હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

લસણ

લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

લંબ આંજિયો

લંબ આંજિયો : જુવારના પાકમાં ફૂગથી દાણાનો થતો રોગ. વિશેષત: આ લંબ આંજિયો સંકર જાતોમાં જોવા મળે છે. ડૂંડું નીકળ્યા બાદ ડૂંડાના છૂટાછવાયા દાણામાં ફૂગનું આક્રમણ થતાં દાણો ભરાતો નથી; જ્યારે દાણા પર ફૂગના બીજાણુઓ કાળા પાઉડર-સ્વરૂપમાં પ્રસરે છે. ચેપિત દાણા સામાન્ય દાણા કરતાં લાંબા, નળાકાર અને છેડે અણીવાળું સ્વરૂપ…

વધુ વાંચો >

લામ વામન

લામ વામન : શેરડીને વિષાણુના ચેપથી થતો રોગ. ગુજરાત રાજ્યમાં ક્યારેક લામ પાકમાં જોવા મળે છે. આ રોગનું આક્રમણ રોપેલા છોડમાં થતાં તેમની વૃદ્ધિ અટકી જાય છે. જોકે રોપેલા છોડ કાપી લીધા બાદ લામ બિલકુલ વૃદ્ધિ પામતો નથી. રોગિષ્ઠ છોડ કરતાં તંદુરસ્ત છોડમાં ફૂટ વધુ જોવા મળે છે. છોડની આંતરગાંઠો…

વધુ વાંચો >

લાંગના રોગો

લાંગના રોગો : લાંગ (Lathyrus sativus grass-pea) નામના કઠોળને થતા રોગો. લાંગ દેખાવમાં વટાણા જેવો હોય છે. તેના બીજમાં આવેલ ચરબી-તેલ ઝેરી હોવાથી વારંવાર તેનું પ્રાશન કરનાર વ્યક્તિ મોટેભાગે કલયખંડ (lathyrism) રોગથી પીડાય છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં લાંગમાં રહેલાં ઝેરી રસાયણો દૂર કરવાનું સંશોધન ચાલુ છે. ફૂગના ચેપથી લાંગમાં સુકારો…

વધુ વાંચો >

લીફ રોલ

લીફ રોલ : તમાકુ, પપૈયાં, ટમેટાં અને અન્ય શાકભાજીના પાકોમાં થતા વિષાણુજન્ય રોગો. ચેપને લીધે છોડ ઉપર કિનારીએથી નાનાં પાન વળેલાં દેખાય છે. તેમને અંગ્રેજીમાં leaf-roll તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાત (sucking insects) કરે છે. આ જીવાતને સૂકું અને ઠંડું વાતાવરણ વધુ માફક આવતું હોવાથી…

વધુ વાંચો >

લીંબુના રોગો

લીંબુના રોગો : લીંબુના પાકને નુકસાન પહોંચાડતા વિવિધ પ્રકારના રોગો. આ રોગોમાં ગુંદરિયો, બળિયાનાં ટપકાં, ડાયબેક (ઉત્તી મૃત્યુ) અને જસત-તત્વની ઊણપથી થતો મોટલ લીફનો સમાવેશ થાય છે. મધ્ય અને ઉત્તર ગુજરાત કાગદી લીંબુની ખેતી માટે જાણીતું છે. લીંબુનું વધુ અને સારું ઉત્પાદન મેળવવા તેના બગીચાઓની સફાઈ, ખેડ તથા યોગ્ય સમયે…

વધુ વાંચો >

લેટ્યુસ(Lettuce)ના રોગો

લેટ્યુસ(Lettuce)ના રોગો : ‘વિલાયતી સલાડ’ નામે ઓળખાતા શાકભાજી વર્ગના એક પાકને થતા રોગો. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં તેનો ઉછેર થાય છે. તેના છોડને થતા રોગોમાં પાનનો કાલવ્રણ, ભૂકીછારો, તડછારો, ભૂખરો સડો, ગેરુ, સર્કોસસ્પૉરા, પાનનાં ટપકાં અને મોઝેક જેવા રોગોનો સમાવેશ થાય છે. 1. કાલવ્રણ : ફૂગથી થતો આ રોગ ‘બંદૂકનાં…

વધુ વાંચો >

વટાણા

વટાણા દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pisum Sativum Linn. syn. P. arvense Linn. (સં. કલાય; મ. કવલા, વાટાણે; હિં. મટર, કેરાવ, કેરાઉશાક; ગુ. વટાણા, ક. બટ્ટકડલે, વટાણિ; તે. પટાન્લુ, ત. મલ. પટાણિ; અં. ફીલ્ડ પી) છે. તે એકવર્ષાયુ, અશક્ત પ્રકાંડ ધરાવતી, સૂત્રારોહી (tendril climber) શાકીય…

વધુ વાંચો >

વનસ્પતિરોગશાસ્ત્ર

વનસ્પતિરોગશાસ્ત્ર વનસ્પતિ-રોગો સાથે સંકળાયેલું વિજ્ઞાન. વનસ્પતિરોગશાસ્ત્રનું એટલે કે રોગિષ્ઠ છોડનું જ્ઞાન થોડાંક હજાર વર્ષ પુરાણું છે; તેમ છતાં તેના વિશે ચોક્કસ જાણ નથી કે માણસે ક્યારે વ્યાધિજનની અસરકારકતાને ધ્યાનમાં લીધી એવા કોઈ લેખિત પુરાવાઓ મળતા નથી; પરંતુ જીવાશ્મીય (palaeontological) અભ્યાસ એવો પુરાવો આપે છે કે કેટલાક છોડનાં મૂળના અવશેષોમાં ફૂગના…

વધુ વાંચો >

વરિયાળી

વરિયાળી દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Foericulum vulgare mill. syn. F. capillaceum gilib, F. officinale All. (સં. મિશ્રેયા, મ. બડી શેપ, હિં. બડી શોપ – સોંફ, બં. મૌરી, ગુ. વરિયાળી, ક. દોડુસબ્બસિગે, તે. પેદજીલકુરર, ત. સોહીકીરે, ફા. બાદિયાન, અં. ઇંડિયન સ્વીટ ફેનલ) છે. તે મજબૂત,…

વધુ વાંચો >