હેમન્તકુમાર શાહ

આયોવા

આયોવા : યુ. એસ.ની મધ્ય પશ્ચિમમાં આવેલું રાજ્ય. તે આશરે 400 3૦´ થી 430 3૦´ ઉ. અ. અને 9૦0 ૦૦´થી 970 00´ પ. રે. વચ્ચેનો1,45,752ચો.કિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિનેસોટા, પૂર્વે વિસ્કૉન્સિન અને ઇલિનૉય, દક્ષિણે મિસૂરી તથા પશ્ચિમે નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. દેશના મધ્ય-પશ્ચિમમાં…

વધુ વાંચો >

આરકાન્સાસ (નદી)

આરકાન્સાસ (નદી) : યુ. એસ.માં આવેલી મિસિસિપી નદીને મળતી મોટી નદી. ભૌગોલિક સ્થાન : 340 00´ ઉ. અ. અને 910 00´ પ. રે. (સંગમસ્થળ). તે મધ્ય કૉલોરાડોમાં રૉકી પર્વતમાળામાંથી લીડવીલ નજીકની સવૉચ (Sawatch) હારમાળામાંથી નીકળે છે. ત્યાંથી તે અગ્નિ (પૂર્વ-અગ્નિ) તરફ 2,330 કિમી.ના અંતર માટે વહે છે. તે કૉલોરાડો, કાન્સાસ,…

વધુ વાંચો >

આરકાન્સાસ (રાજ્ય)

આરકાન્સાસ (રાજ્ય) : યુ. એસ.નું દક્ષિણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 330 થી 360 30૦’ ઉ. અ. અને 900 થી 940 30′ પ. રે.. તેની ઉત્તરે મિસુરી, દક્ષિણે લુઇઝ્યિાના, ઉત્તર-પૂર્વમાં ટેનિસી અને મિસિસિપી, પશ્ચિમે ટેક્સાસ અને ઓક્લાહોમા આવેલાં છે. લિટલ રૉક શહેર આ રાજ્યનું પાટનગર છે. રાજ્યનો વિસ્તાર 1,37,754 ચોકિમી. તથા…

વધુ વાંચો >

આરબ લીગ

આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર…

વધુ વાંચો >

આરાફુરા સમુદ્ર

આરાફુરા સમુદ્ર : પ્રશાંત મહાસાગરમાં પશ્ચિમે ઑસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા તથા કાર્પેન્ટરિયાના અખાત અને ન્યૂગિનીના દક્ષિણ કિનારા વચ્ચે આવેલો આશરે 6,50,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 90 00´ દ. અ. અને 1350 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમે તિમોર સમુદ્ર, વાયવ્યમાં બાંદા સમુદ્ર અને પૂર્વ તરફ કૉરલ સમુદ્ર…

વધુ વાંચો >

આરેન્ટ, હન્નાહ

આરેન્ટ, હન્નાહ (જ.14 ઑક્ટોબર 1906, હૅનોવર, જર્મની; અ. 4 ડિસેમ્બર 1975, ન્યૂયૉર્ક) : જર્મન અને અમેરિકન રાજ્યશાસ્ત્રી અને તત્વજ્ઞાનનાં પ્રાધ્યાપિકા. સર્વસત્તાવાદના તેમના અભ્યાસ અને યહૂદીઓ અંગેનાં તેમનાં લખાણો માટે તે વિશેષ જાણીતાં થયાં. તેમણે મારબર્ગ, ફ્રેઇબર્ગ અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં અધ્યયન કર્યું. 1928માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1933માં જર્મનીમાં નાઝીઓ…

વધુ વાંચો >

આર્કટ

આર્કટ : ભારતના તમિળનાડુ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 120 50´ ઉ. અ. અને 790 16´ પૂ. રે. તે રાજ્યના ઈશાન ભાગમાં વેલ્લોર જિલ્લાના આર્કટ તાલુકામાં પાલાર નદી પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી 164 મી. જળ ઊંચાઈએ સ્થિતિ છે. જેનો વિસ્તાર 13.64 ચો. કિ. મી. છે. કોરોમાંડલ કિનારાનો…

વધુ વાંચો >

આર્ચબિશપ

આર્ચબિશપ : ખ્રિસ્તી દેવળમાં પ્રાંતના અન્ય બિશપોથી અધિક કાર્યક્ષેત્ર ધરાવતા ધર્માધ્યક્ષ. ચોથી સદીમાં પૂર્વીય દેવળમાં કેટલાક બિશપોને સન્માન રૂપે આર્ચબિશપનું પદ અપાતું. પશ્ચિમના દેવળમાં સાતમી સદી સુધી આ પદ બહુ ઓછું જાણીતું હતું, પણ પછી અન્ય બિશપો કરતાં પોતાની શ્રેષ્ઠતા જમાવવા શહેરી બિશપોએ આર્ચબિશપનું પદ ધારણ કરવા માંડેલું. સોળમી સદીમાં…

વધુ વાંચો >

આર્જેન્ટીના

આર્જેન્ટીના : દક્ષિણ અમેરિકામાં અગ્નિખૂણે ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલો બીજા ક્રમે મોટો દેશ. તે આશરે 220 00´થી 550 00´ દ. અ. અને 560 30´થી 730 30´ પ. રે. વચ્ચે આશરે 27,66,654 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. 9 જુલાઈ 1816ના રોજ સ્વતંત્ર થયેલ આ દેશ બે ધારાગૃહો ધરાવે છે. તેનું સમવાહી પ્રજાસત્તાક…

વધુ વાંચો >

આર્ડેનનું જંગલ (ફ્રાંસ)

આર્ડેનનું જંગલ (ફ્રાંસ) : ફ્રાન્સની ઈશાન બાજુએ અને અગ્નિ બેલ્જિયમના લક્ઝમ્બર્ગ પ્રાંતમાં મ્યુસ નદીની ખીણમાં આવેલો જંગલાચ્છાદિત ઉચ્ચપ્રદેશ. બેલ્જિયમની બાજુએ તે 694 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર પશ્ચિમ યુરોપના માર્ગ પર આવેલો હોવાથી અહીં ઘણાં ખૂનખાર યુદ્ધો થયેલાં છે. અહીં રેતીખડકો, સ્લેટ, ચૂનાખડકો અને ક્વાર્ટ્ઝ-શિરાઓ આવેલી હોવાથી જમીન…

વધુ વાંચો >