Architecture
નૉત્રદામ, પૅરિસ
નૉત્રદામ, પૅરિસ : બારમી સદીમાં યુરોપમાં પ્રચલિત ગૉથિક સ્થાપત્ય-શૈલીથી ફ્રાન્સમાં બનાવાયેલ ઉત્કૃષ્ટ ચર્ચ. ઊંચી છતને ટેકવતા કમાનદાર ટેકા, ઊંચી ટોચ-રચના, વિશાળ રોઝ બારી તથા રમ્ય કોતરણીવાળો વિશાળ સન્મુખ ભાગ જેવી આ ચર્ચની રચના-વિશેષતા પાછળથી ફ્રાન્સના ગૉથિક સ્થાપત્યની લાક્ષણિકતા બની રહી. ઈ. સ. 1163થી 1250ના ગાળામાં બનાવાયેલ આ ચર્ચની મુખ્ય ધરી…
વધુ વાંચો >નૉસોસ
નૉસોસ : ક્રીટમાં આવેલો ભવ્ય રાજમહેલ. પ્રાગૈતિહાસિક ઇજિપ્તને સમાંતર મધ્યપૂર્વની સંસ્કૃતિઓની પણ આગવી સ્થાપત્ય-શૈલીઓ વિકસેલી હતી. ઈ. સ. પૂ. આશરે 3000 વર્ષના અરસામાં મેસોપોટેમિયાની પ્રજા ઈંટોની ભવ્ય ઇમારતો બાંધતી. આ સંસ્કૃતિની કળા નાઇલની સંસ્કૃતિઓ સાથે મળતી આવતી હતી. વળી તેની ધાર્મિક સ્થાપત્યો અને વસવાટોના બાંધકામની પ્રણાલીએ એક ભવ્યતાની સીમા સિદ્ધ…
વધુ વાંચો >ન્યૂઇલ
ન્યૂઇલ : ગોળાકાર-સર્પાકાર નિસરણી બનાવવા માટેનો સ્તંભ. સામાન્ય રીતે તે લાકડું, ભરતર લોખંડ તથા કૉંક્રીટમાંથી બનાવાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થરમાંથી પણ તે બનાવાતો. તેની ઉપર સર્પાકાર નિસરણીનાં પગથિયાં ટેકવાય છે. હેમંત વાળા
વધુ વાંચો >ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ
ન્યૂટ્રા, રિચાર્ડ જૉસેફ (જ. 8 એપ્રિલ 1892, વિયેના; અ. 16 એપ્રિલ 1970, જર્મની) : અર્વાચીન અમેરિકન સ્થાપત્યના પ્રારંભિક તબક્કાના ઉલ્લેખનીય સ્થપતિ. તેમણે મકાનને સંઘટિત પૂર્ણ ગણી મકાનનાં નાનાં અંગોને પણ મહત્ત્વ આપ્યું. જન્મથી ઑસ્ટ્રિયન હોવાથી પ્રારંભિક શિક્ષણ વિયેનામાં મેળવી જર્મનીમાં 1912-14 સુધી લૂઝના તથા 1921-23 સુધી મેન્ડેલસૉમના માર્ગદર્શન હેઠળ કામ…
વધુ વાંચો >પટવાઓની હવેલી, જેસલમેર
પટવાઓની હવેલી, જેસલમેર (ઓગણસમી સદી) : રાજસ્થાનમાં આવેલી બેનમૂન આવાસ-ઇમારત. અત્યંત ધનિક વેપારી પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની આ પાંચ હવેલી 1835થી 1860 દરમિયાન બની હતી. હવેલીઓમાં અત્યારે કોઈ રહેતું નથી. બધા ઓરડામાં લીંપણ હતું. તે પર અત્યારે ધૂળ જામતી રહે છે. રાજ્યના શ્રીમંત વેપારીઓ તથા મંત્રીઓના વિશાળ આવાસોમાં અનન્ય…
વધુ વાંચો >પટેલ, ડૉ. બિમલ હસમુખ
પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર. પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >પટ્ટ
પટ્ટ : બે થાંભલા વચ્ચેના દરવાજા કે બારી ઉપરના આધારને પટ્ટ કહેવાય છે. તે પથ્થરની એક જ પાટમાંથી ઘડાયેલ હોવાથી કદાચ આ નામે ઓળખાય છે. આવા પટ્ટ દ્વારા દરવાજાની બારી અથવા દીવાલમાંના બાકોરાની ઉપર ફરીથી ચણતર થઈ શકે છે. અંગ્રેજીમાં આને ‘લિંટલ’ અથવા ‘બીમ’ કહેવાય છે. ‘ઓતરંગ’ કે ‘પાટડો’ ‘પટ્ટ’ના…
વધુ વાંચો >પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ)
પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ) : મંદિરનિર્માણ માટેની પ્રયોજિત ભૂમિને જુદાં જુદાં પદો(plots)માં વિભાજિત કરવાની પદ્ધતિ. માનસાર પ્રમાણે આવી ભૂમિને પદોમાં વિભાજિત કરવાની 32 પદ્ધતિઓ છે. પ્રયોજિત ભૂમિ પર આઠ આડી રેખાઓને છેદતી આઠ ઊભી સમાંતર રેખાઓ દોરવામાં આવે તો 8 × 8 = 64 પદવાળો પરમ શાયિક વાસ્તુ પદ વિન્યાસ બને છે.…
વધુ વાંચો >પદ્મન
પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના…
વધુ વાંચો >પદ્મનાભપુરમ્ મહેલ
પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…
વધુ વાંચો >