Drama

હયવદન (1971)

હયવદન (1971) : મૂળ કન્નડ ભાષામાં લખાયેલું જાણીતું નાટક. તે સુપ્રસિદ્ધ નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા ગિરીશ રઘુનાથ કર્નાડ(જ. 3 મે 1938)ની પ્રખ્યાત નાટ્યકૃતિ છે. 1975માં તેમણે પોતે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. આજે ભારતની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ ઉપલબ્ધ છે અને તેના સંખ્યાબંધ સફળ નાટ્યપ્રયોગો થયા છે. જર્મન વાર્તાકાર…

વધુ વાંચો >

હરચરણસિંગ

હરચરણસિંગ [જ. 10 ડિસેમ્બર 1914, ચાક-576, જિ. શેખુપુરા (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી નાટ્યકાર. તેમને તેમના નાટક ‘કલ, આજ તે ભાલક’ (1973) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને ઇતિહાસમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી થિયેટર ટ્રેડિશન્સ ઇન પંજાબ’ પર 1973માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરિશ્ચન્દ્ર બીજો

હરિશ્ચન્દ્ર બીજો : પારસી કલાકારોએ લંડનમાં ભજવેલું રણછોડભાઈ ઉદયરામનું નાટક. રણછોડભાઈ ઉદયરામ દવેના ‘હરિશ્ચન્દ્ર’ નાટકમાં ફેરફાર કરી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીમાં શનિવાર તા. 30–10–1875ની રાત્રે પારસી કલાકારોને લઈ આ નાટક ભજવ્યું. ખુરશેદજી બાલીવાલાએ આ નાટક લંડનમાં ભજવી પુરસ્કાર મેળવ્યો હતો. ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ સને 1921માં ‘રાજા હરિશ્ચન્દ્ર’ નામે પણ…

વધુ વાંચો >

હવેલી (1977)

હવેલી (1977) : કવિ ઉમાશંકર જોષીના સન 1951માં પ્રગટ થયેલા દ્વિતીય એકાંકીસંગ્રહ ‘શહીદ અને બીજાં નાટકો’નું નવસંસ્કરણ; જેમાં મૂળ અગિયાર એકાંકીઓ ઉપરાંત બે અન્ય મૌલિક એકાંકીઓ ‘હવેલી’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ‘ઇફિજિનિયા’ના પરાકાષ્ઠા-દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય-અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમાં…

વધુ વાંચો >

હેન્ડ્કે, પીટર (Handke, Peter)

હેન્ડ્કે, પીટર (Handke, Peter) (જ. 6 ડિસેમ્બર 1942, ગ્રીફેન, ઑસ્ટ્રિયા) : 2019નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયાના નવલકથાકાર, નાટ્યલેખક, કવિ, નિબંધકાર, ફિલ્મનિર્દેશક અને પટકથા લેખક. તેમના પિતા એરિફ શ્યોનેમાન બૅંકમાં ક્લર્ક અને જર્મન સૈનિક હતા. પિતાને તો પોતે મોટા થયા ત્યાં સુધી તેમણે જોયા નહોતા. પછી તેમની માતા મારિયા ટ્રામ…

વધુ વાંચો >

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક)

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક) (જ. 22 નવે. 1930, બરિ સેંટ એડમંડસ્, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ નાટ્યદિગ્દર્શક અને થિયેટર-મૅનેજર. બ્રિટનની વિશ્વવિખ્યાત નાટકકંપનીઓ રૉયલ શેક્સપિયર કંપની અને રૉયલ નેશનલ થિયેટરના પ્રણેતા. પર્સ સ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ. રશિયન ભાષા પણ શીખ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી વેળા અવેતન (amateur) દિગ્દર્શક તરીકે અનેક નાટકો ભજવ્યાં અને…

વધુ વાંચો >