Chemistry
ફૂર્ફ્યુરાલ(Furfural)
ફૂર્ફ્યુરાલ(Furfural) : મકાઈનાં કણસલાં (ડૂંડાં) (cobs)માંથી મળતા તેલમાંનો મુખ્ય ઘટક. તેને ફૂર્ફ્યુરાલ્ડિહાઇડ, ફ્યુરાલ, 2–ફ્યુરાલ્ડિહાઇડ પાયરોમ્યુસિક આલ્ડિહાઇડ અથવા 2–ફ્યુરાનકાર્બોક્સાલ્ડિહાઇડ પણ કહે છે. અણુસૂત્ર : C4H3OCHO અથવા ઓટ(યવ)નાં તથા ડાંગરનાં ફોતરાં, મકાઈનાં ડૂંડાં, શેરડીના કૂચા (બગાસે) વગેરે સેલ્યુલોઝયુક્ત અપશિષ્ટ (waste) પદાર્થોને વરાળ તથા મંદ ઍસિડ સાથે ગરમ કરવાથી ફૂર્ફ્યુરાલનું ઉત્પાદન કરી શકાય…
વધુ વાંચો >ફૅટી ઍસિડ
ફૅટી ઍસિડ : જુઓ ચરબીજ ઍસિડ
વધુ વાંચો >ફેન, જૉન બી.
ફેન, જૉન બી. (જ. 15 જૂન 1917, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણવિદ્ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1940માં યેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી. મેળવ્યા પછી તેમણે એક દસકો ઉદ્યોગક્ષેત્રે ગાળ્યો. 1952માં તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં જોડાયા. 1967માં તેઓ યેલ યુનિવર્સિટીમાં જોડાયા અને 1987માં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1994માં તેઓ વર્જિનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ફૅરડે, માઇકલ
ફૅરડે, માઇકલ (જ. 22 સપ્ટેમ્બર 1791, ન્યૂઇંગટન, સરે, ઇંગ્લૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1867, હૅમ્પટન કોર્ટ, સરે) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તથા રસાયણશાસ્ત્રી, જેમના ઘણાબધા પ્રયોગોએ વિદ્યુતચુંબકત્વની ઘટના સમજાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જીવનની શરૂઆત તેમણે પુસ્તકવિક્રેતા અને પુસ્તકો બાંધનાર (bookbinder) તરીકે કરી. 21 વર્ષની વયે તેમની નિમણૂક સુવિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર…
વધુ વાંચો >ફેરોમોન (pheromone)
ફેરોમોન (pheromone) : એક જ જાતિ(species)ના એક સભ્ય દ્વારા બીજા સભ્ય તરફ માહિતી મોકલવા માટે આણ્વિક સંદેશવાહક (molecular messanger) તરીકે કાર્ય કરતા કાર્બનિક પદાર્થોનો સમૂહ. ફેરોમોન શબ્દ ગ્રીક pherein એટલે લઈ જવું અને hormon એટલે ઉત્તેજિત કરવું એમ બે શબ્દો પરથી આવ્યો છે. તેઓ લૈંગિક આકર્ષકો (sex-attractant) તરીકે પણ કાર્ય…
વધુ વાંચો >ફેરોસીન (Ferrocene)
ફેરોસીન (Ferrocene) : ડાઇસાઇક્લોપેન્ટાડાઇનાઇલ આયર્ન (C5H5)2Fe નામના રાસાયણિક સંયોજનનું સામાન્ય નામ. તે કેસરી રંગનો સ્ફટિકમય ગ.બિં. 174° સે.વાળો ઘન પદાર્થ છે. તે પાણીમાં અદ્રાવ્ય પણ બેન્ઝિન, ઇથર અને આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તેમાં આયર્નનું પ્રમાણ 29.4 %થી 30.6 % હોય છે. આ સંયોજનનું 100° સે.એ ઊર્ધ્વીકરણ થાય છે તથા તે પ્રતિચુંબકીય…
વધુ વાંચો >ફૉર્માલ્ડિહાઇડ
ફૉર્માલ્ડિહાઇડ : સૌથી સાદું આલ્ડિહાઇડ સંયોજન. તે ઑક્સિમિથિલીન, ફૉર્મિક આલ્ડિહાઇડ, તેમજ મિથેનાલ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : HCHO અથવા બાહ્ય અવકાશમાં અસ્તિત્વમાં હોય તેવાં થોડાંક કાર્બનિક સંયોજનો પૈકીનું તે એક ગણાય છે. તે સહેલાઈથી બહુલીકરણ પામી શકે તેવો ઉગ્ર તીખી વાસવાળો વાયુ છે. સામાન્ય રીતે તેનું 37%થી 50%નું જલીય…
વધુ વાંચો >ફૉર્મિક ઍસિડ
ફૉર્મિક ઍસિડ : તીખી વાસવાળું, રંગવિહીન, ધૂમાયમાન પ્રવાહી. તેનું સૂત્ર HCOOH, તથા ગ. બિં. 8.4° સે. છે. તે પાણી, આલ્કોહૉલ, ઇથર તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય છે. તે ઝેરી હોવાથી ચામડી ઉપર ફોલ્લા નિપજાવે છે. લાલ કીડીના, મધમાખોના તથા ડંખીલી ઇયળોના ડંખમાં ફૉર્મિક ઍસિડ હોય છે. તેનું નામ લાલ કીડી (formica) ઉપરથી…
વધુ વાંચો >ફૉસજીન (phosgene)
ફૉસજીન (phosgene) : કાર્બૉનિક ઍસિડનો અત્યંત વિષાળુ ક્લૉરાઇડ વ્યુત્પન્ન. તેનાં અન્ય નામો કાર્બૉનિલ ક્લૉરાઇડ, કાર્બન ઑક્સિક્લૉરાઇડ, ક્લૉરોફૉર્માઇલ ક્લૉરાઇડ છે. તે સૌપ્રથમ 1811માં બનાવવામાં આવ્યો હતો. કાર્બૉનિક ઍસિડનું અસ્તિત્વ માત્ર જલીય દ્રાવણમાં જ શક્ય હોવાથી ફૉસજીન તેમાંથી બનાવી શકાતો નથી. કાર્બનમોનૉક્સાઇડ અને ક્લોરિનના મિશ્રણને પ્રકાશ દ્વારા પ્રદીપ્ત કરવાથી અથવા આ મિશ્રણને…
વધુ વાંચો >ફૉસ્ફરસ
ફૉસ્ફરસ : આવર્તકોષ્ટકના 15મા (અગાઉના V A) સમૂહમાં આવેલું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા P. જર્મન વૈજ્ઞાનિક હેન્નિગ બ્રાન્ટે 1969માં આ તત્વ શોધ્યું હતું. ફૉસ્ફરસનો અર્થ ‘પ્રકાશ લાવનાર’ એવો થાય છે. (ગ્રીક phos = પ્રકાશ, phoros = લાવનાર.) 1681માં બૉઇલે ફૉસ્ફરસ બનાવવાની રીત શોધી, જ્યારે 1771માં શીલેએ હાડકાંની રાખમાંથી આ તત્વ…
વધુ વાંચો >