Archeology
પ્રાગૈતિહાસિક કળા
પ્રાગૈતિહાસિક કળા : આપણી જાણકારીમાં હોય એવી સૌથી જૂની કળા. તે માનવજાતના ઉદગમના સમય જેટલી એટલે કે હજારો વરસ જૂની છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કલાસર્જન માનવજાતની સૌથી પ્રાચીન પ્રવૃત્તિઓમાંની એક હોવાના પુરાવા મળે છે. ચિત્ર અને શિલ્પની કળા વણાટકામ અને માટીનાં વાસણ બનાવવાની…
વધુ વાંચો >ફસલી સન
ફસલી સન : જુઓ સંવત
વધુ વાંચો >ફૂટ, રૉબર્ટ બ્રૂસ
ફૂટ, રૉબર્ટ બ્રૂસ (જ. 1834; અ. 1912) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદ. કેટલાક તેમને ભારતીય પ્રાગ્-ઐતિહાસિક અભ્યાસના પ્રણેતા તરીકે પણ નવાજે છે. 24 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સર્વેક્ષણ ખાતા(GSI)માં જોડાયા અને ત્યાં 33 વર્ષ સેવાઓ આપી. 1862માં પુરાતત્વીય સર્વેક્ષણ સ્થપાયા પછી તેમાં ભારતમાં મળી આવતા પ્રાગૈતિહાસિક માનવ-અવશેષો પર સંશોધન કરવાનું…
વધુ વાંચો >ફ્રેરી જૉન
ફ્રેરી જૉન (જ. 10 ઑગસ્ટ 1740, રૉયડન હૉલ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 12 જુલાઈ 1807, ઈસ્ટ ડરહામ) : બ્રિટિશ પુરાતત્વવિદ. તેમને પ્રાચીન કલા-અવશેષોનો સંગ્રહ કરવાનો ઘણો શોખ હતો. તેમણે પ્રાગ્-ઐતિહાસિક પુરાતનશાસ્ત્રનો પાયો નાંખ્યો. 1771થી તેઓ ‘રૉયલ સોસાયટી ઑવ્ ઍન્ટિક્વરિઝ’ના સક્રિય સભ્ય હતા. 1790માં તેમણે ઇંગ્લૅન્ડમાં ડિસ નજીક હૉક્સન ખાતે લુપ્ત…
વધુ વાંચો >બર્કિટ, માઇલ્સ સી.
બર્કિટ, માઇલ્સ સી. : વિશ્વના પ્રથમ પંક્તિના પ્રાગ્-ઇતિહાસવિદ્. તેમણે પ્રાગ્-ઇતિહાસ સંબંધી અભ્યાસ અને સંશોધનમાં પ્રાગ્-ઇતિહાસ અને પ્રાચીન આબોહવાના તબક્કા નક્કી કરી નવી કેડી કંડારી હતી. યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાંથી મળેલાં ઓજારો, ગુફાચિત્રો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ વિશે ઊંડો અભ્યાસ કર્યો. ભારતમાં 1930 આસપાસ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાગ્-ઐતિહાસિક સર્વેક્ષણ કરી ઉત્તરઅશ્મકાલીન (upper…
વધુ વાંચો >બર્જેસ, જેમ્સ
બર્જેસ, જેમ્સ (જ. 14 ઑગસ્ટ 1832, ડમફ્રિસ, સ્કૉટલૅન્ડ; અ. 3 ઑક્ટોબર 1916) : ભારતીય ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને સ્થાપત્યકલાના પ્રકાંડ સ્કૉટિશ વિદ્વાન. ગ્લાસગો અને એડિનબરોમાં અભ્યાસ. 1855માં ભારતીય સનદી સેવામાં જોડાયા. કલકત્તાની કૉલેજમાં 1855–1861 દરમિયાન ગણિતશાસ્ત્રના અધ્યાપક થયા. મુંબઈની સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ સંસ્થાના પ્રમુખપદે નિમાયા પછી ‘ટેમ્પલ્સ ઑવ્ શત્રુંજય’…
વધુ વાંચો >બલાલી સન
બલાલી સન : જુઓ સંવત
વધુ વાંચો >બંગાળી સન
બંગાળી સન : જુઓ સંવત
વધુ વાંચો >બાલબ્રહ્મેશ્વર
બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો…
વધુ વાંચો >બૂશે દુ-પૅર્ત
બૂશે દુ-પૅર્ત (જ. 1788, ફ્રાન્સ; અ. 1868) : ફ્રાન્સના પુરાતત્વવિજ્ઞાની. સૉમવૅલી ખાતેથી મુલિન ક્વિગ્નૉન નામના સ્થળેથી તેમણે લુપ્ત થયેલાં પ્રાણીઓનાં અસ્થિની સાથોસાથ ચકમકતી કુહાડીના અવશેષ શોધી કાઢ્યા હતા; તે પ્રમાણના આધારે તેમણે માનવજાતિનો ઉદભવ અતિપ્રાચીનકાળમાં થયો હોવાનું સમર્થન કરતાં તારણો રજૂ કર્યાં હતાં. શરૂઆતમાં તો તેમનાં આ મંતવ્યો સ્વીકારવા કોઈ…
વધુ વાંચો >