હિન્દી સાહિત્ય

માથુર, જગદીશચંદ્ર

માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન…

વધુ વાંચો >

મિશ્ર, કીર્તિનારાયણ

મિશ્ર, કીર્તિનારાયણ (જ. 17 જુલાઈ 1937, બરૌની, બિહાર) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક. તેમને ‘ધ્વસ્ત હોઇત શાંતિ સ્તૂપ’ નામક કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં એમ.એ. થયા પછી કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી; કલકત્તા યુનિવર્સિટીમાંથી ‘મટિરિયલ મૅનેજમેન્ટ’ વિષયમાં વિશેષ નિપુણતા મેળવી. વ્યવસાયી કારકિર્દી પછી…

વધુ વાંચો >

મિશ્ર કેશવપ્રસાદ

મિશ્ર, કેશવપ્રસાદ (જ. ઈ. સ. 1885; અ. ઈ. સ. 1951) : કાશીના પંડિત. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી હિંદી સાહિત્યજગતમાં પ્રવેશ્યા. પોતે ભાષા, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના પંડિત તરીકે ખ્યાતિ પામ્યા હતા. કાશીની નાગરી પ્રચારિણી પત્રિકાના સંપાદક તરીકે અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગના અધ્યક્ષપદે રહીને હિંદી સાહિત્યની અનુપમ સેવા બજાવી. એમની…

વધુ વાંચો >

મિશ્ર, જયવંત

મિશ્ર, જયવંત (જ. 15 ઑક્ટોબર 1925, હરિપુર, બિહાર; અ. 7 સપ્ટેમ્બર 2010) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક, વિદ્વાન વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘કવિતા કુસુમાંજલિ’ (1992) માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક ચંદ્રકો મેળવવાની સાથે તેમણે અનુક્રમે પટણા તથા બિહાર યુનિવર્સિટીમાંથી ‘સાહિત્ય’ તથા ‘વ્યાકરણ’ની…

વધુ વાંચો >

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ

મિશ્ર, ભવાનીપ્રસાદ સીતારામ (જ. 29 માર્ચ 1913, નરસિંહપુરા, હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 20 ફેબ્રુઆરી 1985) : હિંદી ભાષાના કવિ. નરસિંહપુરા ગામમાં પ્રારંભિક કેળવણી મેળવી. એ પછી સોહાગપુર અને જબલપુરમાં પણ તેમણે શિક્ષણ મેળવ્યું. 1934–35માં ત્યાં જ બી. એ. થયા. પછી એક શાળા ખોલી, જેમાં તેમના પિતાશ્રીનો મહત્વનો ફાળો હતો. તેમાં ગાંધી-વિચારને…

વધુ વાંચો >

મીરાં

મીરાં (જ. 1498, કૂડકી; અ. 1563 આશરે) : ભારતની મહાન સંત કવયિત્રી. મીરાંના જીવનચરિત્ર માટે કોઈ ઐતિહાસિક આધાર મળતો નથી. તેના વિશે માત્ર કેટલીક જનશ્રુતિઓ જ ઉપલબ્ધ છે. આધાર કહો કે પ્રમાણ કહો, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો. મીરાંનાં પદો અને એમાંથી મીરાંનું જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે…

વધુ વાંચો >

મુક્તિબોધ, ગજાનન માધવ

મુક્તિબોધ, ગજાનન માધવ (જ. 13 નવેમ્બર 1917, શ્યોનપુર, જિ. મુરેના, ગ્વાલિયર; અ. 11 નવેમ્બર 1964, નાગપુર) : હિંદી કવિ. નવ્ય કવિતાના તે અતિ ચર્ચિત કવિ લેખાય છે. તેઓ મૂળે મરાઠીભાષી હતા. તેમના પરદાદા વાસુદેવ જલગાંવ(ખાનદેશ)થી નોકરી માટે ગ્વાલિયર રાજ્યમાં આવી વસ્યા. પિતા માધવ એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે આર્થિક…

વધુ વાંચો >

મુનશી, પ્રેમચંદ

મુનશી, પ્રેમચંદ (જ. 31 જુલાઈ 1880, લમહી, બનારસ પાસે; અ. 8 ઓક્ટોબર 1936, વારાણસી) : ઉર્દૂ તથા હિંદી ભાષાના ખ્યાતનામ સર્જક. મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ. લાડમાં તેમનું નામ ‘નવાબરાય’ પડ્યું હતું અને પરિવારમાં તથા જાહેરમાં તેઓ એ નામે ઓળખાવા માંડ્યા હતા. પિતા અજાયબરાય અને માતા આનન્દીદેવી. વ્યવસાય ખેતીનો, છતાં પારિવારિક…

વધુ વાંચો >

મૈલા આંચલ (1954)

મૈલા આંચલ (1954) : હિંદીના લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા. ‘મૈલા આંચલ’ના પ્રકાશનની સાથે જ હિન્દી નવલકથાક્ષેત્રે ‘આંચલિક’ શબ્દનો પ્રાદુર્ભાવ થયો. આમ નવલકથાના રચનાકૌશલ્યમાં નવીનતા લાવીને ‘રેણુ’એ આંચલિક નવલકથાને ઉચ્ચાસને સ્થાપી બતાવી. ‘મૈલા આંચલ’ કોઈ એક વ્યક્તિની કથા નથી, પણ બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા મેરીગંજ નામના પ્રદેશવિશેષની કથા છે. તેથી જ…

વધુ વાંચો >

મોહન રાકેશ

મોહન રાકેશ (જ. 8 જાન્યુઆરી 1925, અમૃતસર, પંજાબ; અ. 3 ડિસેમ્બર 1972, દિલ્હી) : જાણીતા હિંદી નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચિંતક. મૂળ નામ મદનમોહન ગુગલાની. પરમ વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા વકીલાત ઉપરાંત સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમી હતા. હિંદી તથા અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. વરસો સુધી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘સારિકા’ પત્રિકાનું…

વધુ વાંચો >