English literature
મેરેડિથ, જ્યૉર્જ
મેરેડિથ, જ્યૉર્જ (જ. 12 ફેબ્રુઆરી 1828, પૉટર્સ્મથ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 મે 1909, બૉક્સહિલ, સરે) : આંગ્લ કવિ અને નવલકથાકાર. પૉટર્સ્મથ, સાઉથ સી અને ત્યારબાદ નેઉવીડ, જર્મનીમાં અભ્યાસ. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, માત્ર 17 વર્ષની વયે લંડનના સૉલિસિટરને ત્યાં વકીલાતની તાલીમ લીધી. પરંતુ, જ્યૉર્જને કાનૂની ઝંઝટ કરતાં લેખનમાં…
વધુ વાંચો >મૅલમડ, બર્નાર્ડ
મૅલમડ, બર્નાર્ડ (જ. 26 એપ્રિલ 1914, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 1986) : અમેરિકાના નવલકથાકાર તથા ટૂંકી વાર્તાના લેખક. યહૂદી માતાપિતા મૂળ રશિયામાંથી સ્થળાંતર કરી અમેરિકામાં સ્થાયી થયેલાં. તે યહૂદી પરંપરાના લેખક મનાય છે. તેમની નવલો તેમજ ટૂંકી વાર્તાઓમાં બ્રુકલિન, મૅનહટન તથા બ્રૉન્ક્સમાં વસતા અમેરિકન યહૂદીઓ જ સાદ્યંત કેન્દ્રસ્થાને રહેતા આવ્યા છે.…
વધુ વાંચો >મેલર, નૉર્મન
મેલર, નૉર્મન (જ. 31 જાન્યુઆરી 1923, લાગ બ્રાન્ચ, ન્યૂ જર્સી) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર, નિબંધકાર, ચરિત્રલેખક, કવિ અને ચલચિત્રદિગ્દર્શક તથા અભિનેતા. ઉછેર બ્રુકલિનમાં. શિક્ષણ હાર્વર્ડ અને સૉબૉર્ન, પૅરિસમાં. 1943માં હાર્વર્ડમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક. તે અરસામાં 20 વર્ષની વયે મનોરોગીની ઇસ્પિતાલના દર્દીઓના જીવન વિશે ‘એ ટ્રાન્ઝિટ ટુ નાર્સિસસ’ નવલકથા લખી રાખી…
વધુ વાંચો >મેલવિલ, હર્મન
મેલવિલ, હર્મન (જ. 1 ઑગસ્ટ 1819, ન્યૂયૉર્ક; અ. 28 સપ્ટેમ્બર 1891) : અમેરિકન નવલકથાકાર અને કવિ. મેલવિલનો પિતૃપક્ષ અને માતૃપક્ષ બંને ક્રાંતિકારી યુદ્ધ સાથે સંકળાયેલા હતા. કમિશન મર્ચન્ટ તરીકે ધીકતી કમાણી કરતા પિતા એલન અને માતા મારિયા ગેન્સવૂર્ટનાં 8 સંતાનોમાંના ત્રીજા સંતાન મેલવિલનો 11 વર્ષની વય સુધીનો ઉછેર સુખમાં રહ્યો,…
વધુ વાંચો >મૅસફીલ્ડ જૉન
મૅસફીલ્ડ જૉન (જ. 1 જૂન 1878, લેડબરી, ઇંગ્લૅન્ડ; અ. 12 મે 1967, ઍબિંગ્ડન, બર્કશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર, વિવેચક અને નાટ્યલેખક. 1930માં રાજકવિ (Poet Laureate) તરીકે નિમણૂક; અંગ્રેજી સાહિત્યમાં સૌથી દીર્ઘકાળ સુધી એટલે કે 37 વર્ષ સુધી તેઓ રાજકવિપદે રહ્યા. 13 વર્ષની વયે તેઓ સાગરખેડુ તરીકેના તાલીમાર્થી બન્યા. એ સાગર-સફરમાં…
વધુ વાંચો >મૉરિસન, ટોની
મૉરિસન, ટોની (જ. 18 ફેબ્રુઆરી 1931, લૉરેન, ઓહાયો) : અમેરિકાનાં મહિલા નવલકથાકાર. તેમણે અશ્વેત માટે અનામત એવી વૉશિંગ્ટન ડી.સી.ની યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને કૉર્નેલ યુનિવર્સિટીમાંથી 1955માં અંગ્રેજી સાથે અનુસ્નાતક બન્યાં. પછી તેમણે હાર્વર્ડ, યેલ અને ન્યૂયૉર્કની રાજ્ય યુનિવર્સિટીઓ સહિત અનેક યુનિવર્સિટીઓ ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1965માં તે…
વધુ વાંચો >મૉરેસ, ડૉમ
મૉરેસ, ડૉમ (જ. 19 જુલાઈ 1938, મુંબઈ; અ. 2 જૂન, 2004 મુંબઈ) : અંગ્રેજીમાં લખતા ભારતીય કવિ. તેમના કાવ્યસંગ્રહ ´સેરેન્ડિપ´ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1994ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. તેમના લેખક-પિતા (અને એક વખતના ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ના તંત્રી) ફ્રૅન્ક મૉરેસ સાથે તેમણે નાનપણમાં જ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને અગ્નિ એશિયાના દેશોનો…
વધુ વાંચો >મૉર્નિંગ ફેસ
મૉર્નિંગ ફેસ (1968) : ભારતીય નવલકથાલેખક, નિબંધકાર અને કલાવિવેચક મુલ્કરાજ આનંદ(જ. 1905)ની આત્મકથાત્મક નવલ. આત્મકથાના 7 ગ્રંથોની મહત્વાકાંક્ષી શ્રેણીનો આ સુદીર્ઘ અને પ્રથમ ગ્રંથ છે. આ નવલકથામાં પંજાબની પાર્શ્વભૂમિકામાં લાલા લજપતરાય, રોલૅટ કાયદા તથા જલિયાંવાલા બાગના સમયગાળાનાં હિંસક તથા ઉદ્દામવાદી ઉશ્કેરાટભર્યાં વર્ષોનું કથાચિત્રણ છે. બહુવિધ પ્રસંગોની હારમાળા કૃષ્ણ નામના કિશોરના…
વધુ વાંચો >મ્યૂટિની ઑન ધ બાઉન્ટી
મ્યૂટિની ઑન ધ બાઉન્ટી (1932) : મધદરિયે જહાજ પર યોજાતા બળવાને લગતી આંગ્લ નવલકથા. ચાર્લ્સ મૉર્ડોફ તથા જેમ્સ નૉર્મન હૉલ તેના સહલેખકો છે. અસામાન્ય સફળતા પામેલી આ નવલકથા સત્ય ઘટના પર આધારિત છે. અંગ્રેજી યુદ્ધ-જહાજ એચ. એમ. એસ. બાઉન્ટી પર 1789માં આ બળવો પ્રસર્યો હતો. એ જહાજના કપ્તાનના મુખ્ય સાથી…
વધુ વાંચો >મ્યૂર, એડ્વિન
મ્યૂર, એડ્વિન (જ. 15 મે 1884, ડિયરનેસ, ઑર્કની, સ્કૉટલૅન્ડ; અ. 3 જાન્યુઆરી 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજીમાં લખતા સ્કૉટિશ કવિ, વિવેચક અને અનુવાદક. ખેડૂતપુત્ર મ્યૂરે કર્કવૉલમાં શિક્ષણ લીધું. 14 વર્ષની વયે ગ્લાસગો ગયા અને 1919માં નવલકથાકાર વિલા ઍન્ડરસન સાથે લગ્ન કર્યા બાદ લંડનમાં સ્થાયી થઈ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે રોમ, સ્કૉટલૅન્ડ…
વધુ વાંચો >