Education
ફલ્ટન, જૉન સ્કૉટ બેરન
ફલ્ટન, જૉન સ્કૉટ, બેરન (જ. 27 મે 1902, ડુંડી, સ્કૉટલૅન્ડ; અ. 14 માર્ચ 1986, થૉર્નટન ડાલે, નૉર્થ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ કેળવણીકાર. તેમણે સેંટ એન્ડ્રુઝ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ ખાતે પ્રાધ્યાપક તરીકે થોડો સમય સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >ફલ્ટન સમિતિ
ફલ્ટન સમિતિ : ઇંગ્લૅન્ડમાં વહીવટી જાહેર સેવાઓની સુધારણા માટે 1968માં નિમાયેલ સમિતિ. તેનો મુખ્ય ઉદ્દેશ નવી શિક્ષણપદ્ધતિ તથા બદલાયેલી જવાબદારીઓના સંદર્ભમાં જાહેર સેવાઓમાં જરૂરી સુધારાઓ માટેની ભલામણ કરવાનો હતો. વહીવટી તંત્રમાં સામાન્યજ્ઞ અને વિશેષજ્ઞ એમ બે મુખ્ય કાર્યશ્રેણી હોય છે. વહીવટના કુશળ સંચાલનમાં આ બે શ્રેણીઓમાંથી કોને પ્રાધાન્ય આપવું તે…
વધુ વાંચો >ફિશર, વેલ્ધી
ફિશર, વેલ્ધી (જ. 1879, રોમ, ઇટાલી; અ. 16 ડિસેમ્બર 1980, સાઉથબરી, યુનાઇટેડ સ્ટેટ્સ) : જન્મ લુહાર પિતા અને શિક્ષિકા માતાને ત્યાં. યશસ્વી વિદ્યાર્થીકાળ પતાવી સ્નાતિકા થઈ શિક્ષિકા બન્યાં. યુરોપી સંસ્થાનવાદ ત્યારે ઉગ્ર ચરણમાં હતો ત્યારે વેટિકનની આજ્ઞાથી ખ્રિસ્તી ધર્માંતરણ વ્યાપક રૂપે ચાલતું હતું. વેલ્ધી એક એવા ખ્રિસ્તી સંઘમાં જોડાયા. 1906થી…
વધુ વાંચો >ફ્રૉબેલ, ફ્રેડરિક
ફ્રૉબેલ, ફ્રેડરિક (જ. 21 એપ્રિલ 1782, ઓબરવિઝબાખ, ટુરિંગિયા, જર્મની; અ. 21 જૂન 1852, મેરિયેન્ટલ, ટુરિંગિયા, જર્મની) : બાલશિક્ષણ માટેની કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા. આખું નામ ફ્રેડરિક વિલ્હેમ ઑગસ્ટ ફ્રૉબેલ. બાલ્યાવસ્થામાં ઘણું દુ:ખ વેઠ્યું. તેમના જન્મ પછી થોડા સમયમાં માતાનું મૃત્યુ થયેલું. તેમને પિતા તથા મામાએ ઉછેર્યા. મામાએ તેમને નિશાળે મોકલ્યા, પણ…
વધુ વાંચો >બક્ષી, ઉપેન્દ્ર
બક્ષી, ઉપેન્દ્ર (જ. 9 નવેમ્બર 1938, રાજકોટ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતના ન્યાયવિદ. પિતાનું નામ વિષ્ણુપ્રસાદ, માતાનું નામ મુક્તાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ., 1962માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. તથા 1967માં એલએલ.એમ. અને અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ જ્યુરિસ્ટિક સાયન્સની પદવી મેળવી. તેમની કાયદાશાસ્ત્રના…
વધુ વાંચો >બટલિન, બિલી
બટલિન, બિલી (જ. 1899, દક્ષિણ આફ્રિકા; અ. 1980) : હૉલિડે કૅમ્પના આદ્ય પ્રણેતા. પોતાનાં માતાપિતા સાથે તે કૅનેડામાં વસવાટ કરવા ગયા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવી. પછી 5 પાઉન્ડ જેટલી મામૂલી મૂડી ગજવામાં નાખી ઇંગ્લૅન્ડ જવા નીકળી પડ્યા, ત્યાં એક આનંદમેળા(‘ફન-ફેર’)માં થોડો વખત નોકરી કરી અને તે પછી પોતાનો સ્વતંત્ર…
વધુ વાંચો >બધેકા, ગિજુભાઈ
બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >બનારસ હિંદુ યુનિવર્સિટી
બનારસ હિંદુ યુનિવર્સિટી : ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં આવેલી વિશિષ્ટ યુનિવર્સિટી. નામ પ્રમાણે તેમાં કેવળ હિંદુઓને જ પ્રવેશ અપાય છે એવું નથી. બધા ધર્મો અને જ્ઞાતિઓના લોકોને કશા ભેદભાવ વિના તેમાં પ્રવેશ અપાય છે. 1904માં આવી યુનિવર્સિટીની સ્થાપનાનો વિચાર પ્રસ્તુત થયો. તેના મુખ્ય પ્રેરક મહારાજા પ્રભુનારાયણ સિંહ હતા. પંડિત મદનમોહન માલવીય, મહારાજા…
વધુ વાંચો >બાયજૂ રવીન્દ્રન્
બાયજૂ રવીન્દ્રન્ (જ. 1980, અઝીકોડ, કુન્નૂર, કેરળ) : શૈક્ષણિક સ્ટાર્ટ અપ બાયજૂ’સના સ્થાપક અને બાયજૂ’સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર-સીઈઓ. આ બાયજૂ રવીન્દ્રન્ મૂળ કેરળના કુન્નૂર જિલ્લાસ્થિત અઝીકોડ ગામના. બાયજૂ રવીન્દ્રનનું પ્રારંભિક શિક્ષણ અઝીકોડમાં જ મલયાળમ માધ્યમની શાળામાં થયું. આ શાળામાં બાયજૂનાં માતા શોભનવલ્લી ગણિતનાં શિક્ષિકા હતાં. પિતા રવીન્દ્રન્ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક તરીકે…
વધુ વાંચો >બાલવાડી
બાલવાડી : પ્રાથમિક શિક્ષણના ઔપચારિક આરંભ પૂર્વે બાળકને સ્વાભાવિક રીતે શિક્ષણાભિમુખ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તથા તે સંબંધી સંસ્થા. આવી સંસ્થાઓ વિવિધ નામે ઓળખાય છે. તેમાં બાલવાડી એક છે. જર્મનીના ફ્રીડરિખ ફ્રૉબેલ (1782–1852) અને ઇટાલીનાં મારિયા મૉન્ટેસૉરી(1870–1952)એ બાલવાડીની સંકલ્પના આપી. બાલવાડી નાનકડી શાળા કે શાળાનો વિશેષ વર્ગ છે. ત્રણથી પાંચ વર્ષની…
વધુ વાંચો >