Botany
ડાયસૅકેરાઇડ્ઝ
ડાયસૅકેરાઇડ્ઝ : બે મૉનોસૅકેરાઇડ એકમોના સહસંયોજક બંધ દ્વારા થતા જોડાણથી મળતી શર્કરાઓનો સમૂહ. આ બે એકમો ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. કાર્બોહાઇડ્રેટ્સના ત્રણ વર્ગ પૈકી ઓલિગોસૅકેરાઇડ વર્ગમાં ડાયસૅકેરાઇડનો સમાવેશ થાય છે. લૅક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, ટ્રિહેલોઝ તથા સેલોબાયોઝ આ વર્ગની જાણીતી શર્કરાઓ છે. કુદરતમાં બે ડાયસૅકેરાઇડ વિપુલ પ્રમાણમાં મળે છે :…
વધુ વાંચો >ડાયેટોમ
ડાયેટોમ : બેસીલારીઓફાઇટા વિભાગની કોઈ પણ એકકોષી કે શિથિલ શૃંખલા સ્વરૂપે કે વસાહતી સ્વરૂપે મળી આવતી લીલ. વિશ્વમાં ડાયેટોમની લગભગ 200 પ્રજાતિઓ અને 16,000 જેટલી જાતિઓ થાય છે. તે જલીય હોય છે અને મીઠા પાણીમાં તેમજ દરિયામાં પ્લવક (plankton) તરીકે થાય છે. કેટલીક જલતલીય પણ હોય છે. તે સૂક્ષ્મ, વિવિધરંગી…
વધુ વાંચો >ડાયૉસ્કોરીઆ
ડાયૉસ્કોરીઆ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલ ડાયૉસ્કોરિયેસી કુળની પ્રજાતિ. તે લગભગ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ભેજવાળા ઉષ્ણ, ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની ઘણીખરી જાતિઓ વન્ય (wild) હોય છે. બહુ ઓછી જાતિઓ Dioscorea alata, Linn. (એશિયન રતાળુ); D. esculenta, Burkill (કાંગર); D. bulbifera, L.…
વધુ વાંચો >ડાયૉસ્પાયરોસ
ડાયૉસ્પાયરોસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના અબનૂસાદિ (Ebenaceae) કુળમાં આવેલી એક પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 153 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 12 જેટલી જાતિઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. ભારતમાં આશરે 41 જાતિઓ નોંધાયેલી છે. તેઓ ડૅક્કન, અસમ અને બંગાળનાં સદાહરિત જંગલોમાં મોટે ભાગે થાય છે. બહુ થોડી જાતિઓ ઉત્તર…
વધુ વાંચો >ડાર્લિંગ્ટન, સી. ડી.
ડાર્લિંગ્ટન, સી. ડી. (જ. 19 ડિસેમ્બર 1903, લેંકેશાયર; અ. 26 માર્ચ 1981) : બ્રિટિશ કોષવિજ્ઞાની. આખું નામ સિરિલ ડીન ડાર્લિંગ્ટન. તેમણે કોષકેન્દ્રવિભાજનના વિવિધ પ્રકારો વચ્ચે રહેલા સંબંધોની માહિતી આપી; જેથી કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની પ્રાથમિક ભૂમિકાનું સર્જન થયું. તેમણે વાય. કૉલેજ, કૅન્ટ દ્વારા બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >ડાર્વિન, ઇરેસ્મસ
ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) : ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી…
વધુ વાંચો >ડીડલેકેન્થસ
ડીડલેકેન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના એકેન્થેસી કુળની એક પ્રજાતિ. Daedalacanthus roseus T. Anders. syn. Eranthemum roseum R. Br. (હિ. गुलशाम ; મ. दसमूलि; તા. નીલમૂલી) લગભગ 1.8 મીટર ઊંચી ક્ષુપ જાતિ છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક લંબચોરસ ભાલાકાર (lanceolate) હોય છે. ઊબકા આવે તેવી તીવ્ર વાસ ધરાવતાં વાદળી કે ગુલાબી…
વધુ વાંચો >ડીલીનીએસી
ડીલીનીએસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક મુક્તદલા કુળ. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલા આ કુળમાં 10 પ્રજાતિઓ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. દક્ષિણ ગોળાર્ધમાં તેનું વિતરણ વિશેષ પ્રમાણમાં થયેલું છે. ભારતમાં 3 પ્રજાતિ અને 12 જાતિ તેમજ ગુજરાતમાં 1 પ્રજાતિ અને 1 જાતિ નોંધાયેલી છે. વૃક્ષ કે…
વધુ વાંચો >ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર
ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર (જ. 14 ઑક્ટોબર 1767, જિનીવા; અ. 18 એપ્રિલ 1845, જિનીવા) : સ્વિસ રસાયણજ્ઞ અને વનસ્પતિ- દેહધર્મવિજ્ઞાની. વનસ્પતિઓ પર પાણી, હવા અને પોષક પદાર્થોની અસર વિશેના તેમના માત્રાત્મક (quantitative) પ્રયોગોએ વનસ્પતિ-રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તે હૉરેસ બેનિડિક્ટ ડી સાંસુરે નામના ભૂસ્તર વિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે તેમના પિતાને ઘણા…
વધુ વાંચો >ડુક્કરકંદ
ડુક્કરકંદ (વારાહીકંદ) : એકદળી વર્ગના ટેક્સેસી કુળમાં આવેલી વનસ્પતિ. (વૈજ્ઞાનિક નામ Tacca aspera, Roxb. ગુ. ડુક્કરકંદ, વારાહી કંદ). પ્રાય: મોટા પર્વતોના પાણીવાળા પ્રદેશમાં કે બાગમાં વેલા રૂપે થાય છે. તેની ઊંચાઈ 45થી 60 સેમી. હોય છે. તેનાં પર્ણો ઉપવલયી-અંડાકાર (elliptical-ovate) અને 20થી 40 સેમી. લાંબાં હોય છે. પુષ્પો લીલાશ પડતાં…
વધુ વાંચો >