Drama
ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન
ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન : જુઓ ‘ઇપ્ટા’.
વધુ વાંચો >ઇન્દરસભા
ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…
વધુ વાંચો >ઇન્સ્પેક્ટર જનરલ
‘ઇન્સ્પેક્ટર જનરલ’ (1836) : રૂસી નાટ્યકાર નિકોલાઇ વસિલ્યેવિચ ગોગૉલ(1804-1852)નું જગવિખ્યાત પ્રહસન. મૂળ રૂસી નામ ‘રિવિઝોર’. નાટકની સાથે જ એક ઉક્તિ છપાયેલી હતી : ‘પ્રતિબિંબ વિકૃત હોય તો દર્પણનો દોષ ના કાઢશો.’ આ પ્રહસનમાં દરેક પ્રેક્ષક પોતાનું પ્રતિબિંબ જોઈ ગોગૉલનો દોષ કાઢતો; પરંતુ ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં અધિકારીવર્ગ પરના કટાક્ષને બદલે સર્જકને…
વધુ વાંચો >ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)
ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન – ભારતીય લોકનાટ્ય સંઘ) : નાટક, થિયેટર, નૃત્ય, બૅલે, ફિલ્મ વગેરે અનેક માધ્યમોથી દેશભરમાં લોકજાગૃતિ પ્રેરવા સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1943. 1941માં એનું પ્રથમ જૂથ અનિલ ડી’સિલ્વાના મંત્રીપદે બૅંગાલુરુ(બૅંગ્લોર)માં રચાયેલું. મુંબઈમાંના એના જૂથની રચના 1942માં થઈ. એના બીજા મહામંત્રી ખ્વાજા અહમદ અબ્બાસ હતા. રોમાં રોલાંના પુસ્તક ‘પીપલ્સ…
વધુ વાંચો >ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ
ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ (1895) : આઇરિશ કવિ, નવલકથાકાર, નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડ(1856–1900)નું પ્રખ્યાત સુખાંત નાટક. બ્રિટિશ ભદ્રવર્ગના દંભી જીવન પ્રત્યે કટાક્ષ કરતા આ નાટકમાં અનેક ચતુરાઈભર્યા પ્રસંગો છે. વિલિયમ કૉન્ગ્રિવની નાટ્યફૉર્મ્યુલા મુજબનું આ નાટક પેઢીએ પેઢીએ તખ્તા ઉપર પુનર્જીવન પામતું રહ્યું છે. પ્રેક્ષકોએ એને હાસ્યની છોળોથી આવકાર્યું છે. વર્થિંગ…
વધુ વાંચો >ઇરવિંગ, હેન્રી (સર)
ઇરવિંગ, હેન્રી (સર) (જ. 6 ફેબ્રુઆરી 1838 યુ. કે.; અ. 13 ઑક્ટોબર 1905 બ્રૅડફોર્ડ, યુ. કે.) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની પ્રશિષ્ટ અંગ્રેજી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેતા. માતાપિતા સામાન્ય સ્થિતિનાં હતાં. કાકાના સો પાઉન્ડના વારસામાંથી તેમણે નાટક માટે જરૂરી સામાન ખરીદ્યો. 1856માં બુલવાર લીટનના નાટક ‘રિશુલુ’માં કામ કરીને રંગભૂમિક્ષેત્રે પ્રવેશ કર્યો. ઍડિનબર્ગ…
વધુ વાંચો >ઇલેક્ટ્રા
ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત…
વધુ વાંચો >ઈરાની, અરુણા
ઈરાની, અરુણા (જ. 3 મે 1946, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ તથા ચલચિત્રની જાણીતી અભિનેત્રી. જૂની ગુજરાતી રંગભૂમિ સાથે વર્ષોથી સંકળાયેલ જાણીતા ઈરાની પરિવારના સભ્ય તેમજ લક્ષ્મીકાન્ત નાટક સમાજ અને દેશી નાટક સમાજના એક સમયના સંચાલક ફરેદુન ઈરાનીનાં પુત્રી. અભિનયની કારકિર્દી જૂની ગુજરાતી રંગભૂમિથી બાળપણથી જ આરંભેલી. 1960ના દાયકામાં હિંદી ચલચિત્રોમાં…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >