Botany

હાયેનિયેલ્સ

હાયેનિયેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી (Pteridophyta) વિભાગમાં આવેલા વર્ગ સ્ફેનોપ્સીડાનું એક અશ્મીભૂત ગોત્ર. તે નિમ્ન અને મધ્ય મત્સ્યયુગ(Devonian)માં અસ્તિત્વ ધરાવતું હતું. તેને ‘પ્રોટોઆર્ટિક્યુલેટી’ તરીકે પણ ઓળખાવવામાં આવે છે; કારણ કે તેઓ સ્ફેનોપ્સીડા વર્ગની સૌથી આદ્ય અને સરળ વનસ્પતિઓ હતી. આ ગોત્રમાંથી ઉત્ક્રાંતિની બે રેખાઓ ઉદભવી; જે પૈકી એક સ્ફેનોફાઇલેલ્સ અને બીજી…

વધુ વાંચો >

હાર્ડી-વિન્બર્ગનો સિદ્ધાંત

હાર્ડી-વિન્બર્ગનો સિદ્ધાંત : વસ્તીમાં કોઈ એક લક્ષણ માટેના વિયોજન (segregation) દરમિયાન પરસ્પર સંતુલન સ્થાપવાનું વલણ. આ સિદ્ધાંત હાર્ડી-વિન્બર્ગ નામના વસ્તી-જનીનવિજ્ઞાનીઓએ સ્વતંત્રપણે આપ્યો છે. હાર્ડી બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને વિન્બર્ગ જર્મન વિજ્ઞાની હતા. તેમણે આપેલો સિદ્ધાંત ‘હાર્ડી-વિન્બર્ગનો સંતુલનનો સિદ્ધાંત’ – એ નામે જાણીતો છે. કોઈ નિશ્ચિત જાતિના બધા સજીવો તે જાતિ માટે…

વધુ વાંચો >

હિપ્ટેજ

હિપ્ટેજ : જુઓ માધવીલતા.

વધુ વાંચો >

હિસ્ટોજન્સ

હિસ્ટોજન્સ : જુઓ વર્ધમાનપેશી.

વધુ વાંચો >

હિસ્ટોન્સ

હિસ્ટોન્સ : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષકેન્દ્રમાં આવેલ રંગસૂત્રદ્રવ્ય(chromatin material)ના બંધારણમાં જોવા મળતો પ્રોટીનનો એક પ્રકાર. વીજાણુસૂક્ષ્મદર્શક હેઠળ અલગીકૃત રંગસૂત્ર-દ્રવ્યનું અવલોકન કરતાં પાતળી દોરીઓ વડે જોડાયેલા ઉપવલયી (ellipsoidal) મણકાઓ(લગભગ 110 Å વ્યાસ અને 60 Å ઊંચાઈવાળા)ની શ્રેણી જોવા મળે છે. આ પ્રત્યેક મણકાને કે રંગસૂત્રદ્રવ્યના ઉપઘટકને કેન્દ્રકાભ (nucleosome) કહે છે. આકૃતિ…

વધુ વાંચો >

હિંગ

હિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અમ્બેલીફેરી) કુળની વનસ્પતિ. હિંગ Ferulaની કેટલીક જાતિઓના પ્રકંદ (rootstock) કે સોટીમૂળમાંથી મેળવવામાં આવતો શુષ્ક ક્ષીરરસ છે. હિંગ આપતી આ જાતિઓમાં Ferula foetida Regel, F. alliacea Boiss., F. rubricaulis Boiss., F. assafoetida Linn. અને F. narthex Boiss. (સં. હિંગુ, રામઠ, જંતુક; હિં. મ. બં. ક.…

વધુ વાંચો >

હીપેટેસી (હીપેટીકોપ્સિડા)

હીપેટેસી (હીપેટીકોપ્સિડા) : દ્વિઅંગી વિભાગની ‘લિવરવર્ટ્સ’ તરીકે જાણીતી નીચલી કક્ષાની લીલી વનસ્પતિઓનો બનેલો એક વર્ગ. આ વર્ગને આશરે 225 પ્રજાતિઓ અને 8500 જેટલી જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તેના બાહ્ય સ્વરૂપમાં ખૂબ વૈવિધ્ય જોવા મળતું હોવા છતાં મોટા ભાગના જન્યુજનક (gametophyte = જન્યુકોષો ઉત્પન્ન કરતી અવસ્થા) પૃષ્ઠવક્ષીય (dorsiventral) હોય છે.…

વધુ વાંચો >

હૂકર જૉસેફ ડાલ્ટન (સર)

હૂકર, જૉસેફ ડાલ્ટન (સર) (જ. 30 જૂન 1817, હૅલેસ્વર્થ, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1911, સનિન્ગડેલ, બર્કશાયર) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે વાનસ્પતિક પ્રવાસો અને અભ્યાસ માટે તથા ચાર્લ્સ ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ના સબળ ટેકેદાર તરીકે ખૂબ જાણીતા હતા. તે સર વિલિયમ જૅક્સન નામના વનસ્પતિવિજ્ઞાનીના બીજા ક્રમના પુત્ર હતા. તેમણે ગ્લૅસ્ગો હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

હૂકર વિલિયમ જૅક્સન (સર)

હૂકર, વિલિયમ જૅક્સન (સર) (જ. 6 જુલાઈ 1785, નૉર્વિચ, નૉરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1865, ક્યૂ, સરી) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે લંડનમાં આવેલા ‘રૉયલ બૉટેનિક ગાર્ડન્સ, ક્યૂ’ના પ્રથમ નિયામક હતા. હંસરાજ, લીલ, લાઇકેન અને ફૂગ તથા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના જ્ઞાનમાં તેમણે ખૂબ વધારો કર્યો હતો. હૂકર એક વેપારીના કારકુનના પુત્ર…

વધુ વાંચો >

હેચ સ્લેક ચક્ર

હેચ સ્લેક ચક્ર : જુઓ પ્રકાશસંશ્લેષણ.

વધુ વાંચો >