હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
કરમોડી (કમોડી – દાહ)
કરમોડી (કમોડી, દાહ) (blast) : ડાંગરમાં Pyricularia oryzae નામની ફૂગથી થતો રોગ. આ રોગ દુનિયાના 85 દેશોમાં નોંધાયેલ છે. સૌપ્રથમ ચીનમાં 1637માં અને ભારતમાં 1931માં તે નોંધાયેલ છે. ડાંગર ઉગાડતા દરેક દેશમાં તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે જે કેટલીકવાર 90 % સુધી હોય છે. આ ફૂગના આક્રમણથી પાનગાંઠ, પુષ્પવિન્યાસદંડ,…
વધુ વાંચો >કળથીના રોગ
કળથી(Macrotyloma uniflorum, Horsegram)ના રોગ : સૂક્ષ્મ પરોપજીવી ફૂગ, જીવાણુ, કૃમિ વગેરે છોડમાંથી પુષ્પવિન્યાસ બહાર નીકળે તે પહેલાં અથવા બીજ તૈયાર થાય તે દરમિયાન આક્રમણ કરી કળથીને નુકસાન કરે છે. નીચે દર્શાવેલ કારકો મારફત આ રોગ થાય છે : (1) ઘઉંનો ઢીલો આંજિયો (Ustilago tritici), (2) ડાંગરનો ગલત આંજિયો (Ustilaginoidea Virens),…
વધુ વાંચો >કંઠમાળનો રોગ (વનસ્પતિ)
કંઠમાળનો રોગ (વનસ્પતિ) : પાકોની વનસ્પતિના ગરદન વિસ્તારમાં સૂક્ષ્મ જીવાણુ, ફૂગ તથા કૃમિના આક્રમણથી તેનાં કોષ અને પેશીઓનો ઝડપથી વિકાસ થતાં તેમાં થોડા થોડા અંતરે તૈયાર થતી ગાંઠને લીધે કંઠ વિસ્તારમાં માળાનો દેખાવ પેદા કરતો રોગ. હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ
વધુ વાંચો >કંદનો કોહવારો
કંદનો કોહવારો : કંદ ઉપર ફૂગ, જીવાણુઓ વગેરે દ્વારા થતા આક્રમણને કારણે કંદની પેશીઓને થતું નુકસાન. વનસ્પતિ સુષુપ્ત અવસ્થા બાદ જીવનચક્ર ચાલુ રાખવા મૂળ કે થડમાં ખોરાકનો સંગ્રહ કરે છે તે કંદ તરીકે ઓળખાય છે. સૂક્ષ્મ પરોપજીવી જેવાં કે ફૂગ, જીવાણુઓ વગેરે કંદ ઉપર આક્રમણ કરી જરૂરી ખોરાક મેળવે છે,…
વધુ વાંચો >ખડખડિયો
ખડખડિયો : ફળ, પાક ને જંગલી ઝાડોને થતો રોગ. આ રોગ ફળપાકો અને જંગલી ઝાડોમાં ફૂગ કે સૂક્ષ્મ પરોપજીવીનું ડાળી પર આક્રમણ થવાથી થાય છે. ડાળીનાં પાન સુકાઈ જાય છે. આવાં સુકાયેલાં પાન ડાળી સાથે ચોંટી રહે છે. લીલા ઝાડમાં ભૂખરાં સુકાયેલાં પાન અલગ તરી આવે છે. રોગનું આક્રમણ વધુ…
વધુ વાંચો >ગલકાં
ગલકાં : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa cylindrica (Linn.) M. J. Roem. syn. L. aegyptica Mill. (સં. હસ્તિકોશાતકી, ઘોશકી; હિં. નેનુઆ તોરઈ, ઘિયા તોરઈ; બં. ધુંધુલ; મ. ઘોશળે, ઘોશાળી, પારસી દોડકા; ક. અરહીરે, તુપ્પીરી; તે. પુછાબીરકાયા; ફા. ખિયાર; અં. સ્પોન્જ ગાર્ડ, વેજિટેબલ સ્પોન્જ) છે.…
વધુ વાંચો >ગલત આંજિયો (ગલત અંગારિયો)
ગલત આંજિયો (ગલત અંગારિયો) : Ustilaginoidea virens નામની ફૂગથી ડાંગરના દાણાને થતો રોગ. જુદા જુદા પાકોમાં Telletia કે Sphacelotheca જાતિની ફૂગથી આંજિયાનો રોગ થાય છે, જ્યારે ગલત આંજિયો તે સિવાયની Ustilaginoidea ફૂગથી થાય છે. આ ફૂગનું આક્રમણ કંટીમાં છૂટાછવાયા દાણાને લીલા વેલ્વેટી કાબુલી ચણા જેવા દેખાવમાં ફેરવી નાખે છે. આ…
વધુ વાંચો >ગંઠવા કૃમિ
ગંઠવા કૃમિ : પાકોનાં મૂળમાં થતા કૃમિ. મૂળમાં પ્રવેશ કર્યા પછી તેમાં તેની વૃદ્ધિ થાય છે. કૃમિ અને વનસ્પતિ કોષો વચ્ચે ઘર્ષણ થતાં આવા આક્રમણનો ભોગ બનેલા કોષોની વિશેષ વૃદ્ધિ થાય છે, જેને રાક્ષસી કોષ તરીકે ઓળખવામાં આવે છે. ગંઠવા કૃમિનો રોગ મુખ્યત્વે Meloidogyne પ્રજાતિના પરોપજીવી કૃમિઓથી થાય છે. તે…
વધુ વાંચો >ગાજર
ગાજર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Daucus carota Linn. var. Sativa DC. (સં. ગાર્જર, ગૃંજન, શિખા-મૂલ; હિં., મ., બં., પં., ગુ. ગાજર; ક. ગર્જરી; તે. ગાજરગેડ્ડા, પિતકંદ; તા. ગાજરકિલાંગુ, કરેટ્ટુકીઝાંગુ; ફા. ગર્દક, ગજર; અ. જજરેબરી; અં. કૅરટ) છે. સ્વરૂપ : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ (biennial)…
વધુ વાંચો >ગાંઠનો કોહવારો
ગાંઠનો કોહવારો : જુદી જુદી સૂક્ષ્મ પરોપજીવી જીવાત વનસ્પતિનાં થડ, ડાળી કે મૂળની ગાંઠમાં પ્રવેશ કરી તે ભાગોમાં ફૂગ, આંતરકોષ અને પેશીમાં વૃદ્ધિ કરી તેમાંથી ખોરાક લઈ વૃદ્ધિ કરે છે. તેથી ગાંઠમાં કોષોનું મૃત્યુ થવાથી આવી ગાંઠમાં સડો પેદા થાય છે. તેને ગાંઠના કોહવારા તરીકે ઓળખવામાં આવે છે. હિંમતસિંહ લાલસિંહ…
વધુ વાંચો >