Economics
વાર્ષિક હિસાબો
વાર્ષિક હિસાબો : વેપારી અથવા ઔદ્યોગિક પેઢી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા નાણાકીય વ્યવહારોનું તેણે વર્ષાન્તે તૈયાર કરેલું કોઠાકીય (tabular) વિવરણ. આ વિવરણ/વાર્ષિક હિસાબોમાં (1) સરવૈયું, (2) નફો અને નુકસાન ખાતું/આવક અને ખર્ચ ખાતું તથા (3) રોકડ ભંડોળ પ્રવાહપત્રક આટલાંનો સમાવેશ થાય છે. જો પેઢી લિમિટેડ કંપની હોય તો તેણે…
વધુ વાંચો >વાલરા લિયોન
વાલરા લિયોન (જ. 1834; અ. 1910) : અર્થશાસ્ત્રમાં ગણિતશાસ્ત્રની શાખા(Mathematical School)ના સંસ્થાપક ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. તેઓ વિલિયમ સ્ટન્લે જેવન્સ (183582) અને કાર્લ મેન્જર (1840-1921) એ બે અગ્રણી અર્થશાસ્ત્રીઓના સમકાલીન હતા. તેમના પિતા ઑગસ્ટ વાલરાના પ્રોત્સાહનથી તેઓ અર્થશાસ્ત્ર તરફ વળ્યા. તે પૂર્વે તેમણે વિવિધ વ્યવસાયોમાં નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો; દા. ત.,…
વધુ વાંચો >વિકરી, વિલિયમ
વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…
વધુ વાંચો >વિકસિત અને વિકાસશીલ દેશો
વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…
વધુ વાંચો >વિકાસ
વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…
વધુ વાંચો >વિક્રયપાત્ર અધિશેષ
વિક્રયપાત્ર અધિશેષ : કોઈ પણ વસ્તુના કુલ ઉત્પાદનમાંથી અંગત કે પરિવારના વપરાશ માટે આરક્ષિત કર્યા પછી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતો વધારાનો જથ્થો અથવા વિક્રય થતો અધિશેષ. વિનિમયપ્રધાન વિકસિત અર્થતંત્રમાં માણસ, પ્રદેશ કે દેશ પોતે અન્યના મુકાબલે અધિક અનુકૂળતા ધરાવતો હોય તે ચીજ કે સેવા પેદા કરે છે, બજારમાં તે…
વધુ વાંચો >વિક્સેલ, નટ
વિક્સેલ, નટ (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રની ‘સ્ટૉકહોમ વિચારસરણી’ના મુખ્ય ઉદ્ગાતા સ્વીડિશ અર્થશાસ્ત્રી. સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીમાં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1885માં ગણિત વિષયમાં સ્નાતક અને 1895માં તે જ વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી. દરમિયાન જે. એસ. મિલ, કાર્લ મૅન્જર અને બોહેમ બેવર્ક જેવા તે જમાનાના અગ્રણી અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતોનું તલસ્પર્શી…
વધુ વાંચો >વિદેશી સહાય (foreign aid)
વિદેશી સહાય (foreign aid) : વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે કે કુદરતી – માનવસર્જિત આપત્તિઓમાં સહાય માટે વિકસિત દેશોની સરકારો અને અન્ય સંગઠનો દ્વારા ઉદાર શરતોએ આપવામાં આવતાં ધિરાણો અને અનુદાનો. બજારતંત્ર દ્વારા જે ધિરાણો પ્રાપ્ત ન થઈ શકે તેનો સમાવેશ સામાન્ય રીતે વિદેશી સહાયમાં કરવામાં આવે છે. વિદેશી સહાયના…
વધુ વાંચો >વિનિમય-અંકુશ
વિનિમય–અંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે. જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં…
વધુ વાંચો >વિશેષ ઉપાડ હક (SDR)
વિશેષ ઉપાડ હક (SDR) : આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના નિરાકરણ માટે તથા આંતરરાષ્ટ્રીય અનામતોમાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (international monetary fund, IMF) હેઠળ ઊભી કરવામાં આવેલ અનન્ય અથવા અનુપમ વ્યવસ્થા. તે ‘પેપર-ગોલ્ડ’ના નામથી પણ ઓળખાય છે, જેના સર્જનનો ઠરાવ 1967માં રિઓ દ જાનેરો ખાતે મળેલ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને…
વધુ વાંચો >