Culture (General)
ઉશમલ
ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે.…
વધુ વાંચો >એજિયન સંસ્કૃતિ
એજિયન સંસ્કૃતિ : ગ્રીસની પૂર્વ બાજુએ આવેલા સમુદ્રના દ્વીપોમાં ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 1000ના ગાળામાં વિકસેલી સંસ્કૃતિ. ગ્રીસની દક્ષિણે આવેલો ક્રીટ ટાપુ આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. પુરાતત્વવિદ્ હેનરિક સ્લીમાન અને આર્થર ઈવાન્સના પ્રયત્નોથી વીસમી સદીની શરૂઆતમાં વિશ્વને આ સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો. ક્રીટના રાજાઓની ગ્રીક પરંપરા ‘મિનોસ’ તરીકે ઓળખાતી…
વધુ વાંચો >ઍઝટેક સંસ્કૃતિ
ઍઝટેક સંસ્કૃતિ : ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાંની એક. તેનો આરંભ 1168ના અરસામાં અને અંત 1525ના અરસામાં થયો હતો. ઓલ્મેક, ઝોપોટેક, મીક્સટેક, ટોલ્ટેક, ટોટોનેક, હુઆસ્ટેક જેવી પ્રાક્-ઍઝટેક સંસ્કૃતિઓ મેક્સિકી અખાત અને પ્રશાંત મહાસાગર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. બારમી સદીના ત્રીજા ચરણમાં ઉત્તર-પશ્ચિમ તરફથી તેનોકાસ (ઍઝટેક) જાતિ અનાહોક સરોવરમાં પ્રવેશી. જમીનવિહોણા અને મિત્રવિહોણા…
વધુ વાંચો >ઍટાના એપિક
ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી…
વધુ વાંચો >ઍટ્રિયમ
ઍટ્રિયમ : જુદાં જુદાં સ્થાપત્યમાં તેનો અર્થ જુદી જુદી રીતે થયો છે : (1) ઇટ્રુસ્કન અને રોમન સ્થાપત્યમાં નળિયાથી ઢંકાયેલ ઢળતી છતવાળાં મકાનો વડે ઘેરાયેલો ખુલ્લા ચોકવાળો ભાગ; જેમકે હાઉસ ઑફ ધ સિલ્વર વેડિંગ, પોમ્પેઇ. (2) ખ્રિસ્તી સ્થાપત્યમાં ચર્ચની સન્મુખે આવેલો ખુલ્લો ચોક, જે મોટેભાગે સ્તંભાવલીયુક્ત લંબચોરસ હોય છે; જેમકે…
વધુ વાંચો >એટ્રુસ્કન
એટ્રુસ્કન : ઇટાલીની મધ્યમાં પશ્ચિમ કિનારા ઉપર માનવસંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરનારી પ્રજા. આ પ્રદેશને એટ્રુરિયા કહેવામાં આવતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં તેમની સંસ્કૃતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ઈ. પૂ.ની સાતમી સદીની મધ્યમાં મુખ્ય એટ્રુસ્ક્ધા નગરો સ્થપાયાં અને તેમણે ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા, જેમાં તાર્કીની, પોપુલોનિયા,…
વધુ વાંચો >ઍથેની
ઍથેની : યુદ્ધ, કલા અને કારીગીરીની ગ્રીક દેવી. ગ્રીક નગરરાજ્ય ઍથેન્સનું નામ આ દેવીના નામ પરથી પડ્યું છે. ગ્રીક પુરાણો પ્રમાણે પોતાનું સ્થાન ભયમાં ન મુકાય માટે ઝિયસ તેની માતા મેટીસને ગળી ગયો; પરંતુ ઝિયસના માથામાંથી ઍથેની પુખ્ત વયની હોય તે રીતે જન્મી. યુદ્ધની દેવી હોવાને કારણે તે ન્યાય અને…
વધુ વાંચો >ઍથેન્સ
ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433…
વધુ વાંચો >ઍન્ટિયૉક્સ રાજાઓ
ઍન્ટિયૉક્સ રાજાઓ : સિરિયાના સામ્રાજ્યના સમ્રાટો. મહાન સિકંદરના સેનાપતિ સેલ્યુકસ પહેલાએ (નિકેટરે) સીરિયાના હેલેનિસ્ટિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સેલ્યુકસ પહેલા પછી અનુક્રમે સેલ્યુકસ બીજો અને સેલ્યુકસ ત્રીજો આ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. સેલ્યુકસ ત્રીજા પછી તેનો ભાઈ ઍન્ટિયૉક્સ ત્રીજો ઈ. પૂ. 223માં ગાદીએ આવ્યો. તેને ‘મહાન’ તરીકે ઓળખવામાં આવે છે. રોમ…
વધુ વાંચો >એફોર
એફોર : પ્રાચીન ગ્રીસના સ્પાર્ટા નગરરાજ્યની વહીવટી નિરીક્ષક સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ક્યારે થઈ તે અંગે મતભેદ છે. ઈ. પૂ. આઠમી સદીની આસપાસ લાયકરગસના સમયમાં રાજાને વહીવટમાં મદદ કરવાના હેતુથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હશે તેમ મનાય છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એફોરના સભ્યોની સંખ્યા પાંચની હતી. એફોર લોકોના પ્રતિનિધિ…
વધુ વાંચો >