્ટિના અને પમ્પાસનાં ઘાસનાં મેદાનોમાં ઘોડા પર સવાર થઈને ઘેટાં ચારતી વિચરતી જાતિના હૂબહૂ ચિત્રણ માટે જાણીતા. માંદગીના કારણે 14 વર્ષની વયે તેમણે બિયોનેસ એરિસ છોડ્યું અને પમ્પાસમાં રહેવા…
વધુ વાંચો >હર્બર્ટ જ્યૉર્જ
હર્બર્ટ જ્યૉર્જ (જ. 3 એપ્રિલ 1593, મૉન્ટ્ગોમેરી, વેલ્સ; અ. 1 માર્ચ 1633, બેમેર્ટન, વિલ્ટશાયર) : અંગ્રેજી આધ્યાત્મિક કવિ. જાણીતા તત્વજ્ઞાની તથા કવિ ઍડવર્ડ હર્બર્ટના નાના ભાઈ. શબ્દોની પસંદગીની પ્રભાવકતા તથા શુદ્ધતા માટે નોંધપાત્ર. તેમની માત્ર 3 વર્ષની વયે પિતાનું અવસાન થયું. 1608માં માતાએ ફરી લગ્ન કર્યાં. ઘર, વેસ્ટમિન્સ્ટર શાળા અને…
વધુ વાંચો >હલ સારા જૉસેફ (બ્યુલ)
હલ, સારા જૉસેફ (બ્યુલ) (જ. 24 ઑક્ટોબર 1788, ન્યૂ પૉટ, ન્યૂ હેમ્પશાયર, અમેરિકા; અ. 30 એપ્રિલ 1879, ફિલાડેલ્ફિયા) : અમેરિકાની મહિલાવાદી નેત્રી, કવયિત્રી, નવલકથાકાર અને સંપાદક. અઢારમી સદીના આરંભે અમેરિકામાં મહિલાશિક્ષણ નહિવત્ હતું ત્યારે ભાઈ હોરેશિયો પાસે વાંચન-લેખન શીખી, મોડેથી સ્નાતક બન્યાં તેમજ થોડા સમય માટે શિક્ષિકા બન્યાં. 25ની વયે…
વધુ વાંચો >હાર્ડી ટૉમસ
હાર્ડી, ટૉમસ (જ. 2 જૂન 1840, અપર બોખેમ્પ્ટન, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1928, ડોર્ચેસ્ટર, ડોર્સેટ) : અંગ્રેજ કવિ અને રાષ્ટ્રના મુખ્ય પ્રાદેશિક નવલકથાકારો પૈકીના નૈર્ઋત્ય વાળા ઇંગ્લૅન્ડના વેસેક્સ નામના એક કાલ્પનિક પ્રદેશની પૃષ્ઠ ભૂમિકામાં લખાયેલી નવલકથાઓના રચયિતા. ‘ધ રીટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’ (1886), ‘ટેસ…
વધુ વાંચો >હીની સીમસ
હીની, સીમસ (જ. 13 એપ્રિલ 1939, કાઉન્ટી લંડનડેરી, આયર્લૅન્ડ) : આઇરિશ કવિ. તેમને આયર્લૅન્ડની રોજિંદી અલૌકિક ઘટનાઓ અને જીવંત ભૂતકાળ નિરૂપતી ઉદ્દીપ્ત ભાવનાઓનું લાવણ્ય અને નૈતિક ઊંડાણવાળી તેમની કાવ્યકૃતિઓ માટેનું 1995ના વર્ષનો વિશ્વનો સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. તેમના પિતા પેટ્રિક હીની ઉત્તર આયર્લૅન્ડના કૅથલિકપંથી ખેડૂત હતા અને કેટલ-ફાર્મ ધરાવતા…
વધુ વાંચો >હુસમૅન આલ્ફ્રેડ એડવર્ડ (Housman Alfred Edward)
હુસમૅન, આલ્ફ્રેડ એડવર્ડ (Housman, Alfred Edward) (જ. 26 માર્ચ 1859, ફૉકબેરી, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 1936, કેમ્બ્રિજ) : અંગ્રેજ કવિ. સીધી સાદી શૈલીમાં રોમૅન્ટિક નિરાશાવાદનાં ઊર્મિગીતોના રચયિતા. પિતા સૉલિસિટર. સાત ભાઈભાંડુઓમાંના એક. માતા તરફ ખાસ પક્ષપાત; પરંતુ બાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થતાં તીવ્ર આઘાતની લાગણી થઈ. આ…
વધુ વાંચો >હેઝલિટ વિલિયમ
હેઝલિટ, વિલિયમ (જ. 10 એપ્રિલ 1778, મેડસ્ટોન; અ. 18 સપ્ટેમ્બર 1830) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. એમની ઇચ્છા અનુસાર 1793માં હેઝલિટે હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જોકે એમને ધર્મશાસ્ત્રથી વિશેષ તો ફિલસૂફી અને રાજકારણમાં રસ હતો. 1798માં કોલરિજ અને વર્ડ્ઝવર્થ સાથે એમનું મિલન થયું. એ…
વધુ વાંચો >હેમિંગ્વે અર્નેસ્ટ
હેમિંગ્વે, અર્નેસ્ટ (જ. 21 જુલાઈ 1899, ઑક પાર્ક, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 2 જુલાઈ 1961, કેટયસ, ઇડાહો) : અમેરિકન નવલકથાકાર તેમજ વાર્તાકાર. સાહિત્યકાર ઉપરાંત તેમના રોમાંચકારી વ્યક્તિત્વે વિશાળ જનસમાજ પર પ્રભાવ પાડ્યો હતો. તેઓ પત્રકાર હતા અને એક અચ્છા શિકારી હતા. 1954ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના તેઓ વિજેતા હતા. તેમની જાણીતી…
વધુ વાંચો >