Astronomy
સમયશ્રેણી (Time series)
સમયશ્રેણી (Time series) : કોઈ પણ ચલરાશિ Y પર સમયની જુદી જુદી કિંમતો માટે મળતાં ક્રમબદ્ધ અવલોકનોની શ્રેણી. કેટલીક કુદરતી, જૈવિક, ભૌતિક અને અર્થવિષયક પ્રક્રિયાઓનાં અભ્યાસ અને સંશોધન સમયશ્રેણી પર આધારિત હોય છે; જેમ કે, (i) કૃષિઅર્થશાસ્ત્રના સંશોધક દ્વારા એકત્રિત થતાં છેલ્લાં 20 વર્ષના સરકારે જાહેર કરેલા ઘઉંના ટેકારૂપ ભાવની…
વધુ વાંચો >સમયસાર
સમયસાર : જૈન અધ્યાત્મની એક ઉત્કૃષ્ટ રચના. બધા જૈન સંપ્રદાયો તેનો સમાન રૂપે આદર કરે છે. તેમાં આત્માના ગુણોનું નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ દૃષ્ટાન્તો, ઉદાહરણો અને ઉપમાઓ સાથે વિવેચન કરવામાં આવ્યું છે. તેના 10 અધિકાર છે. પહેલા અધિકારમાં સ્વસમય, પરસમય, શુદ્ધનય, આત્મભાવના અને સમ્યક્ત્વનું નિરૂપણ છે. બીજામાં જીવ-અજીવ, ત્રીજામાં કર્મ-કર્તા,…
વધુ વાંચો >સમયાનુસારી વિભાગો (time-zones)
સમયાનુસારી વિભાગો (time-zones) : પૃથ્વી પર પાડવામાં આવેલા જુદા જુદા 24 ભૌગોલિક વિભાગો કે જે વૈશ્વિક ધોરણે પ્રમાણભૂત સમય દર્શાવવાની પદ્ધતિ જાળવવા માટે રચવામાં આવેલ છે. કોઈ એક સમય-વિભાગ(time zone)માં અમુક ક્ષણે તમામ પ્રમાણભૂત ઘડિયાળો એકસરખો સમય બતાવે છે. એ મુજબ એક વિભાગનો સમય તેની તુરત નજીકના પશ્ચિમ તરફના વિભાગ…
વધુ વાંચો >સહા, મેઘનાદ
સહા, મેઘનાદ (જ. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; અ. 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ…
વધુ વાંચો >સંક્રમણ (સંક્રાંતિ)
સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના…
વધુ વાંચો >સંવત્સર
સંવત્સર : તિથિપત્રનાં ક્રમિક વર્ષોની ગણતરી માટેની, કોઈ વિશિષ્ટ ઘટનાની સ્મૃતિમાં અપનાવાયેલી પદ્ધતિ; જેમ કે, (વિક્રમાદિત્યના હૂણ આક્રમકો સામેના યુદ્ધમાં વિજયની સ્મૃતિમાં શરૂ કરાયેલ) વિક્રમ સંવત, ઈસુ સંવત, હિજરી સંવત ઇત્યાદિ. ભારતીય જ્યોતિષમાં ‘સંવત્સર’નો ઉલ્લેખ વૈદિક સંહિતાઓમાં સૌપ્રથમ થયેલ જણાય છે. ઋગ્ અને યાજુષ્ જ્યોતિષ અનુસાર પાંચ સંવત્સરોના બનતા યુગનો…
વધુ વાંચો >સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા
સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (siding spring observatory) અને માઉન્ટ સ્ટ્રૉમલો ઑબ્ઝર્વેટરી (mount stromlo observatory), ઑસ્ટ્રેલિયા : પ્રકાશિક ઉપકરણો (optical instruments) ધરાવતી ઑસ્ટ્રેલિયાની એક પ્રમુખ ચાક્ષુષીય એટલે કે પ્રકાશિક (optical) વેધશાળા. તેની માતૃસંસ્થા માઉન્ટ સ્ટ્રૉમલો વેધશાળા છે. બંને વેધશાળાઓ સહકારથી કામ કરે છે; એટલે કોઈ એકની વાત કરીએ ત્યારે બીજીની પણ કરવી…
વધુ વાંચો >સિંહ રાશિ/સિંહ તારામંડળ
સિંહ રાશિ/સિંહ તારામંડળ (Leo) : – બાર રાશિઓ પૈકીની પાંચમી રાશિ. સિંહ રાશિના તારા ઘણી સહેલાઈથી દેખી શકાય તેવા હોઈ આકાશમાં આ તારામંડળ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. આકાશમાં યથાનામ આકૃતિ ધરાવતાં જે થોડાંઘણાં તારામંડળો (અથવા રાશિઓ) છે તેમાં સિંહનું નામ પણ આવે. તેનામાં સિંહ જેવો આકાર સહેલાઈથી ઊપસી આવતો…
વધુ વાંચો >સૂર્યકલંકો (Sunspots)
સૂર્યકલંકો (Sunspots) : સૂર્યની સપાટી પર અવારનવાર સર્જાતા રહેતા વિસ્તારો. તે નાના ટેલિસ્કોપમાં કાળા રંગનાં ટપકાં જેવા જણાય છે. જવલ્લે જ એવું મોટા કદનું કલંક સર્જાય છે કે જે નરી આંખે પણ દેખી શકાય. (આવું એક કલંક 2005ના જાન્યુઆરી માસમાં જોઈ શકાયું હતું; પરંતુ હમેશાં ખ્યાલ રાખવો જરૂરી છે કે…
વધુ વાંચો >સૂર્ય-કેન્દ્રીય પ્રણાલી
સૂર્ય–કેન્દ્રીય પ્રણાલી : પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્યની ફરતે ભ્રમણ કરતા હોય એવા પ્રકારના તંત્રને વાસ્તવિકતા તરીકે સ્વીકારાતી પ્રણાલી. આ પ્રકારની પ્રણાલી અનુસારનું ગ્રહોની દેખીતી ગતિ સમજાવતું ગણિત સૌપ્રથમ કૉપરનિકસ નામના ખગોળવિજ્ઞાનીએ ઈસુની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિકસાવ્યું; આ કારણે આ પ્રકારના તંત્રને ‘કૉપરનિકન તંત્ર’ (Copernican system) પણ કહેવાય છે. આ…
વધુ વાંચો >