હસમુખ બારાડી
દાસ, મનોરંજન
દાસ, મનોરંજન (જ. 10 માર્ચ 1923, ઓરિસા; અ. 17 ફેબ્રુઆરી 2013, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર. ’40 ના દશકામાં પથરાયેલી તેમની પ્રારંભિક કારકિર્દી દરમિયાન નાટ્યવિષય તથા શૈલી પરત્વે તે પરંપરાગત વલણ અપનાવે છે. આ ગાળાનું મહત્વનું નાટક તે ‘બક્ષી જગબંધુ’ (1949); તે ઓરિસાના પાઇકા બળવાના ઐતિહાસિક વિષય પર રચાયેલું છે. ‘50ના…
વધુ વાંચો >દિગ્દર્શક
દિગ્દર્શક : દિશા ચીંધનાર એટલે કે નાટ્યમંચન માટે નાટકના લેખ(script)નું કલાશાસ્ત્રીય અર્થઘટન કરી, સમગ્ર નાટ્યમંડળી દ્વારા એની પ્રસ્તુતિનો આયોજક. લેખની પસંદગી, પાત્રવરણી, પાત્રસર્જન, રિયાઝ, સન્નિવેશ, રંગવેશભૂષા, પ્રકાશ અને સંગીતના આયોજનની સઘળી પ્રવૃત્તિમાં કેન્દ્રે રહી ભાવક-સંપર્ક અને સંબંધ માટે નિર્ણાયક નાટ્ય-અભિવ્યક્તિ અને અનુભાવનનાં સર્વ સૂત્રો સંભાળે તે દિગ્દર્શક. નાટ્ય-પ્રસ્તુતિના પ્રલંબ ઇતિહાસમાં…
વધુ વાંચો >દેસાઈ, નિમેષ
દેસાઈ, નિમેષ (જ. 1 એપ્રિલ 1956; અ. 14 નવેમ્બર 2017) : નટ, દિગ્દર્શક અને ટીવી કાર્યક્રમ-નિર્માતા. ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જશવંત ઠાકરના હાથ નીચે નાટ્યનો ડિપ્લોમા મેળવ્યો. પછી ખેડા (ઇસરો) ટેલિવિઝનમાં કાર્યક્રમ-સહાયક તરીકે 1975માં કારકિર્દી શરૂ કરી. અમદાવાદમાં આધુનિક ગુજરાતી તખ્તાના સાહસિક અને ઉત્સાહી નટ-દિગ્દર્શક તરીકે પોતાના કોરસ જૂથ દ્વારા અનેક…
વધુ વાંચો >નાટક
નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને…
વધુ વાંચો >નાટક
નાટક : ભારતમાં ભારતમાં એનો ઇતિહાસ : ભારતમાં રંગભૂમિનો ઇતિહાસ રસિક છે, એટલો દુ:ખદ પણ છે. સંસ્કૃત નાટકો ભજવાતાં ત્યારે ક્યાં ભજવાતાં એ માટે રાજાના મહેલમાં એવી અટકળ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં દેવમંદિરના મંડપમાં ભજવાતાં એવી નક્કર સાબિતીઓ પણ મળે છે. પણ એ બધી પ્રવૃત્તિઓ ચાલી ઈ. સ.…
વધુ વાંચો >નાટ્યરંગ
નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં…
વધુ વાંચો >નાટ્યસંગ્રહાલય
નાટ્યસંગ્રહાલય : જેમાં રંગભૂમિવિષયક દસ્તાવેજો, સંનિવેશ, હાથસામગ્રી, પોશાકો, તસવીરો, પુસ્તકો વગેરે ઐતિહાસિક સાહિત્ય સચવાય અને અભ્યાસુઓને ઉપલબ્ધ બને તેને માટે છૂટાછવાયા પ્રયત્નો ગુજરાતમાં અને ભારતમાં અનેક સ્થળે થયા છે. મોરબીમાં ‘શ્રી નાટ્યકલા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 1965થી આરંભાયેલ નાટ્યકલા સંગ્રહસ્થાનમાં ગુજરાતી થિયેટરની તસવીરો, નાટ્યકૃતિઓ, હસ્તપ્રતો, ઑપેરા બુકો અને કેટલીય હાથસામગ્રી સચવાયેલી…
વધુ વાંચો >નીલ દર્પણ
નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક…
વધુ વાંચો >નૃસિંહાવતાર
નૃસિંહાવતાર (1896) : ગુજરાતી કવિ, નાટ્યકાર, વિવેચક અને ધર્મતત્વચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી(1858–1898)નું પૌરાણિક નાટક. તત્કાલીન વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી તેમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પ્રસ્તુત કરાયું છે. મણિલાલનું ‘કાન્તા’ નાટક મુંબઈ-ગુજરાતી નાટ્યમંડળીએ ‘કુલીન કાન્તા’ નામે 1889માં ભજવ્યું. પછી કંપનીની માગણીથી, તેમણે આ બીજું નાટક લખ્યું હતું. કંપનીએ…
વધુ વાંચો >નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર
નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર (જ. 22 એપ્રિલ 1899, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 2 જુલાઈ 1977, Montreux, સ્વિટ્ઝર્લૅન્ડ) : રશિયન નવલકથાકાર. ‘લૂઝીનું રક્ષણ’, ‘ભેટ’ જેવી તેમની પ્રાયોગિક નવલકથાઓ એની કલ્પનાશીલ રોમાંચકતાને લીધે વીસમી સદીના ત્રીજા દાયકામાં ખૂબ લોકપ્રિય બની હતી. એમની ખૂબ જાણીતી નવલકથા ‘ફાંસી માટે નિમંત્રણ’માં જર્મન લેખક ફ્રાન્ઝ કાફકા જેવું કાવ્યાત્મક…
વધુ વાંચો >