હસમુખ બારાડી

આંખે દેખ્યો અહેવાલ

આંખે દેખ્યો અહેવાલ (running commentary) : કોઈ પણ પ્રસંગવિશેષને ધ્વનિ અને શબ્દ કે ચિત્ર દ્વારા તત્ક્ષણ તાર્દશ રજૂ કરવો તે. સમયના વહેવા સાથે જે તે પ્રસંગનો અહેવાલ (commentary) ઉદઘોષકની આંખોએ જેવો દેખ્યો તેવો શ્રોતા-પ્રેક્ષકોના મનમાં યથાતથ ઊપસે અને એમને એમ પરોક્ષ રીતે પ્રસંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે તે આંખે દેખ્યો હેવાલ.…

વધુ વાંચો >

આંદ્ર આન્તવાં

આંદ્ર આન્તવાં (જ. 31 જાન્યુઆરી 1858 લિમોજેસ, ફ્રાંસ; અ. 23 ઑક્ટોબર 1943 ફ્રાંસ) : ફ્રેન્ચ નટ, દિગ્દર્શક અને નિર્માતા. 19મી સદીના ઉત્તરાર્ધમાં રંગમંચીય પરિવર્તન કરનારાઓમાં એ અગ્રેસર ગણાય છે. અવેતન રંગભૂમિની પ્રવૃત્તિને ગૌરવભર્યું સ્થાન અપાવનાર અને અનેક નવા લેખકોને તખ્તાનાં પગથિયાંનો પ્રકાશ દેખાડનાર આ દિગ્દર્શક પૅરિસ ગૅસ કંપનીમાં ક્લાર્ક તરીકે…

વધુ વાંચો >

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT)

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) : ગુજરાતની અગ્રણી નાટ્યસંસ્થા. સ્થાપના : 1943. 1942ના આંદોલનમાં કારાવાસ ભોગવનાર સમાજવાદી વિચારસરણીના નવલોહિયા જવાનોએ, રંગમંચ લોકશિક્ષણનું મહત્વનું માધ્યમ છે એ વાત સ્વીકારીને ઇન્ડિયન નૅશનલ થિયેટરની સ્થાપના કરી. એ વખતના એમના સહભાગીઓ હતા કટારલેખક અને નામાંકિત અર્થશાસ્ત્રી રોહિતભાઈ દવે, વિવેચક બાબુભાઈ ભૂખણવાલા, ચંદ્રકાન્ત દલાલ, બચુભાઈ સંપટ…

વધુ વાંચો >

ઇન્દરસભા

ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…

વધુ વાંચો >

ઇન્સ્પેક્ટર જનરલ

‘ઇન્સ્પેક્ટર જનરલ’ (1836) : રૂસી નાટ્યકાર નિકોલાઇ વસિલ્યેવિચ ગોગૉલ(1804-1852)નું જગવિખ્યાત પ્રહસન. મૂળ રૂસી નામ ‘રિવિઝોર’. નાટકની સાથે જ એક ઉક્તિ છપાયેલી હતી : ‘પ્રતિબિંબ વિકૃત હોય તો દર્પણનો દોષ ના કાઢશો.’ આ પ્રહસનમાં દરેક પ્રેક્ષક પોતાનું પ્રતિબિંબ જોઈ ગોગૉલનો દોષ કાઢતો; પરંતુ ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં અધિકારીવર્ગ પરના કટાક્ષને બદલે સર્જકને…

વધુ વાંચો >

ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)

ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન – ભારતીય લોકનાટ્ય સંઘ) : નાટક, થિયેટર, નૃત્ય, બૅલે, ફિલ્મ વગેરે અનેક માધ્યમોથી દેશભરમાં લોકજાગૃતિ પ્રેરવા સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1943. 1941માં એનું પ્રથમ જૂથ અનિલ ડી’સિલ્વાના મંત્રીપદે બૅંગાલુરુ(બૅંગ્લોર)માં રચાયેલું. મુંબઈમાંના એના જૂથની રચના 1942માં થઈ. એના બીજા મહામંત્રી ખ્વાજા અહમદ અબ્બાસ હતા. રોમાં રોલાંના પુસ્તક ‘પીપલ્સ…

વધુ વાંચો >

ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ

ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ (1895) : આઇરિશ કવિ, નવલકથાકાર, નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડ(1856–1900)નું પ્રખ્યાત સુખાંત નાટક. બ્રિટિશ ભદ્રવર્ગના દંભી જીવન પ્રત્યે કટાક્ષ કરતા આ નાટકમાં અનેક ચતુરાઈભર્યા પ્રસંગો છે. વિલિયમ કૉન્ગ્રિવની નાટ્યફૉર્મ્યુલા મુજબનું આ નાટક પેઢીએ પેઢીએ તખ્તા ઉપર પુનર્જીવન પામતું રહ્યું છે. પ્રેક્ષકોએ એને હાસ્યની છોળોથી આવકાર્યું છે. વર્થિંગ…

વધુ વાંચો >

ઇરવિંગ, હેન્રી (સર)

ઇરવિંગ, હેન્રી (સર) (જ. 6 ફેબ્રુઆરી 1838 યુ. કે.; અ. 13 ઑક્ટોબર 1905 બ્રૅડફોર્ડ, યુ. કે.) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની પ્રશિષ્ટ અંગ્રેજી રંગભૂમિના પ્રસિદ્ધ અભિનેતા. માતાપિતા સામાન્ય સ્થિતિનાં હતાં. કાકાના સો પાઉન્ડના વારસામાંથી તેમણે નાટક માટે જરૂરી સામાન ખરીદ્યો. 1856માં બુલવાર લીટનના નાટક ‘રિશુલુ’માં કામ કરીને રંગભૂમિક્ષેત્રે પ્રવેશ કર્યો. ઍડિનબર્ગ…

વધુ વાંચો >

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ

ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ (જ. 24 ફેબ્રુઆરી 1895; અ. 15 ઑગસ્ટ 1963, મૉસ્કો) : રશિયન નવલકથાકાર અને નાટ્યકાર. કિશોરાવસ્થામાં ગૃહત્યાગ કરી અનેક પ્રકારની મજૂરી કરીને પેટ ભર્યું. સરકસમાં વિદૂષકની પણ ભૂમિકા કરી. સાઇબિરિયાના એક અખબારમાં એની પ્રથમ વાર્તા છપાતાં મૅક્સિમ ગૉર્કીનું ધ્યાન ખેંચાયું અને આ યુવાન લેખકને પ્રોત્સાહન મળ્યું. આંતરિક યુદ્ધ…

વધુ વાંચો >

ઇશરવૂડ, ક્રિસ્ટૉફર

ઇશરવૂડ, ક્રિસ્ટૉફર (વિલિયમ બ્રેડશો) (જ. 26 ઑગસ્ટ 1904, હાયલેન, એશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1986 સાન્ટા મોનિકા, કૅલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન નવલકથાકાર અને નાટ્યકાર. કારકિર્દીના પ્રારંભમાં અંગત ટ્યૂટર અને છૂટુંછવાયું લખતા પત્રકાર તરીકે કાર્ય કર્યું. સરેની શાળામાં કવિ તરીકે ખ્યાતિ પામનાર ડબ્લ્યૂ. એચ. ઑડેન સાથે ગાઢ મૈત્રી થઈ. વીસમી…

વધુ વાંચો >