Chemistry

હીરાકસી

હીરાકસી : જુઓ આયર્ન.

વધુ વાંચો >

હીવસી જ્યૉર્જ (De Hevesy George) અથવા (GyÖrgy)

હીવસી, જ્યૉર્જ (De Hevesy, George) અથવા (GyÖrgy) (જ. 1 ઑગસ્ટ 1885, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 જુલાઈ 1966, ફ્રાઇબર્ગ, જર્મની) : હંગેરિયન-સ્વીડિશ રેડિયોકેમિસ્ટ અને 1943ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેઓ જ્યૉર્જ ચાર્લ્સ દ હીવસી નામે પણ ઓળખાય છે. 1903માં મૅટ્રિક થયા બાદ તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટી તથા બર્લિનની ટૅકનિકલ હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1908માં…

વધુ વાંચો >

હુંડના નિયમો (Hund’s rules)

હુંડના નિયમો (Hund’s rules) : અનેક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુમાંના બે સમાન (એકસરખા ક્વૉન્ટમ અંકો n અને l ધરાવતા) ઇલેક્ટ્રૉનના વિન્યાસ (configuration) માટે નિમ્નતમ ઊર્જાસ્તર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા પ્રયોગનિર્ણીત (આનુભવિક, empirical) નિયમો. જર્મન ભૌતિકવિદ અને સ્પેક્ટ્રમ વિજ્ઞાની (spectroscopist) ફ્રેડરિક હેરમાન હુંડે 1925માં આ નિયમો રજૂ કર્યા હતા. નિયમો પ્રયોગનિર્ણીત છે…

વધુ વાંચો >

હેન્રીનો નિયમ (Henry’s law)

હેન્રીનો નિયમ (Henry’s law) : વાયુના પ્રવાહી(દ્રાવક)માં દ્રાવ્યતા અથવા વાયુ-પ્રવાહી પ્રાવસ્થાઓ વચ્ચે વાયુના વિતરણનો નિયમ. બ્રિટિશ રસાયણજ્ઞ અને તબીબ વિલિયમ હેન્રીએ આ નિયમ 1803માં રજૂ કર્યો હતો. આ નિયમ મુજબ ‘અચળ તાપમાને પ્રવાહી(દ્રાવક)ના મુકરર કદમાં સમતોલનમાં આવીને ઓગળેલા વાયુનું દળ પ્રવાહી ઉપર વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે.’ આ નિયમ વિતરણ…

વધુ વાંચો >

હેફ્નિયમ (hafnium)

હેફ્નિયમ (hafnium) : આવર્તક કોષ્ટક(periodic table)ના 4થા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hf. 1845માં સાવનબર્ગે જોયું કે ઝિર્કોન નામની ખનિજમાં બે તત્વો રહેલાં છે. 1852માં સોર્બીએ પણ વર્ણપટના અભ્યાસ પરથી આનું સમર્થન કર્યું. હેફનિયમ તત્વનો સૌપ્રથમ ઉલ્લેખ 1911માં ફ્રેંચ રસાયણવિજ્ઞાની જી. ઉર્બેઇને કર્યો હતો. 1922–23માં બોહરની કોપનહેગન…

વધુ વાંચો >

હેબર ફ્રિટ્ઝ (Haber Fritz)

હેબર, ફ્રિટ્ઝ (Haber, Fritz) [જ. 9 ડિસેમ્બર 1868, બ્રેસ્લો, સિલેશિયા (હવે રોકલો), પોલૅન્ડ; અ. 29 જાન્યુઆરી 1934, બાસલ, સ્વિટ્ઝર્લૅન્ડ] : જર્મન ભૌતિક-રસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. હેબર એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબ્લ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ…

વધુ વાંચો >

હેમન્ડ–અભિધારણા (Hammond postulate)

હેમન્ડ–અભિધારણા (Hammond postulate) : રાસાયણિક પ્રક્રિયાઓની બાબતમાં ક્રિયાશીલતા (reactivity) તથા ચયનાત્મકતા (વરણાત્મકતા, selectivity) વચ્ચેનો સંબંધ દર્શાવતી અભિધારણા. હેમન્ડે 1955માં તે રજૂ કરી હતી. તેને હેમન્ડલેફ્લર અભિધારણા પણ કહે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક અગત્યની બાબત એ નીપજોને પ્રક્રિયકોથી અલગ પાડતો એક ઊર્જા-અંતરાય (energy barrier) છે. પ્રક્રિયકોએ નીપજોમાં ફેરવાવા માટે…

વધુ વાંચો >

હેરોઇન (heroin)

હેરોઇન (heroin) : અફીણમાંના સક્રિય ઘટક મૉર્ફિન(morphine)નો સંશ્લેષિત વ્યુત્પન્ન (derivative) અને ઘેન, બેશુદ્ધિ કે સંવેદનશૂન્યતા લાવનાર (narcotic) રાસાયણિક સંયોજન. તે એક પ્રતિબંધિત સંયોજન છે અને માત્ર સંશોધનાર્થે કે રાસાયણિક પૃથક્કરણ માટે ઔષધતંત્ર વિભાગની મંજૂરી દ્વારા જ મળી શકે છે. મૉર્ફિનના ડાઇએસિટાઇલિઝેશન (diacetylization) વડે તેને મેળવવામાં આવે છે. અણુસૂત્ર C21H23NO5 અથવા…

વધુ વાંચો >

હેરૉવ્સ્કી યારોસ્લાવ (Heyrovsky Jaroslav)

હેરૉવ્સ્કી, યારોસ્લાવ (Heyrovsky, Jaroslav) [જ. 20 ડિસેમ્બર 1890, પ્રાગ, ચેક ગણતંત્ર (તે સમયનું ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય); અ. 27 માર્ચ 1967, પ્રાગ] : ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે ચાર્લ્સ યુનિવર્સિટી, પ્રાગ ખાતે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1910માં વિલિયમ રામ્સે (સર) અને એફ. જી. ડોનાનના વિદ્યાર્થી તરીકે ભૌતિક-રસાયણમાં…

વધુ વાંચો >

હેલાઇડ (halide)

હેલાઇડ (halide) : હૅલૉજન તત્વનું અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ સાથેનું MX પ્રકારનું સંયોજન. આમાં X એ હૅલૉજન (ફ્લોરિન, ક્લોરિન, બ્રોમીન, આયોડિન કે એસ્ટેટાઇન) અને M એ અન્ય તત્વ કે કાર્બનિક સમૂહ હોઈ શકે છે. આ સંયોજનોને હાઇડ્રૉહેલિક (hydrohalic) ઍસિડ HX, કે જેમાં Xની ઉપચયન અવસ્થા –1 હોય છે, તેનાં…

વધુ વાંચો >