English literature
ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન
ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા…
વધુ વાંચો >ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ
ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી…
વધુ વાંચો >ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ
ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ (જ. 6 ઑગસ્ટ 1809, સૉમર્સ્બી, લિંકનશાયર; અ. 6 ઑક્ટોબર 1892, ઓલ્ડવર્થ, હેઝલમિયર) : ઓગણીસમી સદીના મહાન અંગ્રેજ કવિ. તે માતા-પિતાનું ચોથું સંતાન હતા. પિતા રૅક્ટર હતા અને કાવ્યો રચતા હતા. આ વત્સલ ભાષાવિદ પિતાનો મોટો ગ્રંથસંચય હતો. ટેનિસને પિતાના માર્ગદર્શનથી છ વર્ષની શિશુવયે ગ્રીક, લૅટિન અને અંગ્રેજી…
વધુ વાંચો >ટેમ્પેસ્ટ, ધ
ટેમ્પેસ્ટ, ધ (પ્રથમ વાર ભજવાયું આશરે 1611માં, ફર્સ્ટ ફૉલિયોમાં પ્રકાશન 1623) : શેક્સપિયરની રોમાન્સ પ્રકારની નાટ્યકૃતિ. રંગભૂમિ ગ્લોબ થિયેટર પરથી ખસી અંતર્ગૃહ શૈલીના બ્લૅકફ્રાયર્સ થિયેટરમાં સ્થિર થઈ એ સંદર્ભમાં આ નાટકમાં શેક્સપિયરને રંગભૂમિના વ્યવસાયી કસબી તરીકે જોઈ શકાય છે. ‘ટેમ્પેસ્ટ’માં સ્થળ, સમય અને કાર્યની ત્રણેય સંધિ સાંગોપાંગ જળવાઈ છે. અહીં…
વધુ વાંચો >ટૈંગ, મોહમ્મદ યૂસુફ
ટૈંગ, મોહમ્મદ યૂસુફ (જ. 1935, શુપિયન, કાશ્મીર) : જમ્મુ-કાશ્મીરના સાહિત્યકાર-વિવેચક અને નિબંધકાર. એમના પરિવારનો ધંધો ફળો વેચવાનો, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શોપિયનમાં લીધું હતું. પછી ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. (ઓનર્સ). અભ્યાસ બાદ શ્રીનગરથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘જહાની નાવ’ના તંત્રી થયા. આ એમની કારકિર્દીની શરૂઆત હતી. શમીમ એહમદ શમીમ સાથે કામ કરવાનો પોકો…
વધુ વાંચો >ટૉમસ, ડિલન માર્લે
ટૉમસ, ડિલન માર્લે (જ. 1914, સ્વાન્સી, દક્ષિણ વેલ્સ, ગ્રેટ બ્રિટન; અ. 1953, ન્યૂયૉર્ક) : અંગ્રેજી કવિ. નાની વયે કવિતાની રચના કરવા માંડી. શરૂઆતમાં પત્રકાર તરીકે કાર્ય કરેલું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘18 પોએમ્સ’ 1934માં પ્રસિદ્ધ થયો. ‘ટ્વેન્ટી-ફાઇવ પોએમ્સ’-(1936)ની એડિથ સિટવેલ અને અન્ય કવિઓ–વિવેચકોએ પણ નોંધ લીધી. પત્રકારત્વની સાથે સાથે રેડિયો વાર્તાલાપ…
વધુ વાંચો >ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ
ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ (જ. 9 સપ્ટેમ્બર 1828; અ. 20 નવેમ્બર 1910) : રશિયન નવલકથાકાર, ચિંતક, નાટકકાર. મૉસ્કોથી 200 કિમી. દૂર દક્ષિણમાં આવેલી યાસ્નાયા પોલ્યાનાની, વારસામાં મળેલી, દેવાથી ડૂબેલી કુટુંબની જાગીરને તારવા ટૉલ્સ્ટૉયના પિતાએ અત્યંત શ્રીમંત નબીરાની અનાકર્ષક અને પોતાનાથી પાંચ વર્ષ મોટી પ્રિન્સેસ મારિયા સાથે લગ્ન કરેલું. ટૉલ્સ્ટૉય પિતાનું ચોથું…
વધુ વાંચો >ટ્વેન, માર્ક
ટ્વેન, માર્ક (જ. 30 નવેમ્બર 1835, મિઝુરી, ફ્લૉરિડા; અ. 21 એપ્રિલ 1910, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકન લેખક. મૂળ નામ સૅમ્યુઅલ લૅંગહૉર્ન ક્લૅમન્સ. ‘માર્ક ટ્વેન’ એટલે વહાણવટાની પરિભાષામાં પાણીની સહીસલામત સપાટી દર્શાવતો ઉદગાર. તખલ્લુસ તરીકે તેમણે એનો પહેલવહેલો ઉપયોગ 1863માં કર્યો. 1865માં એમની ટૂંકી વાર્તા ‘ધ જમ્પિંગ ફ્રૉગ’ને મળેલી પ્રસિદ્ધિ પછી…
વધુ વાંચો >ડચ ભાષા અને સાહિત્ય
ડચ ભાષા અને સાહિત્ય : નેધરલૅન્ડ્ઝની ભાષા. ડચ ભાષા બોલનાર સમજનાર જનસંખ્યા બે કરોડથી વિશેષ છે. નેધરલૅન્ડ્ઝમાં રાષ્ટ્રીય સીમાડાના ગણ્યાગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં ડચ ભાષા બોલાય છે. દક્ષિણ આફ્રિકામાં ડચ સત્તાધીશોએ સ્થાપેલ સંસ્થાનોમાં 30 લાખથી વધુ આફ્રિકાવાસીઓ માતૃભાષા તરીકે ડચ ભાષામાં વિચાર-વિનિમય કરે છે. આ ભાષામાં ડચ, જર્મન, ફ્રેન્ચ અને…
વધુ વાંચો >ડન, જૉન
ડન, જૉન (જ. 1572, લંડન; અ. 31 માર્ચ 1631, લંડન) : આંગ્લ કવિ અને ધર્મોપદેશક. ધર્મચુસ્ત કૅથલિક પરિવારમાં જન્મ. ઑક્સફર્ડ તથા કેમ્બ્રિજ ખાતે શિક્ષણ લીધા પછી લંડનમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1598માં ટૉમસ ઇગરટનના સેક્રેટરી નિમાયા. તેમને માટે ઉજ્જ્વળ કારકિર્દીની તકો ઊભી થઈ હતી પણ એ રોળાઈ ગઈ. પોતાના જ આશ્રયદાતાની…
વધુ વાંચો >