Botany
કૅક્ટસ
કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…
વધુ વાંચો >કેટૉનિયેલ્સ શ્રેણી
કેટૉનિયેલ્સ શ્રેણી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના ટેરિડોસ્પર્મૉપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. ઇંગ્લૅંડમાં મહાસરટ’ (Jurassic) ભૂસ્તરીય ખડકોમાંથી સૌપ્રથમ વાર થૉમસે (1921) આ ગોત્રની માહિતી આપી. તે ઉપરિ રક્તાશ્મ(upper Triassic)થી ઉપરિ ખટીયુગ (upper Cretaseous) ભૂસ્તરીય યુગમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બીજની દેખીતી બંધ પ્રકૃતિને લીધે તેની શરૂઆતમાં ‘આવૃત બીજધારી’ તરીકેની ઓળખ…
વધુ વાંચો >કેતકી
કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…
વધુ વાંચો >કૅના
કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય…
વધુ વાંચો >કૅનાવાલિયા
કૅનાવાલિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળની આરોહી શાકીય પ્રજાતિ. તે લગભગ 48 જાતિઓની બનેલી છે અને ઉષ્ણકટિબંધમાં બધે જ વિતરણ પામેલી છે. બે જાતિઓ (Canavalia ensiformis અને C. gladiata) ખૂબ જાણીતી છે અને તેને ખાદ્ય શિંબી-ફળો અને દાણા માટે ઉછેરવામાં આવે છે. C. ensiformis (Linn.) DC. (સં. મહાશિંબી,…
વધુ વાંચો >કૅનેબિસ
કૅનેબિસ : જુઓ ભાંગ
વધુ વાંચો >કૅન્ડી ટફ્ટ
કૅન્ડી ટફ્ટ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેને ‘Iberis’ પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે અને એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) સ્વરૂપે જોવા મળે છે. આ પ્રજાતિની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પુષ્પસમૂહો માટે ઉછેરવામાં આવે છે. તેને ક્યારીઓમાં કે ક્યારીઓની કે પ્લોટની સીમાઓ બનાવવા ઉદ્યાનોમાં…
વધુ વાંચો >કેન્ડૉલ ઑગસ્ટિન-પિરામ ડી
કેન્ડૉલ, ઑગસ્ટિન-પિરામ ડી (જ. 4 ફેબ્રુઆરી 1778, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 9 સપ્ટેમ્બર 1841, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વનસ્પતિ-વર્ગીકરણના આદ્ય પ્રણેતા. તેમણે અભ્યાસ પૅરિસમાં કર્યો. તેઓ માપેલ્યામાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતા તે દરમિયાન ‘Theorie elementaire de la botanique’ (1813) ગ્રંથ રચ્યો. કેન્ડૉલે વનસ્પતિ-વર્ગીકરણનો પાયો નાખ્યો. વનસ્પતિ-વિજ્ઞાનની બધી શાખાઓના અભ્યાસને આધારે તેનાં…
વધુ વાંચો >કૅપ્પેરિસ
કૅપ્પેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની વૃક્ષ અને ઉન્નત અથવા ભૂપ્રસારી કે આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. દુનિયામાં તેની 270 જેટલી જાતિઓ થાય છે, તે પૈકી ભારતમાં 40 જેટલી જાતિઓ થાય છે. કેટલીક જાતિઓ આર્થિક અગત્ય ધરાવે છે. તેની જાણીતી જાતિઓમાં Capparis decidua Edgew (કેરડો, કેર), C.…
વધુ વાંચો >કૅમ્પટોથેશિયા
કૅમ્પટોથેશિયા : નાયસાસી કુળના ચીની વૃક્ષ કૅમ્પટોથેશિયા ઍક્યુમિનેટાનાં ફળ, કાષ્ઠ અને વૃક્ષની છાલમાંથી મળતી ઔષધિ. તેમાં કૅમ્પોથેસીન ક્વિનોલીન સંરચના ધરાવતા આલ્કલૉઇડ છે. તે પ્રયોગપાત્ર પ્રાણીમાં સ્પષ્ટત: શ્વેતરક્તતારોધી અને ગુલ્મરોધી ક્રિયા દર્શાવે છે. જઠર આંત્રના કૅન્સરમાં તેનો ઉપયોગ થાય છે. બકુલા શાહ
વધુ વાંચો >