હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
મધિયો (રોગ)
મધિયો (રોગ) : જુવારમાં તેમજ આંબાપાકમાં ફૂગથી થતો એક રોગ. આંબાપાકમાં જીવાતના આક્રમણને લીધે ચેપ લાગતાં તે ક્યારેક નુકસાન કરે છે. જુવારનો મધિયો ‘અરગટ’ અથવા ‘ડૂંડાના મધિયા’ના નામે ઓળખાય છે. જુવારની વધુ ઉત્પાદન આપતી સંકર જાતોમાં આ રોગનું પ્રમાણ સ્થાનિક દાણાની જાતો કરતાં વધુ જોવા મળે છે. ભારતમાં આ રોગ…
વધુ વાંચો >મરચાં
મરચાં દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Capsicum annuum Linn. syn. C. frutescens C. B. Clarke (F1 Br Ind) in part non Linn; C. purpureum Roxb. C. minimum Roxb. C.B. Clarke (FI Br Ind) in part (સં. મરીચ; મ. મિરચી; હિં. મિરચ; ગુ. મરચું; અં. ચિલી)…
વધુ વાંચો >મૂળના રોગો
મૂળના રોગો : વનસ્પતિના મૂળને નુકસાન કરતી ફૂગ, કૃમિ જેવા પરોપજીવી સજીવોના આક્રમણથી ઉદભવતો વ્યાધિ. આ પરોપજીવીઓ પાકોના મૂળના વાહીપુલોના કોષોમાં અને મૂળની છાલના કોષોમાં આક્રમણ કરી તેમાંથી ખોરાક મેળવતા હોવાથી આક્રમિત કોષો અને પેશીઓ મૃત્યુ પામે છે. વળી કેટલીક પરોપજીવી ફૂગો પાકોના મૂળના વાહીપુલોમાં પ્રવેશ કરી કોષોની દેહધાર્મિક ક્રિયામાં,…
વધુ વાંચો >મૂળા
મૂળા : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Raphanus sativus Linn. (સં. મૂલક; હિં. મૂલી; બં. મૂલા; ગુ., મ. મૂળા; તે., ત., ક. મલા, મુલંગી; અં. રૅડિશ) છે. બાહ્ય લક્ષણો : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ રોમિલ શાકીય વનસ્પતિ છે અને સફેદ કે ચળકતું રંગીન, ત્રાકાકાર, કંદિલ…
વધુ વાંચો >મેથી
મેથી : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum–graecum Linn. (સં. મેથિકા, અશ્વબલા; મ. હિં. બં. ગુ., મેથી; ક. મેથક, મેથય; તે. મેંલ; ત. વેંદાયામ; મલ. ઊળુવા; અં. ફેનુગ્રીક) છે. તેનું મૂળ વતન ઈશાન યુરોપ અને પશ્ચિમ આફ્રિકા છે. તે કાશ્મીર, પંજાબ અને…
વધુ વાંચો >મોસંબી
મોસંબી : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રુટેસી (લીંબુ/નારંગી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus sinensis (Linn.) Osbeck syn. C. aurantium var. aurantium proper, Race Second and Race Third of Watt (હિં., બં., ગુ., મ. માલ્ટા, મોસંબી, કમલ નીંબુ; તે. સોપુ, મલ. મદુરાનારંગી; ક. સાથગુડી, કિટ્ટીલે.; તા. સથગુડી, ચીની; ઓ.…
વધુ વાંચો >રજકો
રજકો દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ–પેપિલિયો–નૉઇડીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Medicago sativa Linn. (હિં. વિલાયતી ગાવુથ, લસુન ઘાસ; મ. વિલાયતી ગાવટ; ગુ. રજકો, વિલાયતી ઘાસ; ક. વિલાયતી-હુલુ; પં. લસુન; અં. લ્યુસર્ન, આલ્ફાલ્ફા) છે. તે ટટ્ટાર, બહુશાખિત, બહુવર્ષાયુ શાકીય, 0.3 મી.થી 1.0 મી. ઊંચી વનસ્પતિ છે. પર્ણો ત્રિપર્ણી પિચ્છાકાર (pinnate)…
વધુ વાંચો >રાઈ
રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >રાતડો
રાતડો : ફૂગના ચેપની અસર હેઠળ જુદા જુદા પાકોનાં પાન અને / અથવા તો તેની ડાળીને રાતા રંગમાં ફેરવતો રોગ. જુવાર, શેરડી, ડાંગર અને બાજરી જેવા પાકમાં જુદી જુદી ફૂગને લીધે પાન અને ડાળી ઉપર આક્રમણ થતાં અસરગ્રસ્ત ભાગમાં રાતા રંગનાં ટપકાં નિર્માણ થાય છે, જ્યારે પાકના થડ કે ડાળીની…
વધુ વાંચો >રીંગણ
રીંગણ દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે. તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4…
વધુ વાંચો >