હેમંત વાળા

દતિયાનો ગોવિંદ મહેલ

દતિયાનો ગોવિંદ મહેલ : મધ્યપ્રદેશમાં આવેલ અગાઉના બુંદેલ ખંડમાં ઝાંસીની નજીક આવેલ દતિયા સંસ્થાનનો હિન્દુ સ્થાપત્યના વાસ્તુ-મંડલના સિદ્ધાંતો પર બનાવાયેલ મહેલ. તે લગભગ 75 મીટરનું સમચોરસ માપ ધરાવે છે. તેની રચના પાંચ માળની છે. પહેલા બે મજલા આખા વિસ્તારને આવરી લે છે. તેમાં વિશાળ ઓરડા છે. ત્રીજા મજલા પર આવેલી…

વધુ વાંચો >

દીધનો મહેલ

દીધનો મહેલ : ભરતપુરના રાજા સૂરજમલ દ્વારા 18મી સદીના મધ્યમાં બનાવાયેલ મહેલ. ભારતીય સ્થાપત્યના સિદ્ધાંતો મુજબ બગીચાની મધ્યમાં બનાવાયેલ આ મહેલ નજીક કૃત્રિમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરાતો. પાણી તથા બગીચા નજીક આવેલ આ મહેલ ગરમીની ઋતુમાં ઠંડક આપતો. મહેલની રચનામાં નોંધપાત્ર બાબતોમાં ઉપરના ભાગમાં બે ઢળતાં છાપરાં – જેનાથી…

વધુ વાંચો >

દીવાને આમ

દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…

વધુ વાંચો >

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા…

વધુ વાંચો >

દોલતાબાદનો કિલ્લો

દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના…

વધુ વાંચો >

દ્રાવિડ શૈલીનાં મંદિરો

દ્રાવિડ શૈલીનાં મંદિરો : દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ…

વધુ વાંચો >

દ્રોમોસ

દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા

વધુ વાંચો >

દ્વારરક્ષક

દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…

વધુ વાંચો >

ધામેક સ્તૂપ, સારનાથ

ધામેક સ્તૂપ, સારનાથ : સારનાથના સંકુલમાં અગ્નિખૂણે આવેલો ખંડિત છતાં જાજરમાન સ્તૂપ. 12.7 મી.ના આ દ્વિસ્તરીય સુર્દઢ સ્તૂપની બનાવટમાં નીચેના સ્તરમાં  પથ્થરનાં ચોસલાંનો તથા તેનાથી ઉપરના નાના વ્યાસવાળા સ્તરમાં પથ્થરનાં ચોસલાં સાથે ઈંટોનો ઉપયોગ થયો છે. આ નળાકાર સ્તૂપના નીચેના સ્તરમાં થોડી બહાર નીકળતી આઠ સપાટીઓ છે. તે પ્રત્યેકમાં ગોખ…

વધુ વાંચો >

ધ્વજ-સ્તંભ

ધ્વજ-સ્તંભ : સામાન્ય રીતે શિવ-મંદિરમાં ધજા માટે બનાવાતો અલાયદો સ્તંભ. દક્ષિણ ભારતના સ્થાપત્યમાં આ સ્તંભનું આગવું મહત્વ છે. શરૂઆતના તબક્કામાં લાકડામાંથી જ બનાવાતા આ સ્તંભને કાયમી બનાવવા પાછળથી પથ્થર જેવી વધુ આવરદાવાળી બાંધકામની સામગ્રીમાંથી બનાવાતો. જેમ મદુરાના રચનામૂલક મંદિરમાં ધ્વજ-સ્તંભનું સ્થાન તથા તેની રચના નોંધપાત્ર છે તેમ ઇલોરાના ગુફા-સ્થાપત્યના ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >