Architecture

ગુલદસ્તા (સ્થાપત્ય)

ગુલદસ્તા (સ્થાપત્ય) : ફૂલના દસ્તા અથવા ગોટાની કોતરણી. મકાનના જુદા જુદા ભાગ પર મુખ્યત્વે થાંભલાની વચ્ચેના ભાગમાં અથવા ભરણા પર ગુલદસ્તાની કોતરણી કાષ્ઠ કે પથ્થર ઉપર કરવામાં આવતી. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલો પર બે કમાનોની વચ્ચેના ભાગમાં ગુલદસ્તાના આકારમાં પથ્થરની કોતરણી કરવામાં આવતી. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ગુંબજ (dome)

ગુંબજ (dome) : સુરેખા કે વક્રરેખાનો એક છેડો ઊર્ધ્વ અક્ષ પર રાખી તેની આજુબાજુ તે રેખાનું ભ્રમણ કરવાથી બનતું સપાટીવાળું છતના કોષીય (cellular) પ્રકારનું બાંધકામ. તે પાતળી સપાટીવાળું, સ્તરીય બાંધકામ છે કે જેને કેંચી (truss), પર્શુકા (rib) કે ત્રિકોણીય (triangulated) સંરચનાથી ટેકવવામાં આવેલ હોય છે. પુરાણ કાળથી ભારતમાં તથા વિશ્વના…

વધુ વાંચો >

ગુંબજ — ઘુમ્મટ (સ્થાપત્ય)

ગુંબજ — ઘુમ્મટ (સ્થાપત્ય) : બાંધકામના ક્ષેત્રમાં ઇમારતોની છતનો એક પ્રકાર. સાધારણ રીતે રચનાની ર્દષ્ટિએ તે ઘણું જ કૌશલ માગી લે છે. ઘુમ્મટની રચના ખાસ કરીને તેના સાદા રૂપમાં ગોળાકાર દીવાલો ઉપર કરવામાં આવે છે. જો તેને આધારિત દીવાલો સમચોરસ હોય તો નળાકાર રચનામાં ફેરવી ઘુમ્મટ માટે ગોળાકાર આધારની રચના…

વધુ વાંચો >

ગૂઢ મંડપ

ગૂઢ મંડપ : ખાસ કરીને મંદિરોનાં સ્થાપત્યમાં ગર્ભગૃહની બહાર અને નૃત્યમંડપની પહેલાં કરાતી એક નાના મંડપની રચના. તેને ગુહ્યમંડપ પણ કહે છે. વિશાળ મંદિરોમાં જ આવી રચના કરાતી, જેથી અંગત ધાર્મિક ક્રિયાઓમાં તેનો ઉપયોગ થઈ શકે અને મંદિરોમાંની બીજી પ્રવૃત્તિઓથી તે અલાયદી રીતે પાર પાડી શકાય. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ગૃહદ્વાર

ગૃહદ્વાર : ગૃહદ્વારની રચના મકાનની ઉપયોગિતા પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવતી. રહેણાકના પ્રકાર, રાજમહેલો, મંદિરના ગર્ભગૃહો વગેરે જાતની ઇમારતોમાં ગૃહદ્વારનું આયોજન અત્યંત સંભાળપૂર્વક કરાતું. ગૃહદ્વારના પ્રકાર પ્રમાણે દ્વારશાખનું પણ આયોજન થતું તેમજ ઉંબરાનું આયોજન દ્વારશાખને સુસંગત કરાતું. દ્વારપાળના શિલ્પ દ્વારશાખ પર અમુક જ રીતે કંડારાતાં. દ્વારપાલથી માંડીને ગંગા-યમુનાનાં શિલ્પ…

વધુ વાંચો >

ગૅબલ

ગૅબલ : મોભથી નેવાં સુધી ત્રિકોણ આકારે બે બાજુ ઢળતા છાપરાનો વચ્ચેનો ભાગ; તેને કાતરિયું, કરૈયું કે કરાયું પણ કહે છે. આદિકાળથી મકાનના બાંધકામનો એ એવો અગત્યનો ભાગ છે જે સર્વ પ્રકારની સ્થાપત્યશૈલીમાં વપરાયો છે. પણ રહેણાકનાં મકાનોમાં એનો વિશેષ ઉપયોગ થયો છે. અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં આ ભાગ સ્વાભાવિક રીતે જ…

વધુ વાંચો >

ગોખલા

ગોખલા : બારણાં કે બારીની બંને બાજુએ નાના કદનાં અને દીવાલમાં દીવો, વસ્તુઓ વગેરે રાખવા માટે ખોદેલી કે ચણતરમાં ખાલી રાખેલી ચોરસ કે અર્ધગોળાકાર જગ્યા. ક્યારેક એને બારણાથી બંધ કરવામાં આવે, જેથી એ નાનું કબાટ બની રહે. પરંપરાગત શૈલીમાં એની આજુબાજુ કોતરણી કે સુશોભનથી ઘરની શોભા વધારાય છે. મન્વિતા બારાડી

વધુ વાંચો >

ગૉથિક

ગૉથિક : જુઓ ગૉથિક સ્થાપત્ય.

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >