Chemistry

યલાઇડ (ylide અથવા ylid)

યલાઇડ (ylide અથવા ylid) : બે પાસપાસેના (adjacent) પરમાણુઓ સૂત્રગત (formal) ધન અને ઋણ વીજભાર ધરાવતા હોય અને જેમાં બંને પરમાણુઓનાં ઇલેક્ટ્રૉન-અષ્ટક પૂર્ણ હોય તેવાં વિવિધ કાર્બનિક સંયોજનો. આ સંયોજનોમાં ધન વીજભારની ઉચ્ચ માત્રા ધરાવતો હોય તેવા વિષમ પરમાણુ (heteratom) સાથે કાર્બએનાયન જોડાયેલો હોય છે : યલાઇડ તટસ્થ સંયોજન છે,…

વધુ વાંચો >

યાન-ટેલર અસર (Jahn-Teller effect)

યાન-ટેલર અસર (Jahn-Teller effect) : કેટલીક સ્ફટિક ક્ષતિઓની, અને કેટલાક કિસ્સામાં સમગ્ર સ્ફટિકની, જાલક (lattice) સંરચનામાં તો વળી કેટલાક અણુઓની સંરચનામાં જોવા મળતી એવી નાની વિકૃતિ કે જે સમમિતિ ઘટાડે છે અને ઇલેક્ટ્રૉનીય અપહ્રાસ(degeneracy)ને દૂર કરે છે. સંક્રાંતિ ધાતુ આયનો અને તેમનાં સંકીર્ણો તેમની જલાન્વીકરણ ઉષ્મા (heats of hydration), જાલક…

વધુ વાંચો >

યુરેનિયમ

યુરેનિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી (radioactive) ધાતુ-તત્વ. સંજ્ઞા U. કુદરતી રીતે મળતાં તત્વોમાં તે સૌથી ભારે છે. આયોડિન, મર્ક્યુરી (પારો) અને સિલ્વર (ચાંદી) જેવાં સામાન્ય જાણીતાં તત્વો કરતાં તેની વિપુલતા વધુ છે, પણ જે ખડકોમાં તે મળે છે તેમાં તેનો જથ્થો ઘણો ઓછો હોય છે.…

વધુ વાંચો >

યુરે, હેરોલ્ડ ક્લેટન

યુરે, હેરોલ્ડ ક્લેટન (Urey, Harold Clayton) (જ. 29 એપ્રિલ 1893, વોકરટન, યુ.એસ.; અ. 5 જાન્યુઆરી 1981, લા હોલે, કૅલિફૉર્નિયા) : ડ્યુટેરિયમ(ભારે હાઇડ્રોજન)ની શોધ બદલ 1934ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા, યુ.એસ.ના ભૌતિક-રસાયણવિદ. સમસ્થાનિકો(isotopes)ના અલગનની પદ્ધતિઓ અને સમસ્થાનિકોની ઉપયોગિતા વિકસાવવામાં તેઓ અગ્રણી હતા. તેઓ એક પાદરીના પુત્ર હતા. મૂળ તેમણે 1917માં…

વધુ વાંચો >

યુરોપિયમ

યુરોપિયમ : આવર્તક કોષ્ટકમાં ત્રીજા(III) સમૂહમાં આવેલ વિરલ મૃદા-ધાતુઓના સમૂહ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Eu. પૃથ્વીના પોપડામાં એક સમૂહ તરીકે વિરલ (દુર્લભ) મૃદાધાતુઓનું પ્રમાણ 0.008 % હોય છે. આ પ્રમાણનો 0.05 %થી 0.2 % ભાગ યુરોપિયમનો હોય છે. કુદરતમાં તેના બે સ્થાયી સમસ્થાનિકો (isotopes) 151Eu અને 153Eu મળે છે,…

વધુ વાંચો >

યૂરિયા (કાર્બામાઇડ)

યૂરિયા (કાર્બામાઇડ) : કાર્બોનિક ઍસિડનો ડાઇ-એમાઇડ. સૂત્ર : NH2CONH2. મૂત્ર અને અન્ય શારીરિક તરલો(body fluids)માં મળી આવે છે. સસ્તનો અને કેટલીક માછલીઓની પ્રોટીન-ચયાપચયની ક્રિયાની અંતિમ નીપજ યૂરિયા હોવાથી તે મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. એક પુખ્ત વયની વ્યક્તિ 24 કલાકમાં 30 ગ્રા. જેટલો યૂરિયા બહાર કાઢે છે. આ…

વધુ વાંચો >

યોગશીલ પ્રક્રિયા (addition reaction)

યોગશીલ પ્રક્રિયા (addition reaction) : અસંતૃપ્ત સંયોજનમાં વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. આવાં અસંતૃપ્ત સંયોજનો આલ્કિન, કીટોન, નાઇટ્રાઇલ, આલ્કાઇન વગેરે હોય છે. ઉમેરાતા વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો ઇલેક્ટ્રૉન-અનુરાગી અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. (क) બહુગુણક કાર્બન  કાર્બન બંધ (> C = C <; — C  C—)માં યોગશીલ…

વધુ વાંચો >

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ)

રધરફર્ડ, અર્નેસ્ટ (લૉર્ડ) (જ. 30 ઑગસ્ટ 1871, સ્પ્રિંગ ગ્રૂવ, ન્યૂઝીલૅન્ડ; અ. 19 ઑક્ટોબર 1937, કેમ્બ્રિજ) : તત્વોના વિભંજનના અને રેડિયોઍક્ટિવ પદાર્થોના રસાયણલક્ષી અભ્યાસ માટે 1906નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રખર રસાયણશાસ્ત્રી. સાહસિક, શ્રમિક અને સફળ કૃષિકાર જેમ્સ રધરફર્ડના તેઓ બીજા પુત્ર. પિતા સાથે ખુલ્લામાં સખત મહેનતકશ બની ખેતીનો લહાવો લૂંટવામાં…

વધુ વાંચો >

રધરફર્ડનું પરમાણુ મૉડલ

રધરફર્ડનું પરમાણુ મૉડલ : પરમાણુ-સંરચનાના અભ્યાસક્ષેત્રે રધરફર્ડે પ્રારંભમાં રજૂ કરેલ પરમાણુ પરિરૂપ. ઓગણીસમી સદીના અસ્તકાળે રસાયણશાસ્ત્રીઓએ નિશ્ચિતપણે સ્વીકારી લીધું હતું કે તત્વો પરમાણુઓ ધરાવે છે, પણ તે સમયે કોઈને ખ્યાલ ન હતો કે આ પરમાણુઓ કેવા છે અને તત્વમાં કેવી રીતે ગોઠવાયેલા છે, પણ એટલું સુનિશ્ચિત થયું હતું કે આ…

વધુ વાંચો >

રબર (રસાયણશાસ્ત્ર)

રબર (રસાયણશાસ્ત્ર) : હીવિયા વૃક્ષના થડમાંથી ઝરતો દૂધ જેવો અપરિષ્કૃત રસ (લૅટેક્સ). રબરનો મુખ્ય સ્રોત Hevea brasiliensis નામનું બ્રાઝિલમાં ઊગતું વૃક્ષ છે. હીવિયા ઉપરાંત રશિયન ડેન્ડેલિયન (dandelion), ગોલ્ડન રોડ, નૈર્ઋત્ય યુ.એસ. તથા મેક્સિકોમાં ઊગતા ગ્વાયૂલ (guayule, parthenium argentum); મિલ્કવીડ તથા અંજીર (fig) વૃક્ષોમાંથી પણ રબર મળે છે, પરંતુ ઉત્પાદન-દૃષ્ટિએ તે…

વધુ વાંચો >