Botany
નોલકોલ (Knolkol)
નોલકોલ (Knolkol) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા બ્રેસીકેસી (રાજિકાદિ/રાઈ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea var. gongylodes Linn. (હિ. ગંઠ ગોબી; બં. ઓલ્કાપી; મ.નાવલ કોલ; ગુ. નોલકોલ; ક. કોસુગડ્ડે, નવિલાકોસુ; તા. નૂલખોલ; તે ગડ્ડાગોબી, નૂલખોલ; ઉ. ગંઠીકોબી; અં. નોલ-ખોલ, કોહલ્રાબી) છે. વિતરણ : ઉત્તર યુરોપના દરિયાકિનારાના દેશોની મૂલનિવાસી…
વધુ વાંચો >નોળવેલ (નાની)
નોળવેલ (નાની) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના કુલ એરિસ્ટોલોકિયેસી (ઈશ્વરી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia indica Linn. (સં. સુનંદા, ઈશ્વરી, અહિગંધા, ગંધનાકુલી; બં. હિં. ઈસરમૂલ, અર્કમૂલ, ઇસરૉલ, રુદ્રજટા, ઈશ્વરમૂલ; મ. સાંપસંદ, સાપસણ; ગુ. સાપસન, નાની નોળવેલ, અર્કમૂલ; મલા. ઈશ્વરમૂલ્લ; તા. પેરૂમારિન્દુ, ગરુડા-કકોડી; તે. નાલ્લેશ્વરી, દુલાગવેલા; એ. ફા. જરવંદે; અં. ઇન્ડિયન…
વધુ વાંચો >પક્સીનિયા
પક્સીનિયા : કિટ્ટ અથવા ગેરુ (rust) તરીકે ઓળખાતી રોગજનીય (pathogenic) ફૂગ. તે બેસીડિયોમાયસેટીસ્ વર્ગના યુરેડિનેલીસ ગોત્રમાં આવેલા પક્સીનિયેસી કુળની ફૂગ છે. તે ઘઉં, જવ, ઓટ, રાય, મગફળી, સફરજન, સફેદ ચીડ (white pine) અને સ્નૅપડ્રૅગન જેવી આર્થિક અગત્યની વનસ્પતિઓ કે પાક ઉપર પરોપજીવન ગુજારે છે અને પાકને ઘણું આર્થિક નુકસાન પહોંચાડે…
વધુ વાંચો >પક્ષ્મ (cilium)
પક્ષ્મ (cilium) : કેટલાક કોષની સપાટી પર આવેલી વિશિષ્ટ સૂક્ષ્મ રચના. તે આશરે 5થી 10 માઇક્રોન લંબાઈ ધરાવે છે. તેની સંખ્યા કોષદીઠ થોડીકથી માંડી હજારો સુધીની હોય છે. પક્ષ્મલ સાધન (ciliary apparatus) ત્રણ ઘટકોનું બનેલું હોય છે : (1) પક્ષ્મ : તે પાતળો નલિકાકાર પ્રવર્ધ છે અને કોષની મુક્ત સપાટીએથી…
વધુ વાંચો >પગલા પાન
પગલા પાન : દ્વિદળી વર્ગના સ્ટર્ક્યુલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sterculia diversifolia syn. (S. alata Roxb. var. diversifolia) છે. તેને ગાંડું વૃક્ષ (mad tree) અથવા (તેનું થડ બાટલી આકારનું હોવાથી) ‘બૉટલ ટ્રી’ કહે છે. તે ઑસ્ટ્રેલિયાનું મૂલનિવાસી ગણાય છે. આ વૃક્ષ મધ્યમસરની ઊંચાઈ ધરાવે છે. આ વૃક્ષનાં કોઈ બે…
વધુ વાંચો >પટોલ
પટોલ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા કુકરબીટેસી (કૂષ્માન્ડાદિ) કુળની વનસ્પતિ. તેની બે જાતિઓ થાય છે : એક જાતિનું વૈજ્ઞાનિક નામ Trichosanthes cucumerina L. (સં. અમૃતફળ, કષ્ટભંજન, કુલક, પટોલ, કટુપટોલી, કર્કશચ્છદ, તિક્તોત્તમ; હિં. કડવે પરવલ, જંગલી ચિંચોડા, વનપટોલ; બં. પલતાલના, તિત્ પલતા, તિત્ પટોલ; મ. સોન-કટુ પડવળ, રાન પરવલ, ગુ. કડવી…
વધુ વાંચો >પડદાવેલ (curtain creeper)
પડદાવેલ (curtain creeper) : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ છે Vernonia elaegnifolia. D. C. આ વેલ સારી એવી ઝડપથી વધે છે. એની મુખ્ય ડાળીઓ જમીનને સમાંતર આડી લંબાવવામાં આવે તો એમાંથી પડદાની ઝાલરની માફક નાની નાની અસંખ્ય ડાળીઓ લટકે છે. એને સમયાંતરે કાપતા રહેતાં ગીચ પડદા જેવું…
વધુ વાંચો >પતન-સ્તર
પતન–સ્તર : પર્ણપતન દરમિયાન જીવંત પેશીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા સિવાય પ્રકાંડ પરથી પર્ણને છૂટું પાડતું સ્તર. પર્ણપાતી વૃક્ષોમાં પર્ણપતનની ક્રિયા જટિલ હોય છે અને ક્રમશ: થાય છે. સમશીતોષ્ણ પ્રદેશની બહુવર્ષાયુ વનસ્પતિઓમાં શિયાળાની શરૂઆતમાં અને ઉષ્ણપ્રદેશમાં ઉનાળાની શરૂઆતમાં આવર્તક રીતે આ ક્રિયા થાય છે. આ ક્રિયા જે ચોક્કસ પ્રદેશમાં…
વધુ વાંચો >પતંગ-1
પતંગ–1 : વનસ્પતિઓના દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ સીઝાલ્પિનિયેસી (પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Haematoxylon campachianum Linn., syn. cymsepalum baronial Baker (સં. પતંગ, રક્તકાષ્ઠ, રક્તસાર, પત્રાંગ, રંજન, પટ્ટરંજક; હિં. પતંગ; બકમ, બં. બોક્કાન; બકમ, તે. ગબ્બી, બુક્કપુચેટ્ટુ; ક. પર્તંગા; અં. લૉગ્વૂડ, કૅમ્પીઅચી ટ્રી) છે. વિતરણ : પતંગ મૅક્સિકો (કૅમ્પેચીનો અખાત…
વધુ વાંચો >પતંગ-2 / પત્રાંગ
પતંગ–2 / પત્રાંગ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી(પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia sappan Linn. (સં. રક્તકાષ્ઠ, પત્રાંગ; પટ્ટરંજક, કુચંદન, પત્રાધ્ય, રક્તસાર, રંજન; હિં. પતંગ; બકમ, બં. બકમ, મ. પતંગ; તા. સપંગ, બારતાંગી; પતુંગમ્; તે. બકમુ, મલા. ચપ્પનં.; સપ્પનમ, ક. પત્તંગ, સપ્પંગે; પર્શિયન બકમ, અ. બગ્ગમ; ઉર્દૂ બકમ,…
વધુ વાંચો >