હસમુખ વ્યાસ

સાહની દયારામ

સાહની, દયારામ : હડપ્પીય સંસ્કૃતિના પ્રારંભિક સંશોધક-પુરાવિદ. સિંધુ સંસ્કૃતિના પ્રથમ નગર-સ્થાન – ટિંબા હડપ્પા(જિ. લારખાંના, પાકિસ્તાન)ની ભાળ તો છેક ઈ. સ. 1826માં મળેલ; પરંતુ જ્હૉન માર્શલ ભારતીય પુરાતત્ત્વ વિભાગના ડિરેક્ટર જનરલ બન્યા બાદ જ આનું ખોદકામ હાથ ધરાયેલ. આનો પ્રારંભ 1920-21માં દયારામ સાહનીના સંચાલનથી થયો, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ…

વધુ વાંચો >

સાંકળિયા હસમુખ ધીરજલાલ

સાંકળિયા, હસમુખ ધીરજલાલ (જ. 10 ડિસેમ્બર 1908, મુંબઈ; અ. ? 1989) : વિશ્વપ્રસિદ્ધ ભારતીય પુરાતત્વાચાર્ય. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈ ત્યાંની લંડન યુનિવર્સિટીમાંથી પ્રોફેસર કોડિંગ્ટનના માર્ગદર્શન નીચે ‘The Dynastic History of Gujarat Monuments’ વિષય પર કામ કરી 1933માં…

વધુ વાંચો >

સિંઘલ સી. આર.

સિંઘલ, સી. આર. : પ્રસિદ્ધ સિક્કાનિષ્ણાત. તેમનું અધ્યયન-સંશોધન મોટેભાગે મુઘલ યુગના સિક્કાઓ અને તેની આનુષંગિક બાબતો અંગેનું રહ્યું છે. સલ્તનત અને મુઘલ સમય તે કાળના વિભિન્ન પ્રકારના સિક્કાઓથી સમૃદ્ધ રહ્યો છે. આ સિક્કાઓ તૈયાર કરવા માટેની ટંકશાળાઓ પણ મુઘલ સામ્રાજ્યના વિભિન્ન પ્રાન્તોમાં આવેલ. સિંઘલે આ અંગે ‘Mint-Towns of the Mughal…

વધુ વાંચો >

હડપ્પા

હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને…

વધુ વાંચો >

હમ્પી

હમ્પી : ઐતિહાસિક મહત્વ ધરાવતું કર્ણાટક રાજ્યનું એક નગર. તે વર્તમાન કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. પ્રાચીન અનુશ્રુતિ મુજબ તે વાલીની કિષ્કિંધાનગરી હોવાનું મનાય છે. 14મી સદીમાં હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સમૃદ્ધ નગર હતું. આજે તે ફક્ત વિજયનગર સામ્રાજ્યની કીર્તિ દર્શાવતા ભગ્નાવશેષોનું સ્થળ માત્ર…

વધુ વાંચો >

હસ્તિનાપુર

હસ્તિનાપુર : મહાભારત અનુસાર મહારાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર મહારાજા હસ્તિને ગંગાના કિનારે વસાવેલ નગર. તે હાલના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. તે કૌરવો અને પાંડવોની સમૃદ્ધ રાજધાની હતી. દિલ્હીની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે 91 કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. તે ગંગા નદીના…

વધુ વાંચો >

હારગ્રીવ્ઝ જેમ્સ

હારગ્રીવ્ઝ, જેમ્સ (જ. 1722 ? બ્લૅકબર્ન, લૅંકેશાયર; અ. 22 એપ્રિલ 1778, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ) : સ્પિનિંગ જેનીનો અંગ્રેજ શોધક. તે બ્લૅકબર્ન પાસે સ્ટૅન્ડહિલમાં રહેતો ગરીબ, અભણ, કાંતવા–વણવાનો કારીગર હતો. તેણે 1764માં સ્પિનિંગ જેનીની શોધ કરી. તેનાથી એકસાથે ઘણા વધારે તાર કાંતી શકાતા હતા. જેમ્સે તેનાં કેટલાંક નવાં મશીન બનાવ્યાં અને વેચવા…

વધુ વાંચો >