હેમંત વાળા
ટ્રાયફોરિયમ
ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા…
વધુ વાંચો >ટ્રાયમ્ફલ કમાન
ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ…
વધુ વાંચો >ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ
ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ : પ્રાચીન ગ્રીસ તથા રોમમાંની ઇમારતોનો એક પ્રકાર. તેમાં આવેલા સ્તંભની સંખ્યા પરથી તેની બાંધણી નક્કી થતી. જો ઇમારતની આગળ બે સ્તંભવાળો મંડપ હોય તો તે શૈલી ડાયસ્ટાઇલ તરીકે ઓળખાતી. દશ સ્તંભવાળી કે દશ સ્તંભની હારવાળી ઇમારતને ડેકાસ્ટાઇલવાળી ગણાતી. સ્તંભની સંખ્યા પરથી મકાનનું પ્રમાણ-માપ નક્કી થતું હોવાથી પછી આ…
વધુ વાંચો >ડોમસ
ડોમસ : પ્રાચીન રોમનાં મકાનોની રચનાના ત્રણ પ્રકારમાંનો એક પ્રકાર. રોમમાં ત્રણ પ્રકારના આવાસ બનાવાતા. ઍપાર્ટમેન્ટ પ્રકારના ઇન્સ્યુલા, નગરની બહાર કે ગ્રામીણ વિસ્તારમાં બનાવાતા વિલા તથા શહેરના અલાયદા સ્વતંત્ર આવાસ ડોમસ. આ શબ્દ ગ્રીક તથા હેલેનિક ભાષામાંથી આવ્યો છે. ડોમસ એક માળના હતા, જેમાં મધ્યમાં આવેલ ચોકની ચારે તરફ ઓરડા…
વધુ વાંચો >ડ્રૅગન બીમ
ડ્રૅગન બીમ : છાપરાના માળખાની રચનામાં વપરાતો લાકડાનો ટુકડો, જે વૉલ પ્લેટ વડે બનતા ખૂણાના બે ભાગ પાડે. ડ્રૅગન બીમનો એક છેડો ડ્રૅગન ટાઇ પર ટેકવાય છે અને બીજો છેડો ખૂણાના શફટરના છેડા સાથે જોડાય છે. ડ્રૅગન બીમ તથા ડ્રૅગન ટાઇની રચનાથી વૉલ પ્લેટના ખૂણા ખૂલી જતા નથી અને છાપરાનું…
વધુ વાંચો >ડ્વોમો
ડ્વોમો : સામાન્ય રીતે ઇટાલીના ચર્ચ માટે વપરાતો શબ્દ. ચર્ચની રચનામાં ઘૂમટનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના ચર્ચનો ઉલ્લેખનીય નમૂનો ફ્લૉરેન્સ (ઇટાલી)નું સંત મારિયા ડેલ ફિઓરે ચર્ચ છે. શરૂઆતમાં આર્નોલ્ફલો ડી કમ્બિયા દ્વારા ડિઝાઇન કરાયેલ આ ચર્ચમાં ગૉથિક સ્થાપત્યના કમાનદાર ટેકા (flying buttresses) કે શિખર-રચના (pinnacles) નથી હોતી. 1334માં…
વધુ વાંચો >તસ્કન શૈલી
તસ્કન શૈલી : પ્રાચીન રોમ તથા ગ્રીસના સ્થાપત્યમાં સ્તંભરચના અંગે પ્રચલિત પાંચ શૈલીમાંની એક. અન્ય શૈલીઓમાં ડૉરિક, આયોનિક, કરિન્થિયન તથા મિશ્રનો સમાવેશ થાય છે. લાકડાના બાંધકામમાંથી ઉદભવેલી આ સૌથી સરળ શૈલીમાં સ્તંભના નીચેના વ્યાસથી સ્તંભની ઊંચાઈ સાત ગણી રખાય છે; તેમાંથી નીચેનો તથા ઉપરનો અડધો અડધો ભાગ બેઠક તથા શીર્ષ…
વધુ વાંચો >તાઉત બ્રૂનો
તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં…
વધુ વાંચો >તા કાઓ દેવળ, કંબોડિયા
તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય…
વધુ વાંચો >તાજમહેલ, આગ્રા
તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું.…
વધુ વાંચો >