Botany
સમજનીનકો અને સમજનીનીકરણ (clones and cloning)
સમજનીનકો અને સમજનીનીકરણ (clones and cloning) : સમાન જનીનસંકુલ ધરાવતા સજીવોના સમૂહો અને સમજનીનકો નિર્માણ કરવા અપનાવવામાં આવતી પ્રવિધિ. વનસ્પતિની ડાળખી રોપવાથી ઉદ્ભવતી વનસ્પતિનાં જનીનસંકુલો અને પ્રજનક (parent) વનસ્પતિનાં જનીનસંકુલો એકસરખા હોય છે. ગ્રીક ભાષામાં KLON એટલે ડાળખી (shoot). તેના વિકાસથી ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિ સમજનીનક હોય છે. ડાળખી રોપવાથી,…
વધુ વાંચો >સમભાજન (mitosis)
સમભાજન (mitosis) : સજીવોમાં થતા કોષવિભાજનનો એક પ્રકાર. સજીવોનું જીવન એકકોષથી શરૂ થઈ, વારંવાર વિભાજનથી બહુકોષીય બને છે. પૂર્વવર્તી કોષનું વિભાજન થઈ અંગો બહુકોષીય બને છે. કોષવિભાજનથી નવા કોષો ઉત્પન્ન થાય છે. એકકોષી સજીવોમાં કોષવિભાજનની ક્રિયા પ્રજનનનું સાધન છે, જ્યારે બહુકોષી સજીવોમાં તે અંગ અને દેહનું ઘડતર કરે છે. કોષવિભાજનની…
વધુ વાંચો >સમસ્થિતતા (homeostastis)
સમસ્થિતતા (homeostastis) : જૈવિક તંત્રનું બાહ્ય કે આંતરિક પર્યાવરણીય ફેરફારો સામે અવરોધ કરી સંતુલન-અવસ્થામાં રહેવાનું વલણ. સજીવના આંતરિક પર્યાવરણની ગતિશીલ અચળતાની જાળવણી કે સ્થાયી સ્થિતિને સમસ્થિતતા કહે છે. સમસ્થિતતા સજીવનો મૂળભૂત ગુણધર્મ છે. ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, ક્ષારો અને હાઇડ્રોજન-આયનોની સાંદ્રતા; તાપમાનમાં ફેરફારો અને પ્રકાશની ગુણવત્તા અને તીવ્રતામાં ફેરફારો જેવા બાહ્ય…
વધુ વાંચો >સમુદ્રફળ
સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…
વધુ વાંચો >સમુદ્રવેલ (મરજાદવેલ)
સમુદ્રવેલ (મરજાદવેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કોન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea pes-carpae (Linn.) Sweet syn. I. biloba Forsk.; I. maritima R. Br. (હિં. દોપાતી લતા, બં. છાગાકુરી, મ. મર્યાદવેલ, સમુદ્રફેન) છે. તે એક મોટી આરોહી કે તલસર્પી (trailing), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને જાડાં લાંબાં મૂળ ધરાવે…
વધુ વાંચો >સમુદ્રશોષ (વરધારો)
સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર…
વધુ વાંચો >સમૂહ-સંક્રમણ (mass flow)
સમૂહ–સંક્રમણ (mass flow) : વનસ્પતિમાં આયનો અને ચયાપચયકો(metabolites)ના વહનની સમજૂતી માટે આપવામાં આવેલી સંકલ્પનાઓ. બંને પ્રકારના પદાર્થો માટે આપવામાં આવેલી આ સંકલ્પનાઓ જુદી જુદી છે. આયનોનું સમૂહ–સંક્રમણ : કેટલાક સંશોધકોની માન્યતા મુજબ વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીના થતા સમૂહ-સંક્રમણ સાથે આયનો વહન પામે છે. આ સંકલ્પના મુજબ ઉત્સ્વેદન(transpiration)માં વધારો થતાં આયનોના…
વધુ વાંચો >સરગવો
સરગવો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરિન્ગેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Moringa oleifera Lam. syn. M. pterygosperma Gaertn. (સં. શોભાંજન, શિગ્રુ, અક્ષીવ; હિં. સૈંજના, શાજના, મુંગ્ના; બં. સજેના, શજિના; મ. શેવગા, શગેટા; ગુ. સેક્ટો, સરગવો; અં. ડ્રમસ્ટિક ટ્રી, હોર્સ રેડીશ ટ્રી) છે. એક નાનું કે મધ્યમ કદનું, 4.5 મી.થી…
વધુ વાંચો >સરસવ
સરસવ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસીકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. syn. B. rapa Linn. (સં. સર્ષપ; હિંદી. સરસોં, લાહી, લુટની, માઘી, તોરિયા; મ. શિરસી; બં. સ્વદા રાઈ; અં. ફિલ્ડ મસ્ટાર્ડ, ઇંડિયન કોલ્ઝા) છે. તે એક બહુશાખી, અતિ પરિવર્તી (variable), એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ, 90 સેમી.થી 1.5 મી.…
વધુ વાંચો >સરૂ (શરૂ)
સરૂ (શરૂ) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅશ્યુએરીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Casuarina equisetifolia Linn. (હિં. જંગલી સરુ; બં. જાઉ; મ. સુરુ; ગુ. સરૂ, શરૂ; તે. સરુગુડુ; તા. સાવુકુ; અં. બીફ વૂડ) છે. તે સીધું, નળાકાર મુખ્ય થડ ધરાવતું મોટું સદાહરિત વૃક્ષ છે. તેની અંતિમ શાખાઓ પાતળી, નળાકાર, સંધિમય…
વધુ વાંચો >