Chemistry
ટિન્ડલ અસર
ટિન્ડલ અસર (Tyndall effect) : 1859માં ટિન્ડલ દ્વારા શોધાયેલ અસાતત્ય (discontinuities) ધરાવતી પ્રણાલીમાંથી પ્રકાશપુંજ પસાર થાય ત્યારે પ્રકાશનું ર્દશ્યમાન વિખેરણ (visible scattering) થવાની ઘટના. પ્રકાશપુંજના તેજસ્વી ભાગને ટિન્ડલ શંકુ કહે છે. એક બંધ, અંધારા ઓરડામાં પ્રકાશનો લિસોટો દાખલ થાય ત્યારે તેનો માર્ગ જોઈ શકાય છે. કારણ કે ઓરડાની હવામાં તરતા…
વધુ વાંચો >ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન
ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન (જ. 10 ઑગસ્ટ 1902, સ્ટૉકહોમ; અ. 29 ઑક્ટોબર 1971, ઉપ્સાલા, સ્વીડન) : સ્વીડિશ જૈવ રસાયણવિદ અને 1948ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. ટિસેલિયસ ઉપ્સાલા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી સ્નાતક બન્યા. 1925થી 1932 દરમિયાન તેમણે શરૂઆતમાં તે જ યુનિવર્સિટીમાં થિયૉડૉર સ્વેડબર્ગના સહાયક તરીકે દ્રુતઅપકેન્દ્રણ…
વધુ વાંચો >ટી. જી. એ.
ટી. જી. એ. : જુઓ, ‘તાપીય પૃથક્કરણ’
વધુ વાંચો >ટીપણ
ટીપણ : ધાતુને વિવિધ ઘાટ આપવાની યાંત્રિક રીત. ધાતુના સપાટ પતરાને ટીપીને અથવા દબાણ આપીને ઇચ્છિત ઘાટ આપી શકાય છે. સૌપ્રથમ આ માટે હાથેથી ટીપવાની પદ્ધતિ વપરાતી. જરૂર પડ્યે પતરાને વધુ ટિપાઉ (malleable) બનાવવા માટે તેને ગરમ કરવામાં આવતું. 1843માં વરાળ વડે ચાલતા હથોડાનો ઉપયોગ ધાતુને ટીપવા માટે શરૂ થયો.…
વધુ વાંચો >ટેક્નીશિયમ
ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક…
વધુ વાંચો >ટેટ્રાઇથાઇલ લેડ
ટેટ્રાઇથાઇલ લેડ : મોટરના ઇંધનમાં યોગક તરીકે ઉમેરવામાં આવતું કાર્બધાત્વીય સંયોજન. તેનું સૂત્ર (C2H5)4Pb છે. તે રંગવિહીન તથા બાષ્પશીલ પ્રવાહી છે, તેનું ઉ.બિં. 200° સે. છે. સામાન્યત: તે પેટ્રોલમાં ગૅલનદીઠ 3 મિલી. ઉમેરવાથી પેટ્રોલ-ઇંધનની સ્ફોટનક્રિયા ઘણી ઘટી જાય છે. ટેટ્રામિથાઇલ લેડ પણ આના જેવું જ અસરકારક છે. ઔદ્યોગિક રીત પ્રમાણે…
વધુ વાંચો >ટેટ્રાક્લૉરોઇથેન
ટેટ્રાક્લૉરોઇથેન : ઇથેન અણુમાંના ચાર હાઇડ્રોજનના ક્લોરિન વિસ્થાપનથી મળતા બે સમઘટકોનું સામાન્ય નામ. એક સમઘટક 1, 1, 2, 2, — ટેટ્રાક્લૉરોઇથેન અથવા ઍસિટિલીન ટેટ્રાક્લૉરાઇડ છે. તેનું સૂત્ર Cl2CHCHCl2 છે. તે ખૂબ વિષાળુ, રંગવિહીન, ઘટ્ટ, ક્લૉરોફોર્મ જેવી વાસવાળું જળ-અદ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ.બિં. 146.5° સે. તથા ગ.બિં. –43° સે. છે. તે…
વધુ વાંચો >ટૅન્ટલમ
ટૅન્ટલમ : આવર્ત કોષ્ટકના 5મા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા, Ta; પરમાણુક્રમાંક, 73; પરમાણુભાર, 180.9479. તે ત્રીજી (5d), સંક્રાંતિક (transition) શ્રેણીનું તત્વ હોઈ સંયોજકતા ઇલેક્ટ્રૉનની ર્દષ્ટિએ તેની સંરચના 5d36s2 છે. લૅન્થનાઇડ સંકોચનને કારણે Ta5+ અને Nb5+ આયનોની ત્રિજ્યા લગભગ સરખી (અનુક્રમે 73 અને 70 pm) (પીકોમીટર) હોઈ કુદરતમાં બંને…
વધુ વાંચો >ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન PTFE TFE)
ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન, PTFE, TFE) : 1938માં ડૂ પોં કંપનીએ વિકસાવેલા ખૂબ મજબૂત (tough), પારભાસક, બિનઆસંજક (non-adhesive) બહુલકનું વ્યાપારી નામ. ટેટ્રાફ્લૉરોઇથિલીનના જલીય દ્રાવણમાં ઇમલ્શન બહુલીકરણ દ્વારા ટેફલૉન બનાવાય છે : આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા પાણી દ્વારા શોષાઈ જાય છે. ટેફલૉનનું ગ. બિં. 327° સે. છે.…
વધુ વાંચો >ટેરિલીન (પૉલિઇથિલીન ટરફ્થેલેટ)
ટેરિલીન (પૉલિઇથિલીન ટરફ્થેલેટ) : પૉલિએસ્ટર પ્રકારનો બહુલક પદાર્થ. ‘ટેરિલીન’ તેનું વેપારી નામ છે. બ્રિટનની ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીનો તે ટ્રેડમાર્ક છે. તેના વિજ્ઞાનીઓ વિનફિલ્ડ અને ડિક્સને 1941માં ટેરિલીનની શોધ કરી. તે ડેક્રોન તથા માયલાર તરીકે પણ જાણીતો છે. ઇથિલીન ગ્લાઇકૉલ અને ટેરફ્થેલિક ઍસિડના અમ્લ ઉદ્દીપકીય ઍસ્ટરીકરણ દ્વારા તે મેળવાય…
વધુ વાંચો >