Chemistry
ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency)
ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency) : સહસંયોજકતા બંધનો વિશિષ્ટ પ્રકાર, જેમાં એક બંધ રચવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન એક જ પરમાણુ કરે છે અને બીજો તેનો સહભાગી (sharer) બને છે. આ કારણસર દાતા (donor) પરમાણુ ઉપર ધનવીજભાર અને સ્વીકારક (acceptor) પરમાણુ પર ઋણવીજભાર ઉત્પન્ન થાય છે. એટલે કે…
વધુ વાંચો >ઉપસહસંયોજક સંયોજનો
ઉપસહસંયોજક સંયોજનો (Co-ordination Compounds) ઉપસહસંયોજક બંધ ધરાવનાર સંયોજનો. આ પ્રકારનાં સંયોજનોમાં એક કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય છે, તે પોતાની આસપાસ અધાતુ પરમાણુઓ કે તેમના સમૂહો વડે આ પ્રકારના બંધથી સંલગ્ન થઈને વીંટળાયેલો હોય છે. કેન્દ્રસ્થ ધાતુ તટસ્થ પરમાણુ કે તેનો ધનાયન હોઈ શકે છે. જ્યારે ઉપસહસંયોજક બંધ વડે સંલગ્ન અધાતુ…
વધુ વાંચો >ઉભયધર્મિતા
ઉભયધર્મિતા (amphoterism) : ઉગ્ર બેઝને પ્રોટૉન પ્રદાન કરીને અથવા ઉગ્ર ઍસિડમાંથી પ્રોટૉન સ્વીકારીને અનુક્રમે ઍસિડ અને બેઝ તરીકે કાર્ય કરવાનો પદાર્થનો ગુણધર્મ. આથી ઉભયધર્મી પદાર્થ ઍસિડ સાથે બેઝની હાજરીમાં પ્રોટૉન પ્રદાન કરનાર અથવા ઇલેક્ટ્રૉનયુગ્મ સ્વીકારનાર અથવા બેઝ સાથે ઍસિડની હાજરીમાં પ્રોટૉન સ્વીકારનાર અને ઇલેક્ટ્રૉનયુગ્મ પ્રદાન કરનાર તરીકે કાર્ય કરે છે.…
વધુ વાંચો >ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes)
ઉભયધર્મી વિદ્યુત-વિભાજ્યો (ampholytes) : ઍસિડનો અને બેઝનો એમ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતા વિદ્યુત-વિભાજ્યો. પાણી અને આલ્કોહૉલ જેવા દ્રાવકો ઉભયધર્મી ગુણધર્મો ધરાવે છે, પણ તે સારા વિદ્યુત-વિભાજ્યો નથી. એક જ પદાર્થમાં ધન અને ઋણભાર ધરાવતા સમૂહો હોય તેવા વિદ્યુત-વિભાજ્યો પણ જાણીતા છે. તેમને દ્વિધ્રુવીય આયનો (dipolar ions) ઉભયાવિષ્ટ આયનો (zwitter ions)…
વધુ વાંચો >ઉભયાવિષ્ટ આયનો
ઉભયાવિષ્ટ આયનો (zwitter ions) : મધ્યસ્થ સમૂહો વડે જોડાયેલ ધન અને ઋણવીજભારી સમૂહયુક્ત અણુ. ગ્લાયસીન (H2NCH2COOH) ઍસિડ માધ્યમમાં ધનભારવાહી આયન H3N+CH2COOH રૂપે, આલ્કલી માધ્યમમાં ઋણભારવાહી આયન H2NCH2COO– રૂપે અને મધ્યમ ઍસિડિકતાવાળા માધ્યમમાં ઉભયાવિષ્ટ આયન H3N+CH2COO– રૂપે અસ્તિત્વ ધરાવે છે. એમીનો ઍસિડ અને પ્રોટીન 99.9 % ઉભયાવિષ્ટ આયનો તરીકે અસ્તિત્વમાં હોય…
વધુ વાંચો >ઉમદા વાયુઓ
ઉમદા વાયુઓ (noble gases) : આવર્તક કોષ્ટકના શૂન્ય (હવે 18મા) સમૂહમાં આવેલાં વાયુરૂપ રાસાયણિક તત્વો. અંગ્રેજ વૈજ્ઞાનિકો રેલે અને રામ્સેના પ્રયત્નોથી આ વાયુઓ [હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટૉન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn)] શોધાયા હતા. હીલિયમ પૃથ્વી પર શોધાયા પહેલાં તેની હાજરી સૂર્યમાં સાબિત થઈ હતી. પૃથ્વીના…
વધુ વાંચો >ઉમદા વાયુઓનાં સંયોજનો
ઉમદા વાયુઓનાં સંયોજનો : હીલિયમ (He), નીઑન (Ne), આર્ગોન (Ar), ક્રિપ્ટોન (Kr), ઝીનૉન (Xe) અને રેડોન (Rn) વાયુઓનાં રાસાયણિક સંયોજનો. રાસાયણિક ર્દષ્ટિએ આ છ વાયુઓ તદ્દન નિષ્ક્રિય છે તેમ માનવામાં આવતું, તેથી તેમને નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહમાં મૂકવામાં આવ્યા છે. આ વાયુઓના…
વધુ વાંચો >ઉષ્માક્ષેપક પ્રક્રિયા
ઉષ્માક્ષેપક પ્રક્રિયા : ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં, નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં થતા ઊર્જાના ફેરફાર (એન્થાલ્પી ફેરફાર) હેસના નિયમ વડે નક્કી કરવામાં આવે છે; તે DH વડે દર્શાવવામાં આવે છે અને આવી પ્રક્રિયામાં તે ઋણ હોય છે. ગ્રૅફાઇટ કે કાર્બનનું દહન,…
વધુ વાંચો >