Botany
કૅલેન્ડ્યુલા
કૅલેન્ડ્યુલા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી એક પ્રજાતિ. તે 25 જેટલી એકવર્ષાયુ કે બહુવર્ષાયુ જાતિઓની બનેલી છે, ભારતમાં તેની બે જાતિઓ થાય છે. Calendula officinalis Linn. (પં. ઝર્ગુલ, અં. પૉટ મેરીગોલ્ડ) રોમિલ, એકવર્ષાયુ, 50 સેમી.થી 60 સેમી. ઊંચી શાકીય જાતિ છે – ઘણા ભાગોમાં તેને ઉદ્યાનોમાં…
વધુ વાંચો >કૅલેમસ (નેતર)
કૅલેમસ (નેતર) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની તાડની એક પ્રજાતિ. તે 390 જેટલી જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોનાં જંગલોમાં વિતરણ પામેલી છે. મોટાભાગની જાતિઓ વૃક્ષો પર પર્ણો અને પર્ણ-આવરકો ઉપર આવેલા અંકુશ જેવા કાંટાઓ અથવા પર્ણના અક્ષની ચાબુક જેવી લાંબી રચનાઓ દ્વારા આરોહણ કરે છે.…
વધુ વાંચો >કૅલેમાઇટેલ્સ
કૅલેમાઇટેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના વિભાગ સ્ફિનોફાઇટાના વર્ગ કૅલેમોપ્સિડાનું એક અશ્મીભૂત ગોત્ર. આ ગોત્ર ઉપરિ કાર્બનિફેરસ ભૂસ્તરીય યુગમાં લેપિડોડેન્ડ્રેલ્સ સાથે વિકાસની ચરમ સીમાએ હતું અને કોલસાના સંસ્તરો અને પંકિલ જંગલોમાં જોવા મળતું હતું. તે ઉપરિ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં ઉદભવ પામ્યું હતું અને પર્મિયનના અંતભાગમાં લુપ્ત થયું હતું. કૅલેમાઇટેલ્સ ગોત્રને બે કુળમાં…
વધુ વાંચો >કેલોફાઇલમ ઇનોફાઇલમ : જુઓ સુલતાન ચંપો.
કેલોફાઇલમ ઇનોફાઇલમ : જુઓ સુલતાન ચંપો
વધુ વાંચો >કૅલોસ પ્લગ
કૅલોસ પ્લગ : પાનખરના આગમન પૂર્વે વનસ્પતિઓના ખોરાક સાથે સંકળાયેલી ચાળણીપટ્ટિકા(sieve plate)ની બંને બાજુએ નિર્માણ થતી ગાદી જેવી (callus pad) રચના. સામાન્યપણે ચાળણી-ક્ષેત્રોમાં કૅલોસ કાર્બોદિત (carbohydrate) હોય છે. કોષરસમાં આવેલા તંતુઓના સમૂહીકરણથી બનતી રજ્જુકાઓની ફરતે કૅલોસ એક આવરણ બનાવે છે. શરૂઆતમાં આ આવરણ પાતળું હોય છે, પરંતુ સમય જતાં તે…
વધુ વાંચો >કેવડો
કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…
વધુ વાંચો >કેસર
કેસર : એકદળી વર્ગમાં આવેલા ઇરિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crocus sativas Linn. (સં. કેસર, કંકુમ; હિં. કેસર, ઝાફરાન, ગુ. કેસર; મ. કેસર; અં. સેફ્રોન) છે. તે એક નાની, કંદિલ, બહુવર્ષાયુ, 15 સેમી.થી 25 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને તેનાં મોટાં, સુગંધિત, વાદળી કે આછા જાંબલી રંગનાં…
વધુ વાંચો >કેસિયા પ્રજાતિ
કેસિયા પ્રજાતિ : વર્ગ દ્વિદળીની શ્રેણી કેલીસીફ્લોરીના કુળ સીઝાલપીનીની એક પ્રજાતિ. Gassi fistula (ગરમાળો) ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. તેનાં પાન મોટાં હોય છે, પાન શિયાળામાં ગરી જાય છે, પછી આખું ઝાડ પીળાં લટકતાં ફૂલથી છવાઈ જાય છે. ફૂલ પછી લાંબી પાઇપ જેવી શિંગો આવે છે. આ શિંગોનો ગર ગરમાળાના…
વધુ વાંચો >કૅસ્યૂરાઇના (સરુ)
કૅસ્યૂરાઇના (સરુ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅસ્યુરિનેસી કુળની એક પ્રજાતિ. તે ઊંચી, સદાહરિત, મરૂદભિદીય (xerophytic) વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે મળી આવે છે અને ‘બીફ વૂડ ટ્રી’, ‘ફોરેસ્ટ ઑક’ કે ‘શી ઑક’ તરીકે જાણીતી છે. ભારતમાં તેની 9 જેટલી જાતિઓનો બળતણ અને મૃદા-સંરક્ષણ માટે પ્રવેશ કરાવવામાં આવ્યો છે. Casurina equisetifolia…
વધુ વાંચો >કેળ
કેળ : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી(ઉપકુળ – મ્યુનેસી)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Musa paradisiaca L. (સં. કદલી, રંભા; હિ. કેલ; અં. બનાના) છે. તે બારેમાસ ફળ અને ફૂલો ધારણ કરે છે. આબુ-અંબાજી, માથેરાન, નીલગિરિના પહાડોમાં મૂળ (original – native) વગડાઉ કેળ છે. તે કાળાં બીજથી ઊગે છે. પરંતુ…
વધુ વાંચો >