Botany
વનસ્પતિ-જીવનચક્ર
વનસ્પતિ-જીવનચક્ર વનસ્પતિનો ચક્રાકાર જીવનક્રમ. તેના જીવનમાં બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાની ચક્રીય ગોઠવણી થયેલી હોય છે. વનસ્પતિના જીવનમાં ફલન પછીથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધી લંબાયેલી અલિંગી અવસ્થાને બીજાણુજનક કહે છે. તે હંમેશાં દ્વિગુણિત (2n) રંગસૂત્રો ધરાવે છે. આ અવસ્થા દરમિયાન અલિંગી પ્રજનનકોષોનું એટલે કે બીજાણુઓ(spores)નું નિર્માણ થાય છે.…
વધુ વાંચો >વનસ્પતિ-નિવાસી
વનસ્પતિ-નિવાસી : જુઓ પરરોહી વનસ્પતિ.
વધુ વાંચો >વનસ્પતિ-પ્લવક (Plant Plankton)
વનસ્પતિ-પ્લવક (Plant Plankton) : વધતેઓછે અંશે જલપ્રવાહ પર આધારિત પ્રચલન દાખવતી વનસ્પતિઓ. તેઓ પ્રવાહની વિરુદ્ધ તરવા માટે અસમર્થ હોય છે. વ્યવહારમાં જાલ-પ્લવક (net-plankton) નાનાં છિદ્રો ધરાવતી જાળમાં રહી જતાં પ્લવકો છે, જ્યારે પરાસૂક્ષ્મ પ્લવકો (nannoplanktons) જાળમાંથી પસાર થઈ જાય છે અને બૉટલમાં એકત્રિત કરી શકાય છે. વનસ્પતિ-પ્લવકો સંગઠિત થઈ વૃંદસર્જન…
વધુ વાંચો >વનસ્પતિમંડળ
વનસ્પતિમંડળ : જુઓ એસોસિયેશન.
વધુ વાંચો >વનસ્પતિમાં પ્રજનન
વનસ્પતિમાં પ્રજનન વનસ્પતિનું એક અગત્યનું લક્ષણ. તે પરિપક્વતાએ પહોંચે ત્યારે પોતાના જેવી જ વનસ્પતિનું નિર્માણ કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. વનસ્પતિઓમાં ત્રણ પદ્ધતિઓ દ્વારા પ્રજનન થાય છે : (1) વર્ધીપ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન (vegetative reproduction), (2) અલિંગી પ્રજનન (asexual reproduction) અને (3) લિંગી પ્રજનન (sexual reproduction). વર્ધીપ્રજનન :…
વધુ વાંચો >વનસ્પતિમાં હલનચલન
વનસ્પતિમાં હલનચલન વનસ્પતિઓમાં થતી હલનચલનની પ્રક્રિયા. પ્રાણીઓ એક સ્થળેથી બીજે સ્થળે પ્રચલન દાખવી સ્થાનાંતર કરે છે. વનસ્પતિઓમાં આ પ્રક્રિયા સાર્વત્રિક હોવા છતાં પ્રાણીઓના જેટલી સ્પષ્ટ નથી. બંને પ્રકારનાં સજીવોમાં હલનચલનમાં રહેલો તફાવત તેની માત્રામાં રહેલો છે અને તે તેમની પોષણ-પદ્ધતિઓમાં રહેલા પાયાના તફાવત સાથે સંબંધિત છે. પ્રાણીઓ પરાવલંબી પોષણપદ્ધતિ દર્શાવતાં…
વધુ વાંચો >વનસ્પતિ-રંગો
વનસ્પતિ-રંગો વનસ્પતિઓનાં મૂળ, છાલ, પર્ણો, પુષ્પો અને ફળોમાંથી પ્રાપ્ત થતી એક પ્રકારની સ્રાવી નીપજ. તેને ક્રિયાધાર (substrate) પર લગાડતાં નિશ્ચિત પ્રકારનો રંગ આપે છે. આ ક્રિયાને રંજન (dyeing) કહે છે. ક્રિયાધાર આ રંગો અધિશોષણ (adsorption) દ્વારા, દ્રાવણ દ્વારા કે યાંત્રિક ધારણ (retention) દ્વારા મેળવે છે. ઘણા દેશોમાં આ નૈસર્ગિક રંગોનો…
વધુ વાંચો >વનસ્પતિરોગશાસ્ત્ર
વનસ્પતિરોગશાસ્ત્ર વનસ્પતિ-રોગો સાથે સંકળાયેલું વિજ્ઞાન. વનસ્પતિરોગશાસ્ત્રનું એટલે કે રોગિષ્ઠ છોડનું જ્ઞાન થોડાંક હજાર વર્ષ પુરાણું છે; તેમ છતાં તેના વિશે ચોક્કસ જાણ નથી કે માણસે ક્યારે વ્યાધિજનની અસરકારકતાને ધ્યાનમાં લીધી એવા કોઈ લેખિત પુરાવાઓ મળતા નથી; પરંતુ જીવાશ્મીય (palaeontological) અભ્યાસ એવો પુરાવો આપે છે કે કેટલાક છોડનાં મૂળના અવશેષોમાં ફૂગના…
વધુ વાંચો >વનસ્પતિ-વર્ગીકરણ
વનસ્પતિ-વર્ગીકરણ : સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે વનસ્પતિઓને નાનામોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. વનસ્પતિઓના વર્ગીકરણ સાથે સંકળાયેલા વિજ્ઞાનને વર્ગીકરણવિજ્ઞાન (taxonomy) કહે છે. (ગ્રીક, Taxis – ગોઠવણી; nomous – કાયદા અનુસાર). વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાન અત્યંત પ્રાચીન છે. રૂઢ (orthodox) વર્ગીકરણવિજ્ઞાનને કેટલીક વાર આલ્ફા-વર્ગીકરણવિજ્ઞાન(a-taxonomy) કહે છે; જેમાં વનસ્પતિની ઓળખ (identifi-cation), વૈજ્ઞાનિક વર્ણન, નામકરણ (nomenclature) અને…
વધુ વાંચો >વનસ્પતિ-વહનતંત્ર
વનસ્પતિ-વહનતંત્ર : વાહકપેશીધારી (tracheophyta) વનસ્પતિઓમાં કાર્બનિક પોષકતત્વો, પાણી અને ખનિજ-ક્ષારોના વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર. લીલ, ફૂગ અને દવિઅંગી જેવા વનસ્પતિસમૂહોમાં વાહકપેશીતંત્ર હોતું નથી. લીલ જલજ વનસ્પતિસમૂહ હોવાથી તેના સુકાયની સમગ્ર સપાટી દ્વારા શોષણનું કાર્ય થાય છે. ફૂગ હરિતકણવિહીન વનસ્પતિસમૂહ હોવાથી તે કાં તો કાર્બનિક આધારતલમાંથી અથવા જીવંત આધારતલમાંથી તૈયાર…
વધુ વાંચો >