Chemistry

પેટ્રોરસાયણો (petrochemicals)

પેટ્રોરસાયણો (petrochemicals) : ખનિજ-તેલ (petroleum) અથવા કુદરતી વાયુ(natural gas)માંથી સીધા અથવા આડકતરી રીતે મેળવાતા રાસાયણિક પદાર્થો. આમાં પૅરેફિન, ઑલિફિન, નૅપ્થીન અને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સહિત લગભગ 175 જેટલા પદાર્થોનો સમાવેશ થાય છે. પેટ્રોરસાયણો પૈકીના કેટલાક પદાર્થો કાચા માલ તરીકે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસાઓ, સાંશ્લેષિક રબર, પ્રક્ષાલકો, ઔષધો, ખાતરો, જંતુનાશકો…

વધુ વાંચો >

પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline)

પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline) : પેટ્રોલ અથવા ગૅસોલીન એટલે 30oથી 200o સેં. ઉત્કલન પરાસ ધરાવતું ચારથી બાર કાર્બન પરમાણુઓવાળા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ. સામાન્ય વપરાશમાં પેટ્રોલ તરીકે જાણીતું અને યુ.એસ.માં ગૅસ (gas) તરીકે ઓળખાતું ગૅસોલીન અંતર્દહન એંજિનોમાં ઇંધન તરીકે વપરાય છે. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાથી પારદર્શક પ્રવાહી રૂપે પેટ્રોલ (ગૅસોલીન)…

વધુ વાંચો >

પેટ્રોલિયમ

પેટ્રોલિયમ : દુનિયાના મૂલ્યવાન કુદરતી સ્રોતો પૈકીનું એક; તૈલી, જ્વલનશીલ પ્રવાહી. તેનું રસાયણ. તે ‘કાળા સોના’ અથવા ‘પ્રવાહી સોના’ તરીકે ઓળખાય છે. જોકે હાલ તે કાચા તેલ (crude-oil) તરીકે વધુ જાણીતું છે. પેટ્રોલિયમ શબ્દ મૂળ લૅટિન શબ્દો petra (ખડક, rock) અને oleum (તેલ, oil) પરથી બન્યો છે. પેટ્રોલિયમ અને જ્વલનશીલ…

વધુ વાંચો >

પેટ્રોલિયમ ઉદ્યોગ

પેટ્રોલિયમ ઉદ્યોગ – ભારતમાં  : ભારતમાં ખનિજતેલની શોધ આસામના દિગ્બોઈ પાસેના શહેરમાં 1889માં થઈ. કુદરતી વાયુના ભંડાર આસામ અને ગુજરાતમાંથી મળતા કુદરતી વાયુ આધારિત ઉદ્યોગની શરૂઆત 1960માં થઈ. 31 માર્ચ, 2018ના અંદાજ મુજબ ભારત પાસે ખનિજતેલના ભંડારમાં 5944.4 લાખ ટન અને કુદરતી વાયુના ક્ષેત્રમાં 1339.57 અબજ ઘનમીટર જથ્થો સુરક્ષિત છે.…

વધુ વાંચો >

પેટ્રોલિયમનું પરિશોધન

પેટ્રોલિયમનું પરિશોધન : પેટ્રોલિયમ(કાચું અથવા ખનિજ-તેલ)ના વિવિધ અંશો(fractions)ને અલગ પાડી તેમને ઉપયોગી નીપજોમાં ફેરવવાનો વિધિ. કુદરતી તેલ જાડું, પીળાશથી કાળા પડતા રંગનું, અનેક ઘટકો ધરાવતું સંકીર્ણ પ્રવાહી હોય છે. સંઘટનની દૃષ્ટિએ તેમાં પ્રદેશ પ્રમાણે તફાવત હોય છે. કેરોસીન અને અન્ય પ્રવાહી ઇંધનો, ઊંજણતેલ, મીણ વગેરે પેદાશો રાસાયણિક વિધિ બાદ મળે…

વધુ વાંચો >

પેડર્સન, ચાર્લ્સ જે. (Pedersen, Charles J.)

પેડર્સન, ચાર્લ્સ જે. (Pedersen, Charles J.) [જ. 3 ઑક્ટોબર 1904, પુસાન, કોરિયા(Pusan, Korea); અ. 26 ઑક્ટોબર 1989, સાલેમ, ન્યૂ જર્સી, યુ.એસ.એ.] : ક્રાઉન ઈથર સંશ્લેષણ માટેના અતિખ્યાતનામ અમેરિકન કાર્બનિક રસાયણવિદ અને 1987ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સી. જે. પેડર્સનનો જન્મ દક્ષિણ-પૂર્વ કોરિયાના દરિયાકાંઠાના પુસાનમાં થયો હતો. તેમના પિતા બ્રેડ પેડર્સન…

વધુ વાંચો >

પેન્ટોઝ ફૉસ્ફેટ પથ

પેન્ટોઝ ફૉસ્ફેટ પથ : શરીરની કેટલીક પેશીઓમાં ગ્લુકોઝના વિઘટન સાથે સંકળાયેલ અજારક પ્રક્રિયાની હારમાળા. આ પથનું અનુસરણ કરવાથી ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટનું રૂપાંતર પેન્ટોઝ ફૉસ્ફેટ(રિબ્યુલોઝ-5-ફૉસ્ફેટ)માં થાય છે. અહીં સામાન્ય ગ્લાયકોલાયટિક પથમાં પ્રવેશ કરવાને બદલે, હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ (ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટ), એક બીજા પથને અનુસરતો હોવાથી આ પથને HMP Shunt (હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ અનુવર્તી પથ) તરીકે…

વધુ વાંચો >

પેપ્ટાઇડ

પેપ્ટાઇડ : બે અથવા વધુ ઍમિનોઍસિડ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે પાણીના અણુનું વિલોપન થતાં મળતું સંયોજન. પેપ્ટાઇડમાં એમાઇડ – NH – CO – સમૂહનું પુનરાવર્તન થતું રહે છે. આ સમૂહની સંખ્યા પ્રમાણે તેમને ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, પૉલિપેપ્ટાઇડ વગેરે નામ આપવામાં આવે છે. 50થી વધુ ઍમિનોઍસિડ ધરાવતાં પેપ્ટાઇડને પ્રોટીન કહે છે.…

વધુ વાંચો >

પૅરાથાયૉન

પૅરાથાયૉન : ફૉસ્ફરસ તથા સલ્ફર તત્ત્વો ધરાવતું જાણીતું જંતુઘ્ન રસાયણ. તેનું સૂત્ર (C2H5O)2P(S)OC6H4NO2 તથા રાસાયણિક નામ O, O, ડાઇઇથાઇલ-Pનાઇટ્રોફિનાઇલ-થાયોફૉસ્ફેટ છે. તે આછી વાસવાળું ઘેરા ભૂખરા કે પીળા રંગનું પ્રવાહી છે. તેનું ઘટત્વ 1.26, ઉ.બિ. 375o સે., ઠારબિંદુ 6o સે. તથા 24o સે. તાપમાને બાષ્પદબાણ 0.003 મિમી. છે. પૅરાથાયૉન પાણીમાં અલ્પદ્રાવ્ય…

વધુ વાંચો >

પેરુત્ઝ મૅક્સ ફર્ડિનાન્ડ

પેરુત્ઝ, મૅક્સ ફર્ડિનાન્ડ (Perutz, Max Ferdinand)  (જ. 19 મે, 1914, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી, 2002, કેમ્બ્રિજ-યુ.કે.)  : ઑસ્ટ્રિયન-બ્રિટિશ આણ્વિક-જીવવિજ્ઞાની અને 1962ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. પેરુત્ઝે વિયેના યુનિવર્સિટીમાં અકાર્બનિક વિશ્લેષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો. તે દરમિયાન તેમને કાર્બનિક રસાયણના અભ્યાસ પ્રત્યે રસ ઉદભવ્યો, જેના લીધે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેવેન્ડિશની પ્રયોગશાળામાં સંશોધનકાર્યની…

વધુ વાંચો >