Astronomy
ગ્રીનબૅંક ઑબ્ઝર્વેટરી, અમેરિકા
ગ્રીનબૅંક ઑબ્ઝર્વેટરી, અમેરિકા : 1957માં સ્થાપવામાં આવેલી. ‘નૅશનલ રેડિયો-ઍસ્ટ્રોનૉમી ઑબ્ઝર્વેટરી’ (NRAO) નામની અમેરિકાની મોટામાં મોટી રેડિયો વેધશાળાનાં અમેરિકામાં પથરાયેલાં મુખ્ય ત્રણેક મથકો પૈકીનું એક. આ મથક વેસ્ટ વર્જિનિયા રાજ્યમાં ગ્રીનપાર્ક ખાતે આવેલું છે અને NRAOનાં અન્ય મથકોમાં સૌથી જૂનું છે. એક સેન્ટિમીટરથી લાંબી તરંગલંબાઈનાં રેડિયો મોજાં ઝીલતાં વિવિધ રેડિયો-ટેલિસ્કોપ અહીં…
વધુ વાંચો >ગ્રીષ્મ (summer)
ગ્રીષ્મ (summer) : વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના સુધીના સમયગાળાને ગ્રીષ્મ ઋતુ કહે છે. ખગોળશાસ્ત્ર અનુસાર દક્ષિણાયન આરંભદિન(21 જૂન)થી શરદ સંપાતદિન (23 સપ્ટેમ્બર) સુધીના વર્ષચતુર્થાંશને ગ્રીષ્મ ઋતુ કહે છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાને કારણે પૃથ્વીપટ ઉપરનું તાપમાન ઊંચું…
વધુ વાંચો >ઘટિકાકોણ (hour angle)
ઘટિકાકોણ (hour angle) : અવલોકનસ્થળના ખગોલીય યામ્યોત્તરવૃત્ત (meridian) અને ખગોલીય પદાર્થના ઘટિકાવૃત્ત (hour circle) વચ્ચેનો કોણ. યામ્યોત્તરવૃત્તથી પશ્ચિમ દિશા તરફ 0°થી 360°ના અથવા 0 કલાકથી 24 કલાકના (1 કલાક = 15°) માપ વડે તે દર્શાવાય છે. તેને સ્થાનિક ઘટિકાકોણ પણ કહેવામાં આવે છે. સ્થાનિક શબ્દનો પ્રયોગ એમ સૂચવે છે કે…
વધુ વાંચો >ચતુર્થાંશ
ચતુર્થાંશ : જુઓ ક્ષેત્રકલન.
વધુ વાંચો >ચંદ્રકલા (phases of moon)
ચંદ્રકલા (phases of moon) : ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણને કારણે, પૃથ્વી ઉપરથી ઓછાવત્તા પ્રમાણમાં દેખાતી ચંદ્રની પ્રકાશિત સપાટી. ચંદ્રનો પૃથ્વીની આસપાસના પરિભ્રમણનો સમય તથા તેની પોતાની ધરી ઉપરના પરિભ્રમણનો સમય, એ બંને એકસરખા હોવાને કારણે ચંદ્રની એક જ બાજુ હંમેશાં પૃથ્વી તરફ જણાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યકિરણો ચંદ્રના અર્ધગોળાકાર…
વધુ વાંચો >ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria)
ચંદ્ર, ચંદ્રગર્ત, ચંદ્રકલંક (moon, moon craters, maria) : ચંદ્ર : પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. વાયુ-રૂપ દ્રવ્યના સ્વતંત્ર ઘનીભવન(condensation)થી ચંદ્રની ઉત્પત્તિ થઈ હોય તેવો એક મત છે અને પછીથી પૃથ્વી વડે પ્રગ્રહણ પામ્યો હોય. પૃથ્વી સાથે જ દ્રવ્યનું ઘનીભવન થયું હોય અને પછી વિભાજનને કારણે ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડ્યો હોય તેવો બીજો…
વધુ વાંચો >ચંદ્ર તિથિપત્ર (lunar calendar)
ચંદ્ર તિથિપત્ર (lunar calendar) : ચંદ્રની ગતિસ્થિતિનાં નિરીક્ષણો પરથી તારવેલા નિયમોને આધારે રચવામાં આવેલું પંચાંગ. સંસ્કૃતિના છેક ઉદગમથી ચંદ્ર અને સૂર્યનો સમયમાપક તરીકે ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ સૂર્યની અપેક્ષાએ ચંદ્રની ગતિ તદ્દન અનિયમિત અને વિષમ છે. તેથી ચંદ્રનો સમયમાપક તરીકે ઉપયોગ પ્રમાણમાં અગવડભર્યો છે. ચંદ્રની ગતિ કેટલી અગવડભરી છે…
વધુ વાંચો >ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites)
ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) : કુદરતી રૂપમાં મળી આવતા કાચ જેવા પિંડ કે પદાર્થો. તે ખાસ પ્રકારના કાચના પથ્થર હોય છે. માનવજાતિને આશરે હજારેક વર્ષ કે કદાચ એથી પણ વધુ સમયથી તેની જાણકારી હોવાનું માનવામાં આવે છે; પરંતુ આધુનિક કાળમાં એની શોધનો જશ ચાર્લ્સ ડાર્વિન(1809–1882)ને આપવામાં આવે છે, તેમણે 1836માં ઑસ્ટ્રેલિયામાંથી…
વધુ વાંચો >ચંદ્ર વસાહત (Lunar colony)
ચંદ્ર વસાહત (Lunar colony) : કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિક અન્વેષણ (exploration) માટે ચંદ્રની મુસાફરી કર્યા બાદ ચંદ્ર ઉપર પ્રથમ હંગામી ધોરણે વૈજ્ઞાનિક આધારમથક (base station) પ્રસ્થાપિત કરી તેને પાછળથી 50થી 100 માણસો રહી શકે તેવી કાયમી ચંદ્ર વસાહત તરીકે વિકસાવવાની એક કાલ્પનિક યોજના. પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને…
વધુ વાંચો >ચંદ્રશેખર મર્યાદા
ચંદ્રશેખર મર્યાદા (Chandrashekhar limit) : તારાના દળની 1.4 MO મર્યાદા. તારાના અંતર્ભાગ(core)નું દળ સૂર્યના દળ MO કરતાં 1.4 ગણું અને અંતર્ભાગનું કદ પૃથ્વીના કદ જેટલું થતાં તારાના સંકોચન ઉપર આવતી મર્યાદા. જન્મે ભારતીય અને અમેરિકાના નાગરિક સુબ્રમણ્યમ્ ચંદ્રશેખરે તારાના સંકોચનની આ મર્યાદા નક્કી કરી હતી જેને માટે તેમને 1983માં પદાર્થવિજ્ઞાનનો…
વધુ વાંચો >