ગુલદસ્તા (સ્થાપત્ય) : ફૂલના દસ્તા અથવા ગોટાની કોતરણી. મકાનના જુદા જુદા ભાગ પર મુખ્યત્વે થાંભલાની વચ્ચેના ભાગમાં અથવા ભરણા પર ગુલદસ્તાની કોતરણી કાષ્ઠ કે પથ્થર ઉપર કરવામાં આવતી. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દીવાલો પર બે કમાનોની વચ્ચેના ભાગમાં ગુલદસ્તાના આકારમાં પથ્થરની કોતરણી કરવામાં આવતી.

રવીન્દ્ર વસાવડા