હિન્દી સાહિત્ય
શાસ્ત્રી, ધરમપાલ
શાસ્ત્રી, ધરમપાલ (જ. 26 જાન્યુઆરી 1925, બારામુલા, જમ્મુ અને કાશ્મીર) : હિંદી લેખક. તેમણે ગુરુકુળ, રાવળપિંડીમાંથી ‘સાહિત્ય-ભાસ્કર’, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ અને હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ દૂરદર્શનના બાળવિભાગ સાથે સંકળાયેલા હતા. તેમની ભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હમ એક હૈં’ (1962), ‘અનુયુગ…
વધુ વાંચો >શાસ્ત્રી, રામનાથ
શાસ્ત્રી, રામનાથ (જ. 15 એપ્રિલ 1914; જમ્મુ–તાવી; જમ્મુ અને કાશ્મીર) : ડોગરી અને હિંદીના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ તથા ‘પ્રભાકર’ની ડિગ્રી ઉપરાંત સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી. અધ્યાપનનો વ્યવસાય; સંસ્કૃતના નિવૃત્ત પ્રાધ્યાપક. પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ડોગરી ભાષાના સિનિયર ફેલો, જમ્મુ યુનિવર્સિટી, 1971-75; મુખ્ય સંપાદક, ડોગરી શબ્દકોશ…
વધુ વાંચો >શાસ્ત્રી, શ્યામસિંગ
શાસ્ત્રી, શ્યામસિંગ (જ. 1 જુલાઈ 1936, ભાદરપુર જટ્ટ, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને માનવશાસ્ત્રી. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર સાથે એમ.એ., પીએચ.ડી. કર્યું. ત્યારબાદ ડી.લિટ.ની ડિગ્રી મેળવી. 1968-75 દરમિયાન તેઓ સૈનિક સમાચાર અને અન્ય સંખ્યાબંધ સામયિકોના સંપાદક રહ્યા; 1985-93 દરમિયાન ભારત સરકારના પ્રકાશન-વિભાગના સંયુક્ત નિયામક/મહાનિયામક રહ્યા; હિંદી એન્સાઇક્લોપીડિયા ઑવ્ સોશિયલ…
વધુ વાંચો >શાહ, રમેશચંદ્ર
શાહ, રમેશચંદ્ર (જ. મે 1937, અલમોરા, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ ગવર્નમેન્ટ હમિદિયા કૉલેજ, ભોપાલમાંથી પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ નિરાલા સૃજનપીઠ, ભારતભવન, ભોપાલના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ 1996-97માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ, શિમલાના…
વધુ વાંચો >શાંત, રતનલાલ
શાંત, રતનલાલ (જ. 14 મે 1938, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.; ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. તેમણે સતત 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને કાશ્મીર યુનિવર્સિટીમાં ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહ્યા; કાશ્મીરી ભાષા અને સંસ્કૃત…
વધુ વાંચો >શુક્લ, રામચંદ્ર
શુક્લ, રામચંદ્ર (જ. 1884; અ. 1941) : હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક. નિબંધકાર અને વિવેચક. એમણે ઈ. સ. 1904માં લંડન મિશન સ્કૂલ મિર્ઝાપુરમાં કલાશિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી ‘કાશી નાગરી પ્રચારણી સભા’માં જોડણીકોશ(હિન્દી શબ્દસાગર)ના કાર્ય માટે સહાયક સંપાદક તરીકે જોડાયા. આ કાર્ય પૂર્ણ થતાં ઈ. સ. 1919માં બનારસ હિન્દુ…
વધુ વાંચો >શુક્લ વિનોદ કુમાર
શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક. જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું.…
વધુ વાંચો >શુક્લ, શ્રીલાલ
શુક્લ, શ્રીલાલ (જ. 31 ડિસેમ્બર 1925, આતરોલી, જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે શિક્ષણ લખનૌ, કાનપુર અને અલ્લાહાબાદમાં મેળવ્યું. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1950માં તેઓ રાજ્ય મુલકી સેવામાં જોડાયા. છેલ્લે કાનપુર ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે સેવાનિવૃત્ત થયા. તેમને તેમની શ્રેષ્ઠ અદ્યતન નવલકથા ‘રાગ દરબારી’ (1968)…
વધુ વાંચો >શેઠ, રવિન્દર કુમાર
શેઠ, રવિન્દર કુમાર (જ. 3 સપ્ટેમ્બર 1939, ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિદ્વાન અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિંદી, સંસ્કૃત અને તમિળમાં એમ.એ., એમ.આઇ.એલ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ 1972-87 દરમિયાન હરદયાલ મ્યુનિસિપલ પબ્લિક લાઇબ્રેરીના માનાર્હ સેક્રેટરી; 1988 સુધી તમિળ હિંદી સંગમના પ્રમુખ અને 1989 સુધી ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય…
વધુ વાંચો >શેઠ, રાજી
શેઠ, રાજી (જ. 4 ઑક્ટોબર 1935, નૌશેરા કૅન્ટૉન્મેન્ટ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી લેખિકા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મોમાં તજ્જ્ઞતા. તેઓ હિંદી અકાદમી, દિલ્હીનાં કારોબારી સભ્ય; સાહિત્યિક માસિક ‘યુગ-સાક્ષી’નાં સહસંપાદક; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડિઝ, સિમલાનાં ફેલો; 1998થી 2002 સુધી હિન્દી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના…
વધુ વાંચો >