Botany

સ્વેડા

સ્વેડા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની શાકીય કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિની 40 જેટલી જાતિઓ ક્ષારયુક્ત મૃદામાં મળી આવે છે. તે પૈકી ભારતમાં Saueda fruticosa Forsk. ex J. F. Gmel., S. maritima Dum. syn. S. nudiflora Mog.; Salsola indica Willd., S. monoica Forsk. ex. J. F.…

વધુ વાંચો >

હચિન્સન જ્હૉન

હચિન્સન, જ્હૉન (જ. 7 એપ્રિલ 1884, બ્લિન્ડબર્ન; અ. 2 સપ્ટેમ્બર 1972, લંડન) : ખ્યાતનામ અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની, વર્ગીકરણવિજ્ઞાની (taxonomist) અને લેખક. તેમનો જન્મ બ્લિન્ડબર્ન, વૉર્ક ઓન-ટાઇન, નૉર્થમ્બરલૅંડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમણે ઉદ્યાનકૃષિવિદ્યાકીય (horticultural) તાલીમ નૉર્થમ્બરલૅંડ અને ડુરહામમાંથી મેળવી અને 1904માં ક્યૂમાં શિખાઉ માળી તરીકે નિયુક્ત થયા. તેમની વર્ગીકરણવિદ્યાકીય અને ચિત્રણની કુશળતાઓ…

વધુ વાંચો >

હજારા નારંગી

હજારા નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus nobilis અથવા C. chrysocarpaની એક જાત (variety) છે. તે નારંગી, મોસંબી અને લીંબુના વર્ગની એક જાતિ છે. તે 1.5–2.0 મી. ઊંચું, નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનો ફેલાવો 1.5 મી. જેટલો થાય છે. તેનું થડ નીચેથી…

વધુ વાંચો >

હજારી ગલગોટા

હજારી ગલગોટા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની ‘મેરીગોલ્ડ’ તરીકે જાણીતી વનસ્પતિજાતિઓ. આ જાતિઓ Tagetes નામની પ્રજાતિમાં મૂકવામાં આવી છે. તે મૅક્સિકો અને અમેરિકાના અન્ય ગરમ ભાગોની મૂલનિવાસી છે અને ઉષ્ણ તથા ઉપોષ્ણ પ્રદેશોમાં પ્રાકૃતિક (naturalized) બની છે. જોકે મેરીગોલ્ડ નામ ઍસ્ટરેસી કુળની સોનેરી કે પીળા સ્તબક (capitulum) ધરાવતી…

વધુ વાંચો >

હનિસકલ (Honeysuckle)

હનિસકલ (Honeysuckle) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્રિફોલિયેસી કુળની લોનીસેરા પ્રજાતિ(genus)ની જાતિઓ. તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 40 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. જાપાની હનિસકલ (Lonicera japonica) તરીકે ઓળખાવાતી જાતિ લુશાઈની ટેકરીઓ (આસામ)…

વધુ વાંચો >

હરડે

હરડે દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia chebula Retz. (સં. હરીતકી, અભયા, પથ્યા; હિં. હરડ, હડ, હર્રે; બં. હરીતકી; મ. હિરડા; ક. અણિલેકાયી; ત. કદુક્કાઈ; તે. કરક્કાઈ; ઉ. કારેવી; અ. એહલીલજ; ફા. હલીલ; અં. ચિબુલિક માયરોબેલન) છે. સ્વરૂપ : તે 15–24 મી. ઊંચું, 1.5–2.4 મી.ના…

વધુ વાંચો >

હરમો

હરમો : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ougeinia oojeinensis (Roxb) Hochr. Syn. O. dalbergioides Benth. (સં. તિનિશ; હિં. તિનસુના, તિરિચ્છ; બં. તિલિશ; મ. તિવસ, કાળા પળસ; ક. તિનિશ; ગુ. હરમો, તણછ; તે. તેલ્લા મોટુકુ; તમ. નરિવેંગાઈ; મલ. માલાવેન્ના; ઉ. બંધોના, બંજન) છે. તે નાનાથી માંડી…

વધુ વાંચો >

હરમો બાવળ

હરમો બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia leucophloea willd. syn. A. alba willd. (સં. અરિમેદ, શ્વેત બુરબુર; બં. સફેદ બબુલ; હિં. સફેદ કીકર, સફેદ બબુલ; મ. હીવર, નીમ્બરી, પાન્ઢરી બબુલ; ગુ. હરમો બાવળ, પીળો બાવળ, હરી બાવળ; ક. બીલીજાલી; ત. વેલ્વાયાલમ; તે. તેલ્લા…

વધુ વાંચો >

હરિત લીલ

હરિત લીલ : લીલનો એક પ્રકાર. અર્વાચીન મત પ્રમાણે હરિત લીલને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ક્લૉરોફાઇટા (ક્લૉરોફાઇકોફાઇટા) અને (2) કારોફાઇટા (કારોફાઇકોફાઇટા). ક્લૉરોફાઇટામાં લગભગ 20,000 જેટલી અને કારોફાઇટામાં 294 જાતિઓ નોંધાઈ છે. નિવાસસ્થાન : મોટા ભાગની લીલ જલજ હોય છે, છતાં કેટલીક જાતિઓ ઉપહવાઈ (subaerial) છે. ઉપહવાઈ…

વધુ વાંચો >

હર્બેરિયમ

હર્બેરિયમ : જુઓ વનસ્પતિ સંગ્રહાલય.

વધુ વાંચો >