Chemistry
ગ્રુબ્સ, રૉબર્ટ એચ.
ગ્રુબ્સ, રૉબર્ટ એચ. (Grubbs, Robert H.) (જ. 27 ફેબ્રુઆરી 1942, પોસુમ ટ્રોટ પાસે, કેન્ટકી, યુ.એસ.; અ. 19 ડિસેમ્બર 2021, કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2005ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ગ્રુબ્સે 1968માં કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1978માં તેઓ કેલ્ટેક(Caltech)ના શિક્ષકગણમાં જોડાયા. સ્થાનફેર (metathesis)…
વધુ વાંચો >ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર)
ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર) : કાર્બનનું ઓછા દબાણવાળું બહુરૂપક (polymorph). કાર્બનનાં બે સ્વરૂપો છે : ઓછા દબાણવાળા સ્વરૂપને ગ્રૅફાઇટ તથા ઊંચા દબાણવાળા સ્વરૂપને હીરો (diamond) કહે છે. ગ્રૅફાઇટનાં અનેક પ્રકારનાં અલભ્ય બહુરૂપકો હવે બનાવી શકાયાં છે. ઉલ્કાઓમાં પણ આવાં સ્વરૂપો મળી આવ્યાં છે. કાર્બનનાં ઉપર દર્શાવેલાં બંને સ્વરૂપો વચ્ચેનો ભેદ નોંધપાત્ર છે.…
વધુ વાંચો >ગ્રેહામ, ટૉમસ
ગ્રેહામ, ટૉમસ (જ. 20 ડિસેમ્બર 1805, ગ્લાસગો; અ. 11 સપ્ટેમ્બર 1869, લંડન) : કલિલ (colloid) રસાયણના પિતા ગણાતા બ્રિટિશ રસાયણશાસ્ત્રી. પિતાની ઇચ્છા વિરુદ્ધ ગ્લાસગો અને એડિનબર્ગમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી ગ્રેહામે રસાયણવિજ્ઞાની બનવાનું પસંદ કર્યું. પરિણામે પિતાએ આર્થિક સહાય બંધ કરી દીધી. આજીવિકા માટે તેમણે લખવાનું અને ભણાવવાનું શરૂ કર્યું. તેઓ…
વધુ વાંચો >ગ્લાયકૉલ
ગ્લાયકૉલ : ઍલિફૅટિક સરળ શૃંખલાવાળાં બે જુદા જુદા કાર્બન ઉપર બે હાઇડ્રૉક્સિલ (–OH) સમૂહ ધરાવતાં સંયોજનો. તે દ્વિહાઇડ્રિક આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે; પરંતુ આ શ્રેણીનાં લાંબી શૃંખલાવાળાં સંયોજનોને ડાયૉલ કહે છે. નીચા અણુભારવાળાં ગ્લાયકૉલ સ્થાયી, સ્વાદવિહીન તથા રંગવિહીન પ્રવાહી હોય છે. તે 100° સે.થી વધુ તાપમાને ઊકળે છે તથા…
વધુ વાંચો >ગ્લાયકોસાઇડ
ગ્લાયકોસાઇડ : શર્કરા [સુક્રોઝ, (પાયરેનોસાઇડ), ફ્રુક્ટોઝ, રૅમ્નોઝ, કે અન્ય પૅન્ટોઝ]માંના હેમિઍસેટલ હાઇડ્રૉક્સિલ સમૂહના Hનું આલ્કાઇલ, એરાઇલ કે અન્ય વિષમચક્રીય બિનશર્કરા (aglycon) સમૂહ વડે વિસ્થાપન પામેલાં કાર્બોહાઇડ્રેટ વ્યુત્પનોનો એક વર્ગ. તેમનું સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે લખી શકાય : આમાં R = H અને X = –CH2OH; હૅક્સોઝ શર્કરા …
વધુ વાંચો >ગ્લિસરૉલ
ગ્લિસરૉલ : સૌથી સાદો ટ્રાયહાઇડ્રિક આલ્કોહૉલ. તેનું પ્રચલિત નામ ગ્લિસરીન છે. તેનો અણુભાર 92; અણુસૂત્ર HOCH2 • CHOH • CH2OH; વિ. ઘ. 1.262; ઉ. બિં. 290° સે. તથા ગ. બિં 18° સે. છે. તે રંગવિહીન, ગંધવિહીન, ઘટ્ટ પ્રવાહી છે, સહેલાઈથી અતિશીતન (supercooling) પામે છે અને મુશ્કેલીથી સ્ફટિકમય બને છે. તેની…
વધુ વાંચો >ગ્લુકોઝ
ગ્લુકોઝ : મૉનોસેકેરાઇડ વર્ગના હૅક્સોઝ વિભાગની સામાન્ય શર્કરા. તે દ્રાક્ષ શર્કરા, ડેક્સટ્રોઝ, કૉર્ન શર્કરા, D-ગ્લુકોઝ, D-ગ્લુકોપાયરેનોઝ વગેરે નામે પણ ઓળખાય છે. લગભગ બધી જ ઉચ્ચ વનસ્પતિઓમાં ગ્લુકોઝ રહેલું હોય છે. રક્તમાં 0.08 % ગ્લુકોઝ હોય છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સુક્રોઝ (ખાંડ) તેમજ અનેક ગ્લાયકોસાઇડમાં તે એક ઘટક તરીકે હોય છે.…
વધુ વાંચો >ઘન-અવસ્થા (solid state)
ઘન-અવસ્થા (solid state) દ્રવ્યની વાયુ અને પ્રવાહી ઉપરાંતની ત્રીજી અવસ્થા. વાયુ કે પ્રવાહીમાંથી ઘન ઉત્પન્ન થાય ત્યારે પરમાણુઓ, અણુઓ કે આયનો જેવા ઘટક કણો પ્રમાણમાં ક્રમબદ્ધ ત્રિપરિમાણી રચના ધારણ કરે છે અને તેમની મુક્ત (free) ઊર્જામાં ઘટાડો થાય છે. ઊર્જામાં થતા આ ઘટાડાને સુશ્લિષ્ટ અથવા સુસંબદ્ધ (cohesive) શક્તિ કે ઊર્જા…
વધુ વાંચો >ઘન ઇંધનો
ઘન ઇંધનો : ઊર્જા મેળવવા માટે વપરાતાં ઇંધનોનો એક પ્રકાર. હવામાંના ઑક્સિજનના સંસર્ગથી ઉષ્મા નિપજાવનારા પદાર્થોને ઇંધન કહે છે. તે મધ્યમ ઉષ્માએ સળગે છે, ઝડપથી સળગે છે તથા પ્રમાણમાં સસ્તાં પડે છે. હાલમાં પ્રવાહી અને વાયુરૂપ ઇંધનો વધુ વપરાય છે; પરંતુ ઘન ઇંધનો આ બંને કરતાં સસ્તાં પડે છે તથા…
વધુ વાંચો >ચરબી (tallow) (2)
ચરબી (tallow) (2) : મુખ્યત્વે પ્રાણીઓના સ્નાયુઓમાંથી મેળવાતો સ્વાદવિહીન, રંગવિહીન સફેદ તૈલી પદાર્થ. સામાન્ય અર્થમાં જાનવરની ચરબી માટે વપરાતો શબ્દ (ટૅલો). કોઈક વાર લાર્ડ (lard) શબ્દ પણ વપરાય છે, જે ડુક્કરની ચરબી માટે ખાસ વપરાતો શબ્દ છે. ગૌવસા તથા વૃક્કવસા (suet) એ ઘેટાં, ઘોડાં વગેરે જાનવરોનાં કિડની તથા કમર (loins)…
વધુ વાંચો >